1. Home
  2. Tag "CORONA"

કોરોના સંકટઃ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં સ્કૂલોના વિદ્યાર્થીઓ થઈ રહ્યાં છે સંક્રમિત

અમદાવાદઃ ગુજરાતમાં દિવાળી બાદ સ્કૂલોમાં સરકારની કોરોના ગાઈડલાઈન અનુસાર વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. દરમિયાન રાજ્યમાં ફરીએક વાર કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં બાળકોને ગંભીર અસર થઈ ન હતી. પરંતુ હાલ કોરોનાની ઝપેટમાં સ્કૂલના વિદ્યાર્થીઓ પણ આવી રહ્યાં છે. ગુજરાતની હેરિટેજ સીટી અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા એમ […]

ભારતના 12 રાજ્યમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની દસ્તકઃ 113 કેસ નોંધાયાં

દિલ્હીઃ દુનિયાના અનેક દેશોમાં કોરોના વાયરસનો નવો વેરિએન્ટ ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં લગભગ 12 રાજ્યોમાં ઓમિક્રોનના પોઝિટિવ કેસ મળી આવ્યાં છે. ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહિત 12 રાજ્યોમાં અત્યાર સુધીમાં 113 જેટલા કેસ મળી આવ્યાં છે. દરમિયાન સરકારે લોકોને કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન વિશે ચેતવણી આપતા કહ્યું કે તેને હળવાશથી ન […]

કોરોનાનું સંકટઃ નવી મુંબઈની એક સ્કૂલના 16 વિદ્યાર્થીઓ સંક્રમિત, વાલીઓમાં ભય

મુંબઈઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ભય ફેલાયો છે. દરમિયાન મહારાષ્ટ્રના નવી મુંબઈના ઘંસોલીની એક શાળામાં એક-બે નહીં પરંતુ 16 જેટલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત હોવાનું સામે આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. આ તમામ બાળકોને નજીકના કોવિડ સેન્ટરમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં છે. સ્કૂલમાં અભ્યાસ કરતા ધો-8થી 11ના […]

કોરોનાને કારણે ચંદીગઢમાં ફરીવાર સ્કૂલો બંધ,બાળકોના ભણતરને અસર થવાની સંભાવના

ચંદીગઢમાં કોરોનાની અસર ફરીવાર શાળાઓ થઈ બંધ બાળકોના ભણતરને અસર ચંદીગઢ:કોરોનાને કારણે ઉત્તરભારતના શહેર ચંદીગઢના પ્રસાશને મહત્વનો નિર્ણય લીધો છે. ચંદીગઢમાં કોરોનાને ધ્યાનમાં રાખીને શાળાઓને ફરીવાર બંધ કરી દેવામાં આવી છે અને તે હવે આગામી 7 જાન્યુઆરી 2022 સુધી બંધ રહેશે. જાણકારી અનુસાર રાજ્ય સરકારે સ્વીકાર્યું છે કે બાળકોને ચેપના વધતા જોખમથી બચાવવું જરૂરી છે […]

સરકારે આપી મોટી ચેતવણી,કહ્યું ભારતમાં બ્રિટન જેવી સ્થિતિ થઈ તો રોજ કોરોનાના 14 લાખ કેસ નોંધાશે

દેશને કોરોનાથી ખતરો સરકારે આપી ચેતવણી બ્રિટન જેવી સ્થિતિ થાય તે પહેલા સતર્ક થાવ દિલ્હી:કોરોનાવાયરસને લઈને સરકાર દ્વારા ગંભીર ચેતવણી જાહેર કરવામાં આવી છે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે,લોકો સાવધાની નહીં રાખે અને કોવિડ પ્રોટોકોલનું પાલન નહીં કરે તો ભારતમાં પણ યુરોપ જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે. ભારતમાં પણ ઓમિક્રોનના કેસ વધતાં કેન્દ્ર […]

અમદાવાદની બે શાળામાં બાળકો કોરોના સંક્રમિત જોવા મળ્યા

અમદાવાદની શાળામાં બાળકો કોરોનાથી સંક્રમિત શાળા અઠવાડિયા માટે બંધ વડોદરામાં પણ બાળકો કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા અમદાવાદ:કોરોનાવાયરસ હવે દેશમાં તથા વિદેશમાં ફરીવાર માથું ઊંચકી રહ્યો છે, ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક દિવસથી કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે હવે અમદાવાદની બે શાળામાં બાળકો કોરોના સંક્રમિત જોવા મળ્યા. સમગ્ર જાણકારી એવી છે કે વડોદરાની બે શાળામાં […]

કોરોના મહામારીઃ દેશમાં અત્યાર સુધી કોરોનાના 66.15 કરોડ ટેસ્ટ કરાયાં

દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઓમિક્રોનના ખતરા વચ્ચે કોરોના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાના 136 કરોડ ડોઝ આપીને દેશની કરોડો પ્રજાને સુરક્ષિત કરવામાં આવી છે. 24 કલાક દેશમાં 70 લાખથી વધારે કોરોનાના ડોઝ આપવામાં આવ્યાં છે. હાલ દેશમાં 86415 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. બીજી તરફ રિકવરી રેડ પણ […]

રાજકોટમાં સ્કૂલોમાં કોરોનાનું સંક્રમણ ફેલાયુઃ 3 સ્કૂલો બંધ કરવાનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સ્કૂલોમાં ઓફલાઈનની સાથે ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. રાજ્યની મોટાભાગની સ્કૂલોમાં કોરોનાની ગાઈડલાઈન અનુસાર ઓફલાઈન વર્ગો ચલાવવામાં આવી રહ્યાં છે. દરમિયાન સૌરાષ્ટ્રની રાજધાની ગણાતા રાજકોટની કેટલીક શાળાઓમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે. રાજકોટની 3 શાળામાં 4 વિદ્યાર્થી અને એક શિક્ષક કોરોના સંક્રમિત થયાનું સામે આવતા ખળભળાટ મચી ગયો […]

કોરોના રસીકરણ અભિયાનઃ અમદાવાદમાં હજુ 10.57 લાખ લોકોએ નથી લીધો બીજો ડોઝ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી સામે રસી જ એક માત્ર રામબાણ ઈલાજ છે. જેથી ગુજરાતમાં રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં વધારેમાં વધારે લોકો કોરોનાની રસી લઈને સુરક્ષિત બને તે માટે મનપા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. મનપાએ કોરોના રસી લેનારાઓમાં તેલના પાઉચ સહિતની વસ્તુઓનું વિચરણ કર્યું છે. તેમજ એએમટીએસ, બીઆરટીએસ બસ […]

ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું : અમદાવાદમાં સૌથી વધુ લોકો સંક્રમિત થતા ચિંતાના વાદળ ઘેરાયા

ગુજરાતમાં ઓમિક્રોનનો ખતરો લોકોએ સતર્ક થવું જ પડશે અમદાવાદમાં સૌથી વધુ કેસ અમદાવાદ:ગુજરાત, ભારત દેશ તથા વિશ્વના દેશોમાં ભલે કોરોનાવાયરસના કેસ ઓછા થઈ રહ્યા હોય પરંતુ ઓમિક્રોન એ હવે લોકોની ચિંતાને વધારી રહ્યો છે. વાત એવી છે કે,ઓમિક્રોન પણ કોરોનાવાયરનો એક પ્રકાર છે જેના કેસ વિશ્વના મોટાભાગના દેશોમાં જોવા મળી રહ્યા છે. આવામાં ગુજરાતની વાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code