CMનો પ્રજાજોગ સંદેશ, દેશમાં સર્વસમાવેશી, સર્વપોષી અને સર્વસ્પર્શી વિકાસની સંસ્કૃતિ વિકસી છે
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 77માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રજાજનોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી છે. તેમણે જણાવ્યુ છે કે, ભારત સ્વતંત્રતાના સાડા સાત દાયકા પૂરા કરી આજે વિશ્વમાં મોટા લોકતાંત્રિક રાષ્ટ્ર તરીકે ઉન્નત મસ્તકે ઊભું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની માટીમાં પાકેલા રત્નોની સ્મૃતિને ચિરંજીવ રાખવા “મારી માટી મારો દેશ”નું અભિયાન ઉપાડ્યું છે. તેમણે 2014માં દેશનું […]