ખાનગી ઉદ્યોગો અને સરકારી સાહસો સ્થાનિક લોકોને રોજગારી આપવામાં ઉદાસિન રહ્યાઃ કોંગ્રેસ
ગાંધીનગરઃ ગુજરાતમાં મોંઘુ શિક્ષણ લીધા પછી લાખોની સંખ્યામાં બેરોજગારો છે. સરકારી નોકરી તો નથી મળતી પણ ગુજરાતના લોકોના, પ્રજાના ટેક્ષના પૈસાથી જે ઉદ્યોગોને સગવડો અને રાહતો આપીએ છીએ એ ઉદ્યોગો પણ ગુજરાતના સ્થાનિક યુવાનોને રોજગાર નથી આપતા. ગુજરાતના સ્થાનિક યુવાનોને રોજગાર મળે એટલા માટે 85 ટકા સ્થાનિક યુવાનોને રોજગાર આપવા માટે સરકારનો 1995નો ઠરાવ છે. […]