1. Home
  2. Tag "COngress"

જ્યાં સુધી જીવીત છું ત્યાં સુધી અસમમાં બાળવિવાહ નહીં થવા દઈશઃ હિમંતા બિસ્વ સરમાનો હુંકાર

નવી દિલ્હીઃ અસમમાં સીએમ હિમંતા બિસ્વા સરમાની સરકારે મુસ્લિમ વિવાહ કાનૂનને બેઅસર કરતા કોંગ્રેસ અને એઆઈયુડીએફએ સહિતની વિપક્ષી પાર્ટીઓએ વિરોધ નોંધાવીને ભાજપા ઉપર ગંભીર આક્ષેપ કર્યાં હતા. દરમિયાન આજે અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ વિધાનસભામાં તમામ વિપક્ષી પાર્ટીઓને આડેહાથ લીધી હતી. તેમજ કહ્યું હતું કે, જ્યાં સુધી જીવીત છું ત્યાં સુધી અસમમાં બાળવિવાહ નહીં થવા […]

ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી-કૉંગ્રેસ ગઠબંધનનું કારણ મુસ્લિમ વોટબેંક?

નવી દિલ્હી: કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ચુકી છે. ઉત્તરપ્રદેશની કુલ 80 લોકસભા બેઠકોમાંથી 17 પર કોંગ્રેસ અને બાકીની બેઠકો પર અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી અને તેના નાના સાથીપક્ષો ચૂંટણી લડશે. જો કે સમાજવાદી પાર્ટી મહિનાઓથી દાવો કરી રહી હી કે કોંગ્રેસ, ઉત્તરપ્રદેશમાં મજબૂત નથી. માટે તેને તે હિસાબથી બેઠકો માંગવી […]

Lok Sabha Elections: AAP-કૉંગ્રેસની વચ્ચે પાંચ રાજ્યોમાં બેઠક વહેંચણીની ઘોષણા, ભરૂચ-ભાવનગર બેઠક પર આપ લડશે ચૂંટણી

નવી દિલ્હી: કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં બંને પાર્ટીઓ વચ્ચે બેઠક વહેંચણીની ઘોષણા થઈ છે. બંને પક્ષોએ લોકસભા ચૂંટણીને લઈને સીટ શેયરિંગના મામલે સધાયેલી સંમતિ અનુસાર સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આનું એલાન કર્યું છે. આ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના મુકુલ વાસનિક અને આમ આદમી પાર્ટીના સંદીપ પાઠક, આતિશી અને સૌરભ ભારદ્વાજ હાજર હતા. મુકુલ […]

Bilaspur Lok Sabha Election 2024: કૉંગ્રેસના કિલ્લાને ભાજપે બનાવ્યો પોતાનો ગઢ, સતત 7 ચૂંટણીઓથી લહેરાય છે કેસરિયો

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ની તારીખોની ઘોષણા પહેલા દેશભરમાં રાજકીય ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે. તમામ રાજકીય પક્ષોએ અત્યારથી ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ કડીમાં છત્તીસગઢની 11 લોકસભા બેઠકોમાંથી એક બિલાસપુર લોકસભા બેઠક એક મહત્વપૂર્ણ સીટ છે. બસ્તર લોકસભા સીટ પર હાલમાં ભાજપના અરુણ સાવ સાંસદ છે. આ બેઠક ભાજપના ગઢ તરીકે ઓળખાય […]

કોંગ્રેસ માટે લોકસભા ચૂંટણીમાં 100નો આંકડો પાર કરવો ખૂબ જ મુશ્કેલ, રાજકીય નિષ્ણાંતનો દાવો

નવી દિલ્હીઃ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કહ્યું છે કે, આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે 100 સીટોનો આંકડો પાર કરવો ખૂબ જ મુશ્કેલ છે. એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી (BJP) આ ચૂંટણીમાં 370 સીટો સુધી પહોંચે તેવી શક્યતા નથી, જોકે તે આ વખતે પણ પશ્ચિમ બંગાળમાં ખૂબ સારું પ્રદર્શન કરી શકે છે. જ્યારે […]

લોકસભા ચૂંટણીઃ બંગાળમાં બેઠકોની ફાળવણી મામલે કોંગ્રેસના મમતા બેનર્જીને મનાવવાના પ્રયાસો

નવી દિલ્હીઃ ભારતમાં આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. ભાજપાને સત્તાથી દૂર રાખવા માટે કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષી દળો એક છત નીચે એકત્ર થયાં છે. તેમજ આ સંગઠનને ઈન્ડી ગઠબંધન નામ નામ આપવામાં આવ્યું છે. જો કે, ઘણા સમયથી વિપક્ષી ગઠબંધનમાં બેઠકોની વહેંચીને લઈને ખેંચતાણ ચાલી રહી […]

લોકસભા ચૂંટણીઃ દિલ્હીમાં કોંગ્રેસ અને આપ વચ્ચે બેઠકોની ફાળવણીને લઈને ફોર્મ્યુલા લગભગ નિશ્ચિત

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. બીજી તરફ ઈન્ડિ ગઠબંધનમાં બેઠકોની ફાળવણીને લઈને ભારે ખેંચતાણ ચાલી રહ્યું છે. દરમિયાન દિલ્હીમાં ઈન્ડી ગઠબંધનમાં બેઠકોની ફાળવણીને ચાલી રહેલી ખેંચતાણનો અંત આવી ગયો હોવાનું મનાઈ રહ્યું છે. જો કે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. દિલ્હીમાં આમ આદમી […]

2019માં ઉત્તરપ્રદેશની 10 લોકસભા બેઠકો પર જીતવામાં ભાજપનો છૂટી ગયો હતો પરસેવો! એક પર તો સરસાઈ હતી માત્ર 181 મતની

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ની ઘોષણામાં ખૂબ ઓછો સમય બાકી બચ્યો છે. ચૂંટણીની ઘોષણાથી પહેલા જ તમામ પક્ષોએ લોકોના દિલ જીતવા માટેની પોતપોતાની રણનીતિ પર કામ શરૂ કર્યું છે. યુપીમાં ગત વખતે ભાજપને સૌથી વધુ બેઠકો પર જીત મળી હતી. પરંતુ અહીંની 10 બેઠકો પર હારજીતની સરસાઈ 30000 મતથી ઓછી હતી. આ બેઠકોને ફરીથી જીતવા […]

2018 બદનક્ષી કેસ: રાહુલ ગાંધીએ સુલ્તાનપુર કોર્ટમાં સરન્ડર કર્યું, કસ્ટડીમાં લેવાયા બાદ મળ્યા જામીન

સુલ્તાનપુર : કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે સુલ્તાનપુર કોર્ટમાં રજૂ થઈને સરન્ડર કર્યું હતું. 2018ના માનહાનિ કેસમાં આ સુનાવણી થઈ, જ્યારે રાહુલ ગાંધીએ ગૃહ મંત્રી અમિત શાહ સંદર્ભે અભદ્ર ટીપ્પણી કરી હતી. કોંગ્રેસ માટે રાહત ભરેલા સમાચાર એ છે કે રાહુલ ગાંધીને જામીન મળી ગયા છે. એડવોકેટ સંતોષ પાંડેએ કહ્યુ છે કે રાહુલ ગાંધીએ આજે […]

નલ સે જળ યોજનામાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ SIT દ્વારા કરાવવા કોંગ્રેસની માગણી

અમદાવાદઃ  ગુજરાતમાં નલ સે જલ યોજનામાં કરોડો રૂપિયાના થયેલા કથિત કૌભાંડની તપાસ માટે SIT ની રચના કરી, 60 દિવસ માં કસુરવાર લોકો સામે પગલાં ભરવામાં આવે. તેમજ પાણી પુરવઠા મંત્રી જવાબદારી સ્વીકારીને રાજીનામુ આપે તેવી માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં નલ સે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code