1. Home
  2. Tag "COngress"

યુનિવર્સિટીઓમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી પ્રાધ્યપકોની ભરતીથી શિક્ષિત બેરોજગારોને થતો અન્યાયઃ કોંગ્રેસ

અમદાવાદ  : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની ચાર જેટલી સરકારી યુનિવર્સિટીઓમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યાઓ કરાર આધારિત 11 માસના કોન્ટ્રાક્ટ પ્રથાથી ભરવાની તજવીજ સામે કોંગ્રેસે વિરોધ કર્યો છે. સરકારી હસ્તકની યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં 50 ટકાથી વધારે જગ્યાઓ 15 વર્ષથી ખાલી પડી છે, ત્યારે કાયમી ભરતી કરવાના બદલે સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ પધ્ધતિથી લાગતા વળગતાઓને ગોઠવવાની કવાયત […]

રાજકોટમાં કોંગ્રેસ દ્વારા અગ્નિપથ યોજનાનો કરાયો વિરોધ, પોલીસે 30 કાર્યકર્તાની કરી અટકાયત

રાજકોટઃ શહેર કોંગ્રેસ દ્વારા અગ્નપથ યોજનાના વિરોધમાં ઘરણા યોજવામાં આવ્યા હતા. ઘરણા દરમિયાન ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરાતા 30 જેટલા કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી હતી. રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા સોમવારે જિલ્લા કલેકટર કચેરી ખાતે ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેર કોંગ્રેસ દ્વારા ‘ભાજપ સરકાર હાય હાય’ તેમજ ‘અગ્નિપથ કાયદો પાછો ખેંચો’ ના નારા […]

એકનાથ શિંદેને ઝટકોઃ ડેપ્યુટી સ્પીકરએ અવિશ્વાસનો પ્રસ્તાવ ફગાવ્યો, મુંબઈમાં ધારા 144 લાગુ

મુંબઈઃ શિવસેના સામે બળવો પોકારનારા એકનાથ શિંદે જૂથને મોટો ઝડકો લાગ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરએ અવિશ્વાસનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો. એટલું જ નહીં 16 ધારાસભ્યોને નોટિસ આપી હોવાનું જાણવા મળે છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુંબઈમાં પોલીસે ધારા 144 લાગુ કરી છે. મહારાષ્ટ્રના ગૃહ મંત્રી દિલીપ બલસે પાટિલએ જણાવ્યું હતું […]

સંજય રાઉતના સૂર બદલાયાં, નારાજ MLAએ ઈચ્છે તો મહાવિકાસ અઘાડી સાથે છેડો ફાડવા તૈયારી દર્શાવી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સીએમ ઉદ્ધવ ઠાકરે સામે નારાજગી વ્યક્ત કરીને શિવસેનાના જ 42 જેટલા ધારાસભ્યોએ નારાજગી વ્યક્ત કરીને બળવો કર્યો છે. તેમજ હાલ આ દારાસભ્યો ગોવાહાટીમાં હોવાનું જાણવા મળે છે. દરમિયાન એકનાથ શિંદે સહિતના નારાજ ધારાસભ્યોએ એનસીપી અને કોંગ્રેસ સાથેની સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. આમ છેલ્લા ત્રણેક દિવસથી મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો […]

CM ઠાકરેને નારાજ ધારાસભ્યનો ખુલ્લો પત્ર લખી વેદના વ્યક્ત કરી, કોંગ્રેસ-NCPની કાર્ય પદ્ધતિથી નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર સામે સંકટ વધારે ઘેર બન્યું છે. બીજી તરફ શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદે સહિતના ધારાસભ્યોએ ગુવાહાટીમાં ધામા નાખ્યાં છે. ગઈકાલે સીએમ ઠાકરેએ સોશિયલ મીડિયા મારફતે નારાજ ધારાસભ્યોને લઈને ભાવનાત્મક નિવેદન આપ્યું હતું. દરમિયાન શિવસેનાના નારાજ ધારાસભ્ય સંજય સિરસાદએ સીએમ ઠાકરેને ખુલ્લી ચિઠ્ઠી લખી હતી. તેમજ શિંદેએ આ ચીઠ્ઠી ટ્વીટ કરી […]

સત્તા મેળવવા અને જાળવી રાખવા અમે હિન્દુત્વ મામલે સમાધાન નહી કરીએઃ એકનાથ શિંદે

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રની સીએમ ઠાકરે સરકાર સામે શિવસેનાના જ ધારાસભ્યો સહિત 46 એમએલએએ બળવો પોકાર્યો છે અને આ ધારાસભ્યો સુરતથી આજે સવાર જ ગુવાહાટી પહોંચ્યાં હતા. દરમિયાન નારાજ ધારાસભ્ય એકનાથ શિંદેએ કહ્યું હતું કે, અમે સત્તા મેળવવા અને સત્તાને બચાવી રાખવા માટે અમે હિન્દુત્વની વિચારધારા સાથે સમાધાન નહીં કરીએ. સુરતથી આજે એકનાથ શિંદે સહિતના શિવસેનાના […]

મુસ્લિમ તૃષ્ટીકરણના આક્ષેપનો સામનો કરતી કોંગ્રેસ અને NCPથી શિવસેનાના ધારાસભ્યો નારાજ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સીએમ ઉદ્ધવ ઠાકરે સરકાર ઉપર સંકટના વાદળો વધારે ઘેરાયેલા છે, શિવસેના જ ધારાસભ્ય એકનાથ શિંદે સહિત 40 જેટલા ધારાસભ્યોએ સરકાર સામે બળવાનું રણશીંગુ ફુક્યું છે. મહાવિકાસ અઘાડી સરકારને બચાવવા માટે ઉદ્ધવ ઠાકરે, એનસીપીના શરદ પવાર અને કોંગ્રેસમાં બેઠકોનો દર શરૂ થયો છે. દરમિયાન શિવસેના ઉપરાંત એનસીપી અને કોંગ્રેસના પણ 70 જેટલા ધારાસભ્યો પણ […]

ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યોને તાબડતોબ દિલ્હી પહોંચવા હાઈકમાન્ડનો આદેશ

અમદાવાદઃ મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર પર મોટું જોખમ ઊભુ થયુ છે. શિવસેનાથી નારાજ થઈ એકનાથ શિંદે સહિત 30થી વધુ ધારાસભ્યોએ સુરતની ફાઈવસ્ટાર હોટલમાં ધામા નાંખ્યા છે. જેમાં NCPના એક ધારાસભ્ય પણ સામેલ છે. હોટલ બહાર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બીજીબાજુ ગુજરાતના કોંગ્રેસના તમામ ધારાસભ્યોને દિલ્હી હાઈકમાન્ડનું તેડું આવ્યું છે. અચાનક દિલ્હીથી તેડું આવતા ગુજરાત કોંગ્રેસના […]

નેશનલ હેરાલ્ડ કેસમાં સતત ત્રીજા દિવસે પણ રાહુલ ગાંધીની પૂછપરછ, કોંગ્રેસના દેખાવો યથાવત

નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીના સમન્સ બાદ હાજર થયેલા કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીની સામવાર અને મંગળવાર પૂછપરછ કરવામાં આવી હતી. આજે સતત ત્રીજા દિવસે પણ તેમને ઈડીએ પૂછપરછ માટે બોલાવ્યાં હતા. જેથી રાહુલ ગાંધી ઈડી સમક્ષ ઉપસ્થિત થયા હતા. બીજી તરફ કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ આજે પણ વિરોધ-દેખાવો કરીને નારાજગી વ્યક્ત કરી હતી. […]

નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની ઈડી દ્વારા લંબાણપૂર્વકની પૂછપરછ

નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની ઈડીએ લંબાણપૂર્વકની પૂછપરછ કરી હતી. ઈડીએ રાહુલ સાથે એકલામાં પૂછપરછ કરી હતી અને તેમની સાથે વકીલોને પણ આવવાની પરમિશન નહોતી મળી. ઈડીએ કોંગ્રેસ નેતા સાથે ઉપરાઉપરી અનેક સવાલો કર્યા હતા. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ રાહુલ ગાંધી સામે ઈડીની કાર્યવાહી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસે અનેક નેતાઓની અટકાયત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code