1. Home
  2. Tag "CORONA"

સુરતમાં સાયબર ક્રાઈમ સતર્ક – લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કાર્યવાહી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થતા અમદાવાદ અને સુરત સહિતના વિસ્તારોમાં ગાર્ડન સહિતના જાહેર સ્થળો ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યાં છે. જેથી લોકોમાં તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે. ત્યારે સાઈબર ક્રાઈમ પણ સતર્ક બન્યું છે અને કોરોનાને લઈને અફવાઓ ફેલાવનારાઓ ઉપર નજર રાખી રહ્યાં છે. દરમિયાન સુરતમાં પોલીસ અધિકારીને નામે સોશિયલ મીડિયામાં મેસેજ ફરતા […]

અમદાવાદમાં હવે જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય તેવી જગ્યાઓ થઈ રહી છે બંધ

અમદાવાદઃ કોરોનાના કેસમાં ફરીથી વધારો થતા હવે અમદાવાદ શહેરમાં જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય છે તેવી જગ્યાઓ ધીરે-ધીરે બંધ કરવામાં આવી રહ્યાં છે. અમદાવાદમાં ફરી લોકડાઉન જેવી સ્થિતિ ઉભી થવાનો શહેરીજનોને ડર સતાવી રહ્યો છે. બીજી તરફ કોર્પોરેશન દ્વારા ભીડવાળી જગાએ amc દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે અને ભીડ ઓછી કરાવવા પ્રયત્નો કરવામાં […]

રાજકોટના તમામ હેલ્થ સેન્ટરોમાં તબીબો અને પેરામેડિકલ સ્ટાફને સ્ટેન્ડ ટુ રહેવાની સૂચના

અમદાવાદઃ રાજકોટમાં કોરોનાના કેસ વધતા શહેર અને જિલ્લાના તમામ હેલ્થ સેન્ટરોમાં તબીબો અને પેરામેડિકલ સ્ટાફને સ્ટેન્ડ ટુ રહેવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ધન્વંતરી રથ દોડતા કરવામાં આવ્યાં છે. લોકોને કોરોના રસીકરણ કરાવવા માટે સમજુતિ કરવા ખાસ ટીમોને ઉતારવામાં આવશે. રાજકોટમાં કોરોના સંક્રમણ કાબૂમાં લેવા માટે તાજેતરમાં મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સ મારફતે રાજકોટના કલેકટર સાથે ચર્ચા […]

સુરતમાં બહારથી આવતા લોકોએ સાત દિવસ ક્વોરેન્ટાઈન રહેવુ પડશે

અમદાવાદઃ સુરતમાં કોરોનાના કેસમાં વધારો થતા કોર્પોરેશન તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ સર્વે અને ટેસ્ટીંગ વધારવામાં આવ્યું છે. સુરતમાં હવે બહારથી આવતા લોકોએ સાત દિવસ ક્વોરેન્ટાઈન રહેવુ પડશે અને જો તેમનામાં લક્ષણો દેખાશે તો ફરજિયાત ટેસ્ટ કરાવવો પડશે. સુરતમાં અત્યાર સુધી 6 લોકોમાં યુકે અને આફ્રિકન સ્ટેઇન મળ્યો છે. તેથી વધુ સાવચેતીની જરૂર છે. કોરોનાના […]

અમદાવાદમાં કોરોના રિટર્ન્સઃ ફરીથી બાગ-બગીચા અને કાંકરિયા ઝુ બંધ કરાયાં

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યાં છે. સરકાર દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ શહેરમાં રાત્રિ કર્ફ્યુનો સમય વધારી દેવામાં આવ્યો છે. બીજી તરફ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે કોર્પોરેશનના કમિશનરોને જરૂરી પગલા લેવાના આદેશ આપવામાં આવ્યાં છે. દરમિયાન અમદાવાદ શહેરમાં બાગ-બગીચા, કાંકરિયા લેક અને કાંકરિયા ઝુ સહિતના સ્થળો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. […]

સુરતમાં 192 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત, શૈક્ષણિક કાર્ય ઓનલાઈન કરાયું

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. સુરતમાં સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. સુરતમાં અત્યાર સુધીમાં 192 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયાં છે. જેથી સાત દિવસ માટે ટ્યુશન કલાસીસ બંધ કરીને ઓનલાઈન એજ્યુકેશન આપવા માટે આદેશ કરાયો છે. આ ઉપરાંત તમામ શાળા-કોલેજમાં પણ સાત દિવસ ઓનલાઈન એજ્યુકેશન […]

ફ્રાંસમાં કોરોનાની ત્રીજી લહેર! એક દિવસમાં 29 હજારથી વધુ કેસ નોંધાયા

કોરોના બન્યો બેકાબૂ ફ્રાંસમાં કોરોનાની ત્રીજી લહેર ! 29 હજારથી વધુ કેસ નોંધાયા દિલ્લી: દેશમાં કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો છે.દિન પ્રતિદિન કોરોનાના ઝડપથી કેસો વધી રહ્યા છે.કોરોનાના વધતા કેસને જોતા ફ્રાંસના વડાપ્રધાન જીન કૈસ્ટેકસે મંગળવારે સંસદમાં જણાવ્યું હતું કે, ફ્રાંસમાં કોવિડ-19 મહામારીની ત્રીજી લહેરે દસ્તક આપી દીધી છે. આ સાથે કહ્યું કે, ગયા વર્ષે 20 […]

રસીકરણના રજીસ્ટ્રેશન માટે ભાજપના કાર્યકરો લોકોને કરશે મદદ

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ દેશની જનતાને કોરોનાની રસી લેવા અપીલ કરી છે. ત્યારે હવે ભાજપ કોરોનાની રસીકરણમાં લોકોની મદદ માટે આગળ આવ્યું છે. ગુજરાતમાં ભાજપના કાર્યકરો હવે લોકોના ઘરે-ઘરે ફરશે અને કોરોના રસી માટે રજીસ્ટ્રેશનમાં મદદ કરશે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ […]

દિલ્હીમાં દક્ષિણ આફ્રિકી કોરોના સ્ટ્રેઇનનો પ્રથમ દર્દી મળી આવ્યો

દક્ષિણ આફ્રિકી કોરોના સ્ટ્રેઇનનો દર્દી મળ્યો કોરોનાના આ નવા વેરિએન્ટનો પહેલો કેસ દર્દીને સારવાર અર્થે ખસેડાયો હોસ્પિટલ ખાતે ભારતના કેટલાક રાજ્યોમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસો ઝડપથી વધી રહ્યા છે.જેના કારણે દેશમાં દરરોજ સામે આવતા પોઝિટીવ કેસો પણ વધી રહ્યા છે. આ દરમિયાન પાટનગર દિલ્હીમાં એક એવા ખતરાએ દસ્તક દીધી છે. જ્યાં કેરળના 33 વર્ષીય […]

સુરતમાં 94 ધન્વંતરી આરોગ્ય રથ દોડતા કરાયાં, સર્વેની કામગીરી કરાઈ તેજ

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરત શહેરમાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે. શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી એક્ટિવ થયેલા આરોગ્ય વિભાગ દ્વારા ધન્વંતરી આરોગ્ય રથ દોડાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત વિવિધ વિસ્તારો અને સ્કૂલમાં સર્વે અને ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં સર્વેની કામગીરી શરૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code