1. Home
  2. Tag "Cmo"

કોરોના બાદ નવી આફત, મહારાષ્ટ્રમાં ચામાચીડિયામાંથી મળ્યો નિપાહ વાયરસ

કોરોના બાદ હવે નિપાહ વાયરસનો ડર ચામાચીડિયામાં જોવા મળ્યો વાયરસ મહારાષ્ટ્રમાં લોકોએ વધારે સતર્ક થવું જરૂરી મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરનો અંત આવ્યો નથી કે નવી આફત સામે આવી છે. રાજ્યમાં ચામાચીડિયાની બે પ્રજાતિમાં નિપાહ વાયરસ મળી આવ્યો છે. રાજ્યમાં નિપાહ વાયરસ મળવાની આ પહેલી ઘટના છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજી, પુણે-એનઆઈવીના નિષ્ણાંતોએ આ માહિતી […]

ગાંધીનગરમાં નિવૃતી બાદ સરકારી મકાનો ખાલી ન કરાતા અને અન્યને ભાડે અપાયા હશે તો પગલાં લેવાશે

ગાંધીનગરઃ શહેરમાં સરકારી કર્મચારીઓને રહેવા માટે સરકારી આવાસો બનાવેલા છે. જેમાં અનેક મકાનો નિવૃત્તિ, અવસાન અને બદલીના કિસ્સામાં પણ લોકોએ ઘર ખાલી કર્યા નથી. શહેરમાં આવા અંદાજે 400થી વધુ મકાનો આવેલા છે. તો બીજી તરફ અનેક એવા આવાસો છે જ્યાં પેટા ભાડવાત કે જેને ઘર મળ્યું છે તેના સગા-સંબંધીઓ રહે છે. આ સંદર્ભે ફરિયાદો ઊઠતા […]

બાગ બગીચા, જીમ ખોલવાની મંજુરી અપાતી હોય તો કોચિંગ ક્લાસ ખોલવાની મંજુરી કેમ અપાતી નથી?

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ ઘટતાં સરકારે નિયંત્રણો હળવા કર્યા છે. બીજી બાજુ તમામ શાળાઓમાં ઓનલાઈન શિક્ષણનો પ્રરંભ પણ થઈ ગયો છે. પણ હજુ કોચિંગ કલાસને શરૂ કરવાની મંજુરી આપવામાં આવી નથી. કોચિંગ ક્લાસીઝ 15 મહિનાથી બંધ છે. ત્યારે રાજ્યના રપ જિલ્લામાં આજે સવારે 11 વાગ્યે એકસાથે દરેક જિલ્લા કલેક્ટરને કોચીંગ ક્લાસીઝ શરૂ કરાવવા, પ્રોપર્ટી ટેક્સ […]

ગુજરાતમાં નવા કાયદોનો આજથી અમલઃ ધર્મપરિવર્તનના ઈરાદે કરેલા લગ્નમાં 5 વર્ષ સુધીની સજા

અમદાવાદઃગુજરાત વિધાનસભામાં પસાર કરેલા લવ-જેહાદ (ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ) કાયદાનો આજથી ગુજરાતમાં અમલ શરૂ થઈ ગયો છે. અંદાજે બે મહિના પહેલાં ગુજરાત વિધાનસભામાં ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021 બિલ રજૂ કર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મંજૂરી આપ્યા બાદ સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું હતું અને આજથી રાજ્યમાં ધર્મ સ્વાતંત્ર્ય ધારા અધિનિયમ-2021નો અમલ શરૂ […]

મલ્ટિપ્લેક્સ અને સિનેમાગૃહના સંચાલકો પણ હવે સરકાર મંજુરી આપે તેની રાહ જોઈ રહ્યા છે

અમદાવાદઃ કોરોનાને કારણે મલ્ટિપ્લેક્ષ અને સિનેમા ઉદ્યોગને સારૂ એવું નુકશાન થયુ છે. છેલ્લા મહિનાથી કોરોનાના કેસમાં ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો છે. તેથી સરકારે નિયંત્રણો હળવા કર્યા છે. વેપાર-ધંધા રાબેતા મુજબ બની ગયા છે, પણ હજુ મલ્ટિપ્લેક્ષ, સિનેમા ગૃહોને શરૂ કરવાની મંજુરી આપવામાં આવી નથી. જો કે લોકોમાં હજુ પણ કોરોનાનો ડર હોવાથી મલ્ટિપ્લેક્ષ,સિનેમા ગૃહોમાં ફિલ્મો […]

કોરોનાના સંભવિત ત્રીજા વેવ પહેલા સરકારનું આગોતરૂ આયોજનઃ કોઈપણ સ્થિતિને પહોંચી વળવા તૈયાર

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ ઘટતાં સરકારે નિયંત્રણો હળવા કરી દીધા છે. લોકો  કોરોનાનો ડર રાખ્યા વિના છૂટથી હરવા-ફરવા લાગ્યા છે. વેપાર-ધંધા પણ રાબેતા મુજબ બની ગયા છે. કોરોનાનો પ્રથમ વેવ કરતા બીજો વેવ ઘાતક રહ્યો હતો. હવે કેટલાક નિષ્ણાતો કોરોનાના ત્રીજા વેવની આગાહી કરી રહ્યા છે. ત્યારે સરકારે પણ સંભવિત ત્રીજા વેવ કદાચ આવે તે […]

લો બોલો, ઉત્તરપ્રદેશમાં 5 મિનિટના સમયગાળામાં એક વ્યક્તિને અપાયા રસીના બંને ડોઝ

દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસને નાથવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કોરોના રસીકરણ મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 20 કરોડથી વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. જો કે, કોરોનાની રસી બાદ તેની આડઅસર થયાની ઘટના બની નથી. જો કે, ઉત્તરપ્રદેશમાં મેડિકલ સ્ટાફની બેદરકારી સામે આવી હતી. ઉત્તરપ્રદેશના લલિતપુર જિલ્લામાં એક જ વ્યક્તિને રસીના બંને […]

અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા નીકળશે કે કેમઃ પોલીસે યાત્રાના રૂટ્સનું નિરિક્ષણ કર્યું

અમદાવાદઃ રાજ્યમાં ગયા વર્ષે કોરોનાને કારણે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજી શકાઈ ન હતી. પણ આ વર્ષે કોરોનાના કેસમાં ઘટાડો થતા અષાઢી બીજે રથયાત્રા નિકળશે એવું ભાવિકોનું માનવુ છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી જમાલપુર જગદીશ મંદિરનાં બંધ દ્વાર પણ શુક્રવારથી ખૂલી જતા ભગવાન જગન્નાથના દર્શન માટેનો દોર તો શરૂ થશે જ, પરંતુ જગદીશ મંદિરેથી દર […]

પૂણેની ફેકટરીમાં આગેલી આગની ઘટનામાં મૃત્યુઆંક વધીને 18 ઉપર પહોંચ્યો

મુંબઈઃ મહારાષ્ટ્રના પૂણેમાં એક ફેકટરીમાં લાગેલી આગની ઘટનામાં મૃત્યુઆંક વધીને 18 ઉપર પહોંચ્યો છે. મૃતકોમાં 15 મહિલાઓનો સમાવેશ થતો હોવાનું જાણવા મળે છે. સરકારે મૃતકોના પરિવારજનોને 5-5 લાખની સહાયની જાહેરાત કરી છે. દરમિયાન પીએમ મોદીએ આ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનોને વળતર આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું, ‘મહારાષ્ટ્રના પુણેમાં એક […]

બે મહિનામાં ગેરકાયદે રીતે તબીબી પ્રેકટિસ કરતા 50થી વધારે “મુન્નાભાઈ MBBS” ઝડપાયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાકાળમાં મોટી સંખ્યામાં કોઈ પણ સર્ટીફિકેટ વિના કેટલાગક શખ્સો તબીબી પ્રેકટીસ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનું સામે આવ્યું હતું જેથી રાજ્યના પોલીસ વડાએ આવા કહેવાતા તબીબો એટલે કે મુન્નાભાઈ એમબીબીએસને ઝડપી લેવા માટે સૂચના આપી હતી. પોલીસે સમગ્ર રાજ્યમાંથી બે મહિનાના સમયગાળામાં 50થી વધારે બોગસ તબીબોને ઝડપી લઈને કાર્યવાહી કરી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code