1. Home
  2. Tag "Cmo"

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદઃ સિઝનનો 33 ટકા વરસાદ વરસ્યો

કચ્છમાં અત્યાર સુધીમાં 30 ટકા વરસાદ જળાશયોમાં નવા પાણીની આવક ઉત્તર ગુજરાતમાં ખેડૂતોમાં ફેલાઈ ખુશી અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. તેમજ જળાશયોમાં પણ નવા પાણીની આવક થઈ રહી છે. દરમિયાન 24 કલાકમાં રાજ્યના 251 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. રાજકોટના લોધિકામાં સૌથી વધારે 8 ઈંચ પાણી […]

રાજ્યમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે આગોતરૂ આયોજન કરવા હાઈકોર્ટની સરકારને ટકોર

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે કોરોનાને લઈને થયેલી સુઓમોટો પર મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો, જેમાં કોરોનાની ત્રીજી લહેર માટે રાજ્ય સરકાર તૈયાર રહેવાની ટકોર કરીને કહ્યું હતું કે, રાજ્ય સરકારે ઘણું કર્યું છે, હજી પણ ઘણું કરવાની જરૂર છે. કોરોનાના નવા વેરિયન્ટની અસરથી બચવા લોક જાગૃતિ જરૂરી છે. ગુજરાત હાઈકોર્ટે સુઓમોટોના ચુકાદામાં કહ્યું હતું કે રિયલ ટાઈમ […]

ગુજરાતમાં હવે કોરોનાના વેરિયન્ટની ચકાસણી થશે, સેમ્પલ પૂણે કે અન્ય સ્થળે નહીં મોકલાય

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કોરોનાના સંભવિત ત્રીજા વેવ સામે સરકારે આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં  કોરોના વાઇરસના બંધારણ અંગેના તેના વેરિઅન્ટની ચકાસણીની સુવિધા ઊભી કરાઇ છે. સરકારે પોતાની ગુજરાત બાયોટેકનોલોજી રીસર્સ સેન્ટર (GBRC) થકી આ વ્યવસ્થા ઊભી કરી છે. ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં ડેલ્ટા વેરિઅન્ટ જવાબદાર હોવાની પુષ્ટિ થઇ […]

રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા પ્રજાના પ્રશ્નો માટે બનાવેલી એપનું મુખ્યમંત્રીએ લોન્ચિંગ કર્યું

ગાંધીનગર:  રાજ્યમાં ત્રિસ્તરીય પંચાયત રાજ્યવ્યવસ્થાના મહત્વપૂર્ણ એકમ એવી જિલ્લા પંચાયતોમાં પ્રજાના પ્રશ્નોની સમસ્યાઓની રજૂઆત માટે ટેકનોલોજી યુક્ત અભિગમની આગવી પહેલ રાજકોટ જિલ્લા પંચાયતે મુખ્યમંત્રી વિજય રૂપાણી  પ્રેરક દિશા દર્શનમાં કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ જિલ્લા પંચાયતમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇના નેતૃત્વમાં વિકસાવવામાં આવેલી ‘પ્રજાના પ્રશ્નો’ એપ નું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા લોન્ચિંગ કર્યું હતું. […]

હવે જન સુવિધા કેન્દ્રો પરથી પણ વાહનચાલકો કઢાવી શકશે લર્નિંગ લાઈસન્સ

અમદાવાદઃરાજ્યમાં વાહનોની સંખ્યા સાથે વાહનચાલકો પણ વધી રહ્યાં છે. આવી સ્થિતિમાં વધુમાં વધુ વાહનચાલકો ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવે એ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો પ્રયાસ કરી રહી છે. હવે આ દિશામાં કેન્દ્ર સરકારે વધુ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે વાહનચાલકોને ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવા માટે આરટીઓ કચેરી, આઈટીઆઈ ઉપરાંત વધુ એક વિકલ્પ મળશે. જેમાં જનસુવિધા કેન્દ્રો પર […]

ગુજરાતમાં રથયાત્રા બાદ પોલીસ અધિકારીઓની સાગમટે બદલીનો ગંજીપો ચીપાશે

ગાંધીનગરઃ રાજ્યમાં તાજેતરમાં 77 જેટલા IAS અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી. હવે ફરી એક વખત 60 જેટલા આઇપીએસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચિપાય તેવી શક્યતા સેવાઇ રહી છે. વહીવટી તંત્રમાં ફેરફાર બાદ હવે પોલીસ બેડામાં પણ મોટા પરિવર્તનની શક્યતાઓ સેવાઇ રહી છે. ગૃહ વિભાગ દ્વારા બદલીઓની ફાઈલ તૈયાર કરી દેવામાં આવી છે. રથયાત્રા બાદ પોલીસ અધિકારીઓની […]

રોડ સાઈડ રોમિયોથી મહિલાઓ પરેશાનઃ એક વર્ષમાં દોઢ લાખથી વધારે ફરિયાદો મળી

અમદાવાદઃ  ટેલિફોન પર મહિલાઓને બીભત્સ ફોટો કે વીડિયો મોકલી અથવા વારંવાર ફોન કોલ કરી પરેશાન કરનાર રોમિયો સામે પગલાં લેવા ટેલિફોનિક સ્ટોકિંગ પોલીસ હેલ્પ એકશન ટીમ ડેસ્કની રચના કરવામાં આવી છે. કોઇ મહિલા કે યુવતી ફોન પર કરાતી પરેશાનીની ફરિયાદ અભયમને કરે તો તેનો ડેટા મેળવી તુરત જ તાલીમબદ્ધ પોલીસ દ્વારા રોમિયોનો સંપર્ક કરી તેને […]

અમદાવાદમાં સુભાષબ્રીજ RTO કચેરીએ અઢી વર્ષમાં બિલ્ડિંગનું રૂપિયા 3.30 કરોડ ભાડું ચૂકવ્યું

અમદાવાદઃ શહેરમાં ઘણા સરકારી બિલ્ડિગો ખાલી હોવા છતાં ઘણી સરકારી કચેરીઓ ભાડાના મકાનમાં ચાલી રહી છે. અને સરકાર વર્ષે દહાડે કરોડો રૂપિયાનું ભાડું ચૂંકવી રહી છે.શહેરના સુભાષબ્રિજની જૂની આરટીઓ કચેરી જર્જરિત બનતા  ફેબ્રુઆરી-2019થી આરટીઓને પાસેના હિમાલય બિઝનેસ સેન્ટરમાં ભાડાની 19 હજાર સ્ક્વેર ફૂટની જગ્યામાં ખસેડી છે. ભાડાના બિલ્ડિંગમાં આરટીઓને ખસેડી ત્યારે 19 હજાર સ્ક્વેર ફૂટની […]

સુજલામ-સુફલામ જળ સંચય અભિયાનઃ 4814 તળાવો કરાયાં ઉંડા

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી પાણીના સંગ્રહ માટે છેલ્લા ચાર વર્ષમાં સુજલામ-સુફલામ જળ અભિયાન યોજના અમલી બનાવવામાં આવી છે. આ યોજના થકી તળાવો, ચેકડેમો સહિતના પાણીનો સંગ્રહ કરતાં સ્ત્રોતોને ઉંડા કરીને તેમાં વધુ ક્ષમતામાં પાણી સંગ્રહવામાં આવી રહ્યું છે. દરમિયાન એક વર્ષમાં રાજ્યના 4814 તળાવોને ઉંડા કરીને તેની જળક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુજલામ-સુફલામ […]

રાજ્યમાં 25 વર્ષ જુની સોસાયટીઓના રિડેવલપમેન્ટનું ગુંચવાયેલુ કોકડું ઉકેલાય તેવી શક્યતા

અમદાવાદઃ  રાજ્યમાં પચ્ચીસ વર્ષ કે તેથી જૂની હાઉસિંગ કોલોનીઓ, સોસાયટીઓના રિ-ડેવલપમેન્ટ માટે સરકારે ઘણાં સમય પૂર્વે જાહેર કરેલી નીતિમાં કેટલાક વહીવટી સહિતની મુશ્કેલીઓના કારણે સમગ્ર મામલો ગૂંચવાયો હતો. તેનો ટૂંક સમયમાં ઉકેલ આવે તેવી શક્યતા છે. અમદાવાદમાં માત્ર પશ્વિમ વિસ્તારમાં 122 જેટલી હાઉસિંગ કોલોનીના 19000 પરિવારોને થોડા સમયમાં નવા વાતાવરણમાં, નવા મકાનમાં રહેવા મળે એવો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code