દિલ્હીમાં આતંકવાદી હુમલાની ઘમકી, પોલીસ તંત્ર એલર્ટ થયું
દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી પર ફરી એકવાર આતંકવાદી ખતરો તોળાઈ રહ્યો છે. તહરીક-એ-તાલિબાનના ઈન્ડિયા સેલે દિલ્હીમાં હુમલા કરવાની ધમકી આપી છે. ધમકી મળ્યા બાદ સમગ્ર દિલ્હીમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હી પોલીસે મોડી રાત્રે સરોજિની માર્કેટ સહિત અનેક માર્કેટમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે ધમકીને ગંભીરતાથી લઈને ચેકીંગ વધારે તેજ કર્યું છે. […]


