1. Home
  2. Tag "CORONA"

કોરોના કહેરઃ રાજ્યમાં સોમવારથી રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે ઉકાળાનું કરાશે વિતરણ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં કોરોના સંક્રમણ સામે જિલ્લાઓ અને મહાનગરોના વહિવટી તંત્રની સજ્જતા અંગે સર્વગ્રાહી સમીક્ષા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજીને કરી હતી. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનરો અને ખેડા, આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ તથા કચ્છના જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને જિલ્લા આરોગ્ય અધિકારીઓએ મુખ્યમંત્રીને પોતાના વિસ્તારોમાં વેક્સિનેશન ડ્રાઇવ, ટ્રેસીંગ-ટ્રેકીંગ […]

કોરોનાના કેસ વધતા ફરી વર્ક ફ્રોમ હોમની શરૂઆતઃ સરકારે પણ કર્યું આયોજન

ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. સરકાર લોકડાઉન સિવાયના નિયંત્રણો મુકી રહી છે. ત્યારે ખાનગી અને સરકારી કચેરીઓમાં પણ વર્ક ફ્રોમ હોમ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. મહાનગરોમાં આવેલી મોટાભાગની આઈટી કંપનીઓએ તો તેના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપી દીધું છે. બેન્ક અને આવશ્યક સેવાઓને બાદ કરતા  જે કચેરીઓના કર્મચારીઓ વર્ક […]

કોરોનાને લીધે વાઈબ્રન્ટ સમિટ રદ કરાતા સરકારે ખર્ચેલા 50 કરોડ માથે પડ્યા

ગાંધીનગરઃ રાજ્ય સરકારે 10મી જાન્યઆરીથી ગાંધીનગરમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટને સફળ બનાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરી દીધો હતો. લકઝરી હોટલોમાં મહેમાનો માટે રૂમના બુકિંગ કરાવી દીધા હતા. મહેમાનો માટે લકઝરી કારનો કાફલો મુંબઈથી અમદાવાદ આવી ગયો હતો. ગાંધીનગરમાં રાત્રે ડ્રોન લેસર શો માટે પણ ખર્ચ કરીને આગોતરૂ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પબ્લિસિટીથી લઈને […]

કોરોનાને લીધે નિયંત્રણો મુકાય તે પહેલા જ વેપારીઓ અને પરપ્રાંતના શ્રમિકો બન્યા ચિંતિત

અમદાવાદઃ રાજ્યભરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. તેથી રાજ્ય સરકારે વાઈબ્રન્ટ સમિટ, પતંગોત્સવ, સહિતના કાર્યક્રમો રદ કરી દીધા છે. બીજીબાજુ આજે મુખ્યમંત્રીએ હાઈલેવલ બેઠક બોલાવીને સ્થિતિની સમિક્ષા કરી હતી. અને કોરોનાને કાબુમાં લેવા સરકાર એક્શનપ્લાન ઘડીને કેટલાક નિયંત્રણો લાદે તેવી શક્યતા છે.  નિર્ણય ટૂક આ સમયમાં અંગેનો  લેવાશે. પણ લોકોમાં  હાલ ચર્ચા ચાલી […]

આણંદમાં કોરોનાના 3 દર્દી સાજા થયા બાદ ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. એટલું જ નહીં ઓમિક્રોનના કેસ પણ વધી રહ્યાં છે. એટલું જ નહીં ઓમિક્રોન ઝડપથી ફેલાતું હોવાથી તબીબોમાં ફફડાટ ફેલાયો છે. દરમિયાન આણંદમાં 3 કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા બાદ તેમનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળે છે. આ ઘટનાને પગલે આરોગ્ય વિભાગ […]

ગુજરાત હાઈકોર્ટમાં હવે સોમવારથી વર્ચ્યુલી હિયરીંગ હાથ ધરાશે

કોર્ટ સંકુલને સેનેટાઈઝ કરાશે વકીલોની ચેમ્બર્સને પણ બંધ કરાશે ફિઝીકલ ફાઈલીંગ માટે આયોજન અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધતા સરકાર દ્વારા કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યાં છે. દરમિયાન સંક્રમણને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે પણ મહત્વનો નિર્ણય કર્યો હતો. હવે સોમવારતી રાજ્યની વડી અદાલતોમાં વર્ચ્યુલી સુનાવણી હાથ ધરવામાં આવશે. એટલું જ નહીં બે દિવસમાં સમગ્ર કોર્ટ સંકુલને […]

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1 લાખથી વધુ કોરોના પોઝિટિવ કેસ,3007 ઓમિક્રોન વેરીઅન્ટના કેસ

ભારતમાં કોરોનાની લહેર એક લાખથી વધારે કોરોનાના  કેસ 3000થી વધારે ઓમિક્રોનના કેસ દિલ્હી: કોરોનાનું સંક્રમણ સમગ્ર દેશમાં સતત વધી રહ્યું છે પોઝિટિવ કેસનો અંક ફરી 1 લાખ થી વધ્યો છે.દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,17,100 કોરોનાના  પોઝીટીવ કેસ નોંધાયા છે જ્યારે  30,836 લોકોએ કોરોનાને હાર આપી  છે અને છેલ્લા 24 કલાકમાં 302 લોકોના કોરોનાથી મૃત્યુ થયા […]

કોરોનાને કારણે ફ્લાઇટમાં મુસાફરોની સંખ્યામાં 30 ટકાનો ઘટાડો

કોરોનાની એવિયેશન સેક્ટર પર અસર મુસાફરોની સંખ્યા 30 ટકા ઘટી ફ્લાઈટ કેન્સલ થવાની સંખ્યા વધી અમદાવાદ: ઓમિક્રોન વેરિયન્ટ અત્યારે એટલો ગંભીર જોવા મળી રહ્યો નથી, પણ આવામાં તેની અસર કેટલાક ક્ષેત્રો પર જોરદાર જોવા મળી રહી છે, તેનું મોટું ઉદાહરણ છે ફ્લાઈટમાં મુસાફરી કરનારાની સંખ્યા. જાણકારી અનુસાર ઓમિક્રોનના કારણે કેટલાક લોકો હવે ફ્લાઈટમાં મુસાફરી કરવાનું […]

કોરોનાની ત્રીજી લહેરની દહેશતને પગલે ઓનલાઈન શોપિંગમાં 15 ટકાનો વધારો

દિલ્હીઃ ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે અને હવે પોઝિટિવ કેસનો આંકડો 90 હજારની ઉપર પહોંચ્યો છે. છેલ્લા સાતેક દિવસથી કોરોનાના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહી છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને કારણે ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં નાઈટ કર્ફ્યુ સહિતના પ્રતિબંધ લાદવામાં આવ્યાં છે. દિલ્હીમાં વિકએન્ડ કર્ફ્યુની જાહેરાત […]

ગુજરાતમાં કોરોનાના 4213  કેસ નોંધાયા, અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 1835  કેસ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં રોજબરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજે ગુરૂવારે રાજ્યમાં કોરોનાના 3350  કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 1835  કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે કોરોનાને લીધે એકનું મોત નિપજ્યુ હતુ. સરકારે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાની લોકોને અપીલ કરી છે. રાજ્ય સરકારે કોરોનાના વધતા જતાં કેસને લીધે વાઈબ્રન્ટ સમિટ, અમદાવાદનો ફ્લાવર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code