15થી 18 વર્ષના બાળકોનું રસીકરણઃ વડોદરામાં 70 હજાર કિશોરોને રસીથી સુરક્ષિત કરાશે
અમદાવાદાઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં તા. 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના કિશોરોને રસીકરણથી સુરક્ષિત કરવામાં આવશે. કિશોરોના રસીકરણને લઈને ગુજરાત સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવ્યાં છે. દરમિયાન વડોદરામાં 70 હજાર કિશોરોને કોરોનાની રસીથી સુરક્ષિત કરવામાં આવશે. વડોદરાના જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું હતું કે, જિલ્લાની નગર પાલિકાઓ અને ગામોમાં તરુણ રસીકરણની સરળતા […]


