1. Home
  2. Tag "COngress"

અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં એક બેઠક માટે કોંગ્રેસ અને AIMIM વચ્ચે જંગ જામશે

અમદાવાદ : શહેરની મ્યુનિ.કોર્પોરેશન હસ્તકની  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના સંચાલન માટે સ્કૂલ બોર્ડ સમિતિની રચના માટે આગામી 5 ઓગષ્ટના રોજ ચૂંટણી  યોજાશે. આ ચૂંટણીમાં 1 બેઠક માટે કોંગ્રેસ અને ઔવેસીની પાર્ટી AIMIMના ઉમેદવાર વચ્ચે જંગ જામશે.  સ્કૂલ બોર્ડની ચૂંટણીમાં ભાજપના 11, કોંગ્રેસના 1 અને AIMIMના 1 ઉમેદવારે ફોર્મ ભર્યું છે.  કુલ 12 બેઠકો માટે […]

પેગાસસ જાસૂસી મામલે કોંગ્રેસ આજે દેશના તમામ રાજ્યોમાં સરકારને ઘેરવા કરશે પ્રયાસ, ભાજપે પણ બનાવી રણનીતિ

પેગાસસ જાસૂસી મામલે આજે કોંગ્રેસ દેશના અનેક રાજ્યોમાં કરશે પ્રેસ કોન્ફરન્સ પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ ભાજપને ઘેરવાનો પ્રયાસ કરશે BJPએ પણ પલટવાર માટે બનાવી રણનીતિ નવી દિલ્હી: થોડાક દિવસ પહેલા પેગાસસ પ્રોજેક્ટ અંગે થયેલા દાવા બાદ આજે કોંગ્રેસ જાસૂસી મામલે કેન્દ્ર સરકારને પૂરી રીતે ઘેરવાના મૂડમાં છે. આજે પાર્ટી તમામ રાજ્યોમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરશે. […]

લોકોને તથ્ય જણાવો અને કોંગ્રેસના જુઠ્ઠાણાની પોલ ખોલો: PM મોદી

સંસદમાં ચોમાસુ સત્ર દરમિયાન હોબાળા વચ્ચે પીએમ મોદીનો વિપક્ષ પર પ્રહાર સરકારના કામ અંગેનું સત્ય લોકો સમક્ષ મૂકો કોંગ્રેસના જુઠ્ઠાણાની પોલ ખોલો નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા સતત હોબાળા વચ્ચે પીએમ મોદીએ વિપક્ષ પર પલટવાર કર્યો હતો અને ભાજપના સાંસદોને કહ્યું છે કે, સરકારના કામ અંગેનું તથ્ય લોકો સમક્ષ મૂકો, જેથી વિપક્ષના […]

નવજોત સિંહની તાજપોશીને લાગશે ગ્રહણ? બાજવા અને CM અમરિંદર સિંહ એકજુટ થયા

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નવજોત સિંહ સિદ્વુની તાજપોશીને ગ્રહણ એકજુટ થયા પ્રતાપ સિંહ બાજવા અને પંજાબ CM અમરિંદર સિંહ કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ સીએમ અમરિંદર સિંહ અને પ્રતાપ સિંહ બાજવાની મુલાકાતની પ્રશંસા કરી હતી નવી દિલ્હી: પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદ પર લગભગ નવજોત સિંહ સિદ્વુની તાજપોશી ફાઇનલ છે. જો કે, તે પહેલા કોંગ્રેસ નેતા પ્રતાપ […]

અમદાવાદમાં સાયન્સ સિટીની વિઝિટ ફી માં બેફામ વધારા સામે કોંગ્રેસનો વિરોધ

અમદાવાદ : શહેરના સાયન્સ સિટી ખાતે એકવેટિક ગેલેરી રોબોટિક ગેલેરી નેચર પાર્કનું વડાપ્રધાન  નરેન્દ્ર મોદી દ્વારા શુક્રવારે વર્ચ્યઅલ લોકાર્પણ લોકાર્પણ કરાયું હતું. સાયન્સસિટીમાં અનેક અજાયબીઓ લોકોને અભિભૂત કરનારી છે. બીજીબાજુ સાયન્સસિટીમાં પ્રવેશ માટેની ફીમાં અને અન્ય ફીમાં વધારો કરાયો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આ ફી વધારોનો વિરોધ કરવામાં આવ્યો છે. આ અંગે કોંગ્રેસના નેતા અર્જૂન […]

ઉત્તરપ્રદેશના લખનૌમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના મૌન ધરણાં : પોલીસે ફરિયાદ નોંધી

લખનૌઃ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા સામે મૌન ધરણા મુદ્દે લખનૌના હજરતગંજ પોલીસ સ્ટેશનમાં કલમ-144 અને કોવિડ નિયમોના ઉલ્લંઘન હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પ્રિયંકા ગાંધી લખનૌ જિલ્લા તંત્રને જાણ કર્યાં વગર જીપીઓ સ્થિત ગાંધીજીની પ્રતિમા પાસે મૌન ધરણા પર બેઠા હતા. જો કે, કોંગ્રેસે મહાત્મા ગાંધીની પ્રતિમા પર પુષ્પાજંલી કરવાની મંજૂરી […]

અમદાવાદ પોલીસનું બેવડુ વલણઃ કોંગ્રેસને નહીં પરંતુ ઔવેસીની પાર્ટીને વિરોધ પ્રદર્શન માટે મંજૂરી

અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સાથે મોંઘવારી પણ વધી છે. ત્યારે તેના વિરોધમાં આજે અમદાવાદમાં ઔવૈસીની પાર્ટી AIMIMના કાર્યકરો દ્વારા પોલીસ પરમિશન સાથે ભાજપ સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરના પ્રેમદરવાજા પાસે આજે સવારે AIMIM પાર્ટીના સ્થાનિક કોર્પોરેટરો, હોદ્દેદારો અને કાર્યકરો “હાય રે ભાજપ હાય હાય” મોદી સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા. એક તરફ, […]

ભાવનગરમાં પેટ્રોલનો ભાવ રૂ.100 વટાવી ગયો, કોંગ્રેસે વિરોધ કરતા પોલીસે નેતાઓની અટકાયત કરી

ભાવનગરઃ રાજ્યના 8 મહાનગરોમાં ભાવનગર શહેરમાં આજે સૌ પ્રથમ સાદા પેટ્રોલના એક લીટરનો ભાવ રૂા.100ને વટી ગયો છે. જેથી મધ્યમ વર્ગ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. ત્યારે પેટ્રોલ ડીઝલના આસમાને પહોંચેલા ભાવના વિરોધમાં કોંગ્રેસ દ્વારા શહેરના ઘોઘા ગેઈટ ચોક ખાતે વિરોધનો કાર્યક્રમ યોજાતા પૂર્વે જ પોલીસ બાધારૂપ બની હતી અને મોદીના પ્રતીકાત્મક બનાવેલ […]

પ્રદેશ કોંગ્રેસમાં પદાધિકારીઓની નિમણૂંકો જલ્દી થાય તે માટે કેટલાક નેતાઓ દિલ્હી પહોંચ્યા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવા વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે ભાજપે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ પણ લોક સંપર્ક વધારી દીધો છે, ત્યારે કોંગ્રેસમાં કોઈ જ સળવળાટ જોવા મળતો નથી. પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાના રાજીનામાં સ્વીકારી લેવાયા બાદ નવા નેતાની પસંદગી જુથબંધીને કારણે લઈ શકાતી નથી. કોંગ્રેસના […]

મોટા ઉપાડે શરૂ કરાયેલું સી-પ્લેન આઠ મહિનામાં 8 ઉડાન પણ ભરી શક્યું નથીઃ કોંગ્રેસ કટાક્ષ

અમદાવાદઃ સરદાર પટેલની જન્મ જયંતિ 31મી ઓકટોબર, 2020ના રોજ વડાપ્રધાને દેશના પ્રથમ પેસેન્જર સી– પ્લેન સેવાની શરૂઆત કરાવી હતી. અમદાવાદથી કેવડિયા વચ્ચે 1લી નવેમ્બર 2020થી શરૂ કરાયેલી સી પ્લેન સફરનું સૂરસૂરિયું થઇ ગયું છે. આ સી પ્લેન પણ ભાજપ સરકારની અન્ય યોજનાઓની જેમ માત્ર એક તાયફો સાબિત થયો છે. આ તાયફા પાછળ સરકારે પ્રજાના પરસેવાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code