ગાંધીનગર, 06 નવેમ્બર, 2026 : Holiday calendar for the year 2027 announced રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા વર્ષ 2027 માટે સરકારી કચેરીઓ અને કર્મચારીઓ માટે રજાઓનું કેલેન્ડર જારી કરીને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં 2027ના વર્ષ દરમિયાન 18 જાહેર રજાઓ રહેશે. સરકારી કચેરીઓમાં રજાને લીધે કર્મચારીઓને પણ 18 દિવસ રજાનો લાભ મળશે. આ ઉપરાંત કર્મચારીઓને મરજિયાત રજાનો પણ લાભ મળશે. મુસ્લિમ તહેવારોની રજાઓ ચંદ્રદર્શનને આધીન રહેશે. જાહેરનામા મુજબ બીજા અને ચોથા શનિવારે અથવા રવિવારે આવતી જાહેર રજાઓના બદલામાં અલગથી અન્ય દિવસે રજા આપવામાં આવશે નહીં.
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વર્ષ 2027 દરમિયાન રજાઓ માટેનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. સામાન્ય વહિવટ વિભાગના જાહેરનામાં મુજબ વર્ષ દરમિયાન કુલ 18 જાહેર રજાઓ રહેશે. આ ઉપરાંત કર્મચારીઓ માટે વૈકલ્પિક રજાઓની યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે. સરકારી કર્મચારીઓ માટે જે રજાઓ જાહેર કરવામાં આવી છે, જેમાં મકરસંક્રાંતિ, પ્રજાસત્તાક દિવસ, મહાશિવરાત્રિ, રમઝાન ઈદ, ધૂળેટી, ગુડ ફ્રાઈડે, ચેટીચાંદ, ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ, રામનવમી, મહાવીર જન્મકલ્યાણક, બકરી ઈદ, મોહરમ, રક્ષાબંધન, જન્માષ્ટમી, સંવત્સરી, ગાંધી જયંતિ, દિવાળી અને નૂતન વર્ષ સહિતની રજાઓનો સમાવેશ કરાયો છે. જ્યારે કર્મચારીઓ માટે વૈકલ્પિક રજાઓની યાદી પણ જાહેર કરવામાં આવી છે. તેમાં ભગવાન પરશુરામ જયંતિ, સ્વાતંત્ર્ય દિન, પારસી નૂતન વર્ષ, ઈદ-એ-મિલાદ, દશેરા, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ સહિતના તહેવારોનો સમાવેશ થાય છે.
સામાન્ય વહિવટ વિભાગના જાહેરનામાં મુજબ મુસ્લિમ તહેવારોની રજાઓ ચંદ્રદર્શનને આધીન રહેશે. જાહેરનામા મુજબ બીજા અને ચોથા શનિવારે અથવા રવિવારે આવતી જાહેર રજાઓના બદલામાં અલગથી અન્ય દિવસે રજા આપવામાં આવશે નહીં.








