Homeગુજરાતીગુજરાતબોપલ અને ઘૂમા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે 43.5 કિમી લાંબી લાઈન...

બોપલ અને ઘૂમા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે 43.5 કિમી લાંબી લાઈન નંખાશે

અમદાવાદ, 06 નવેમ્બર, 2026 : Line for rainwater drainage in Bopal and Ghooma areas  શહેરના બોપલ અને ઘૂમા વિસ્તારમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવવાના કારણે કફોડી સ્થિતિ બનતી હોય છે. ત્યારે આ સમસ્યાના કાયમી ઉકેલ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બોપલ અને ધૂમા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે રૂપિયા 58.05 કરોડના ખર્ચે 43.5 કીમી લાઈન નાંખવાની દરખાસ્તને એએમસીના વોટર સપ્લાય કમિટીમાં મંજૂર કરવામાં આવી છે. આગામી બે વર્ષમાં આ કામગીરી પૂર્ણ થયા બાદ બોપલ અને ઘુમા વિસ્તારના એક લાખથી વધારે નાગરિકોને વરસાદી પાણી ભરાવવાની સમસ્યાથી છૂટકારો મળશે.

ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા બોપલ-ઘુમા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને સૂચના આપી હતી. એએમસી દ્વારા સર્વે કરાવ્યા બાદ બોપલ અને ઘૂમા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં બે કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે.

આ અંગે  વોટર સપ્લાય કમિટીના ચેરમેન ધરમશી દેસાઈએ જણાવ્યું હતું કે, ઘુમા અને બોપલ તળાવો તેમજ આસપાસની સોસાયટીઓમાં ભરાતું વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવશે.  જેમાં રાજયાશ, આંબલી અને સૂર્યશ્રીજી સહિતનાં તળાવોનું ઇન્ટરલિંકિંગ કરવામાં આવશે. વરસાદી પાણીના નિકાલ માટે પમ્પિંગ સ્ટેશન કાર્યરત કરાશે. આ પાણીનો નિકાલ ગોતા-ગોધાવી કેનાલમાં થાય છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular