1. Home
  2. Tag "COngress"

ગાંધીનગરમાં ધરણાં કરવા જતા કોંગ્રેસના ધારાસભ્યો અને પોલીસ વચ્ચે ઘર્ષણઃ ધાનાણીને થઈ ઈજા

ગાંધીનગરઃ રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાને લીધે થયેલા નુકસાનની ભરપાઈમાં સરકાર દ્વારા ચૂકવાયેલ સહાયમાં વિસંગતતા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. આજે ગાંધીનગરમાં વિધાનસભા ખાતે કોંગ્રેસના ધારાસભ્યો અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીની ઓફિસમાં બેઠક શરૂ થઈ હતી. બેઠક બાદ  કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પ્રતિક ધરણાં યોજાયા હતા. જો કે કાર્યક્રમને મંજૂરી ન હોવાથી પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું […]

MP: વિધાનસભામાં હવે પપ્પુ અને ઢોંગી જેવા શબ્દોનો નહીં થાય ઉપયોગ

ભોપાલઃ મધ્યપ્રદેશ વિધાનસભામાં હવે પપ્પુ અને ઢોંગી જેવા શબ્દોનો શાસક અને વિપક્ષ ઉપયોગ કરી શકશે નહીં. મધ્યપ્રદેશ સરકારે 1100થી વધારે શબ્દો ઉપર પ્રતિબંધ મુક્યો છે. તેમજ આ અંગેની પુસ્તીકા પણ જાહેર કરવામાં આવી છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથ, સંસદીય કાર્ય મંત્રી નરોત્તમ મિશ્રા અને વિધાનસભા અધ્યક્ષ ગિરીશ ગૌતમ દ્વારા […]

શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસમાં પરત લાવવા બે જુથ આમને-સામને

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવા વર્ષ જેટલો સમય બાકી રહ્યો ચે, ત્યારે પ્રદેશ કોંગ્રેસમાં પ્રભારીની જગ્યા ખાલી છે. તેમજ પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા વિપક્ષના નેતા બન્નેએ રાજીનામાં આપ્યાને મહિનાઓ થઈ ગયા છતાં આ મહત્વના પદ પર નિમણૂંકો કરી નથી. બીજીબાજુ સંકટ સમયે કોંગ્રેસ છોડીને રાજ્યસભાની ચૂંટણી ટાણે ભાજપને સાથ આપનારા દિગ્ગજ નેતા શંકરસિહ વાઘેલા […]

પ્રદેશ યુથ કોંગ્રેસની ચૂંટણીમાં ઈન્દ્રવિજયસિંહ અને હાર્દિક પટેલના ગ્રુપ આમને-સામને

અમદાવાદ: પ્રદેશ કોંગ્રેસમાં જુથવાદને લીધે હાઈકમાન્ડ પણ નિર્ણય લેવામાં વિલોબ કરી રહી છે. વિધાનસભાની ચૂંટણીને ભલે સવા વર્ષ જેટલો સમય બાકી હોય, પણ કોંગ્રેસના આંતરિક ઝઘડા હજી શાંત નથી થઈ રહ્યા. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સામે અનેક નેતાઓને નારાજગી છે. ત્યારે હવે યૂથ કોંગ્રેસની ચૂંટણીમાં પણ બે ગ્રુપ પડી ગયા છે. ઈન્દ્રવિજયસિંહ ગોહિલ અને […]

અમદાવાદના વિવિધ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્યઃ કોંગ્રેસે AMC ઉપર કર્યાં આકરા પ્રહાર

અમદાવાદઃ શહેરના વિવિધ વિસ્તારમાં ગંદકી ફેલાઈ છે. આ મુદ્દે કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાએ ભાજપ શાસિત એએમસી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ ગંદકીનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. ઘરે-ઘરે કચરો ઉઠાવવાની કામગીરીમાં ભાજપના જ નેતાઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાએ એક વિડીયો ટ્વિટર ઉપર શેર […]

ગુજરાતમાં ગરીબોને સસ્તા ભાવે અનાજ નહીં અપાતુ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

અમદાવાદઃ ગુજરાત રાજ્‍યમાં આજે પણ 31,41,231 કરતાં વધુ પરિવારો ગરીબી રેખા નીચે જીવન જીવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ ગરીબ પરિવારોને સસ્‍તા અનાજની દુકાનેથી પૂરતું રાશન નહીં મળતું હોવાનો આક્ષેપ વિપક્ષના નેતા અને કોંગ્રેસના આગેવાન પરેશ ધાનાણીએ કર્યો હતો. તેમજ  કેન્‍દ્રની ભાજપ સરકાર દ્વારા અનાજ, દાળ અને ચોખાની ફાળવણીમાં દિન-પ્રતિદિન ઘટાડો કરવામાં આવતો હોવાનો […]

ગુજરાત સરકારની 9 દિવસની ઊજવણી સામે કોંગ્રેસ દ્વારા સમાંતર વિરોધી કાર્યક્રમો યોજાશે

ગાંધીનગરઃ  ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના શાસનને પાંચ વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે આવતીકાલ તા.1લી ઓગસ્ટથી 9મી ઓગસ્ટ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભાજપ સંગઠન દ્વારા રાજ્યમાં અનેક વિવિધ કાર્યક્રમો આયોજીત કરાશે. તો બીજી તરફ વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ 1 થી 9 ઓગસ્ટ દરમિયાન સરકાર વિરુદ્ધ સમાંતર વિરોધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત […]

ગુજરાતની હોસ્પિટલોમાં તબીબોની ઘટને લીધે પ્રજા તોતિંગ ફી ચુકવી ખાનગી હોસ્પિટલમાં જવા મજબુરઃ જયરાજસિંહ પરમાર

અમદાવાદઃ રાજ્ય સરકારની અનિર્ણાયક નીતિને કારણે આરોગ્ય સેવા કથળી છે. પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો તેમજ સરકારી હોસ્પિટલોમાં તબીબોની અનેક જગ્યાઓ ખાલી છે. બે વર્ષમાં સરકારી કોલેજોમાંથી એમબીબીએસ ઉતિર્ણ થયેલા 2,269 તબીબોની નિમણૂંક કરવામાં આવી હતી પણ માત્ર 373 તબીબો જ ફરજ પર હાજર થયા હતા. જ્યારે 1761 તબીબો ફરજ પર હાજર થયા નહોતા. ફરજ […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં વિપક્ષના નેતાની પસંદગીના મુદ્દે કોંગ્રેસના બે જુથ આમને સામને

અમદાવાદઃ પ્રદેશ કોંગ્રેસમાં પ્રભારીની જગ્યા ખાલી છે. પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા વિપક્ષના નેતાના નામની પણ જુથબંધીને લીધે પસંદગી થઈ શક્તી નથી. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તો વિપક્ષના નેતા જ નક્કી કરી શકાતા નથી. આગામી તા. 5 ઓગસ્ટના રોજ યોજાનારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલ બોર્ડની ચૂંટણીમાં કોંગ્રેસના કેટલાક કાઉન્સિલરો ક્રોસ વોટિંગ કરે તેવી પુરી શકયતા છે. […]

ગુજરાત કોંગ્રેસમાં પ્રભારીની જગ્યા ખાલીઃ જુથબંધીને કારણે પ્રમુખ-વિપક્ષી નેતામાં નિર્ણય લઈ શકાતા નથી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવા વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે કોંગ્રેસમાં હજુ સુધી પ્રભારીની જગ્યા ખાલી છે, એટલું જ નહીં પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતાએ રાજીનામાં આપ્યા બાદ બન્ને મહત્વની જગ્યાઓ પર નેતાઓની નિમણૂંકો કરવામાં આવી નથી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં પણ વિપક્ષના નેતાનું પદ ખાલી છે. કોંગ્રેસના હાઈકમાન્ડની નિષ્ક્રિયતાથી પક્ષના કાર્યકરોમાં પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code