1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદઃ સિઝનનો 33 ટકા વરસાદ વરસ્યો
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદઃ સિઝનનો 33 ટકા વરસાદ વરસ્યો

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદઃ સિઝનનો 33 ટકા વરસાદ વરસ્યો

0
Social Share
  • કચ્છમાં અત્યાર સુધીમાં 30 ટકા વરસાદ
  • જળાશયોમાં નવા પાણીની આવક
  • ઉત્તર ગુજરાતમાં ખેડૂતોમાં ફેલાઈ ખુશી

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. તેમજ જળાશયોમાં પણ નવા પાણીની આવક થઈ રહી છે. દરમિયાન 24 કલાકમાં રાજ્યના 251 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. રાજકોટના લોધિકામાં સૌથી વધારે 8 ઈંચ પાણી પડ્યું હતું. રાજ્યમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સિઝનનો 32.58 ટકા જેટલો વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં 24 કલાકમાં 33 તાલુકાના 251 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજકોટમાં ચાર ઈંચ, મધ્ય ગુજરાતના છોટાઉદેપુર અને ક્વાંટમાં સાત ઈંચ, ઉત્તર ગુજરાતના બહુચરાજીમાં 6.75 ઈંચ, મહેસાણાના જોટાણા અને વિજાપુરમાં પાંચ-પાંચ ઈંદ વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતમાં વરસાદ થતા ખેતરમાં ઉભા પાકને નવુ જીવન મળતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં 33 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે.

દક્ષિણ ગુજરાતમાં 32 ટકા, દક્ષિણ ગુજરાતમાં 32.58 ટકા, કચ્છમાં અત્યાર સુધી 30.25 ટકા, સૌરાષ્ટ્ર 31.89 ટકા, મધ્ય ગુજરાતમાં 30 ટકા અને ઉત્તર ગુજરાતમાં 28.16 ટકા વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે રાજ્યભરમાં આગામી 24 કલાક સુધી યથાવત રહેશે. મેઘમહેર. 24 કલાક દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code