1. Home
  2. Tag "CORONA"

જૂનાગઢઃ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી આરોગ્ય કેન્દ્રોમાં ઓક્સિઝન પ્લાન્ટ કાર્યરત

અમદાવાદઃ જૂનાગઢ જિલ્લાનાં 9 સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે રૂા. ત્રણ કરોડ ઉપરાંતના ખર્ચે PSA ઓક્સિઝન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. સંબંધિત વિસ્તારના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આ પ્લાન્ટ કાર્યરત કરાયા છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરના સામના માટે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા સજ્જ થવા સાથે દરેક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૩૦ ઓક્સિઝન બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી […]

કોરોના રસીકરણઃ અમદાવાદમાં 50 લાખથી વધુ લોકો રસી લઈને થયાં સુરક્ષિત

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં કોરોનાની રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 5 કરોડથી વધારે લોકોને રસી આપવામાં આવી છે. સૌથી વધારે મેગાસિટી અમદાવાદમાં સૌથી વધારે લોકોએ કોરોનાની રસી લીધી છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 50 લાખ લોકોએ કોરોનાની રસી લઈને કોરોના સામે પોતાને સુરક્ષિત કર્યાં છે. મેગાસિટી અમદાવાદમાં અત્યાર સુધીમાં 35 લાખ લોકોએ કોરોનાનો એક […]

કોરોના રસીકરણ અભિયાનઃ ગુજરાતના 4187 ગામમાં 100 ટકા રસીકરણ પૂર્ણ

23 ટકા ગામોમાં 10 ટકા રસીકરણ ગીર સોમનાથ જિલ્લામાં 50 ટકા ડાંગ જિલ્લામાં સૌથી ઓછુ રસીકરણ અમદાવાદઃ કોરોના મહામારીને નાથવા માટે રસીકરણ અભિયાન જ એકમાત્ર હથિયાર છે. હાલ રાજ્યમાં 2500થી વધારે હોસ્પિટલ અને સેન્ટર ઉપર રસીકરણ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં પાંચ કરોડથી વધારે લોકોએ રસી લીધી છે. સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યના 23 ટકા એટલે […]

કોરોના સંકટઃ અત્યાર સુધીમાં 3.23 કરોડ લોકોએ કોરોનાને આપી મ્હાત

24 કલાકમાં 39114 દર્દીઓ થયા સાજા રિકવરી રેટ 97.48 ટકા થયો અત્યાર સુધીમાં 53.49 કરોડ કરાયાં ટેસ્ટ કોરોનાના નવા 37875 પોઝિટિવ કેસ નોંધાયાં દિલ્હીઃ ભારતમાં ફરીથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જો કે, બીજી તરફ મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી પરત ઘરે ફરી રહ્યાં છે. 24 કલાકમાં કોરોનાના 37875 જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં […]

ક્યુબા બે વર્ષના બાળકને કોરોનાની રસી આપનારો દુનિયાનો પ્રથમ દેશ બન્યો

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના સામે લડાઈ લડી રહ્યાં છે અને રસીકરણની કામગીરી ચાલી રહી છે. દરમિયાન બે વર્ષના બાળકને કોરોનાની રસી આપીને બાળકોને રસી આપનારો પ્રથમ દેશ ક્યુબા બન્યો છે. ક્યુબામાં બે વર્ષના બાળકો માટે દેશમાં જ ઉત્પાદીત કરાયેલી કોવિડ-19 રસીને મંજૂરી આપવામાં આવી છે. જો કે, WHOએ આ રસીને મંજૂરી નથી […]

કેરળ હાઈકોર્ટની ટકોર, જરૂરી હોય તે લોકોને વેક્સિનનો બીજો ડોઝ 84 દિવસ પહેલા આપવા કહ્યું

કેરળમાં કોરોનાવાયરસનું સંક્રમણ ચીંતાનો વિષય કેરળ હાઈકોર્ટનો મહત્વનો આદેશ છેલ્લા કેટલાક દિવસથી કેરળમાં કેસ વધ્યા કોરોનાવાયરસના કેસ છેલ્લા કેટલાક દિવસથી વધી રહ્યા છે તો ક્યારેક ઘટી રહ્યા છે. પણ જે રીતે દેશમાં કોરોનાવાયરસના કેસ નોંધવામાં આવી રહ્યા છે તે ચીંતાનો વિષય છે. દેશમાં જેટલા પણ કોરોનાવાયરસના કેસ નોંધવામાં આવી રહ્યા છે તેમાંથી મોટા ભાગના કેસ […]

અમેરિકામાં ફાઈઝરની વેક્સિન લેનારા લોકો પર થયો સર્વે, ચોંકાવી દે તેવા પરિણામ આવ્યા

કોરોનાથી બચવા વેક્સિન જરૂરી અમેરિકામાં વેક્સિનેશન પર સર્વે ફાઈઝરની વેક્સિન લેનારા લોકો પર થયો સર્વે દિલ્લી: કોરોનાથી બચવા માટે વેક્સિન સૌથી વધારે મજબૂત હથિયાર છે તેના વિશે તો વિશ્વના મોટા ભાગના દેશોને જાણ છે. અમેરિકામાં આ બાબતે ફાઈઝરની વેક્સિન લેનારા લોકો પર સર્વે કરવામાં આવ્યો છે. ફાઈઝરની વેક્સિન લેનારા લોકો પર થયેલા સર્વેમાં જાણવા મળ્યું […]

કોરોના રસીકરણમાં વસતીના મામલે ગુજરાત અગ્રેસરઃ 4.91 કરોડ લોકોને કોરોના સામે કરાયા સુરક્ષિત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કોરોના સામે એક માત્ર રામબાણ ઈલાજ રસીકરણ જ છે. જેથી સમગ્ર દેશમાં રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 68 કરોડથી વધારે લોકોને પ્રથમ અથવા બંને ડોઝ આપી દેવામાં આવ્યાં છે. સમગ્ર દેશમાં વસ્તીના આધારે રસીકરણ મામલે પ્રથમ […]

મહારાષ્ટ્રમાં  કોરોનાનો કહેરઃ 7 જીલ્લાઓમાં વધી રહેલા કેસો એ સરકારની ચિંતામાં વધારો કર્યો

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધ્યો 7 જીલ્લાઓમાં વધતા કેસોએ ચિંતા વધારી મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાની થોડી રાહત બાદ ફરી એકવાર કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે.  કોરોના કેસ હવે ઘટવાને બદલે વધતા જઈ રહ્યા છે. ઉદ્ધવ સરકાર નિયમિત બેઠકો યોજીને આગામી ત્રીજી લહેરને રોકવાનો સતત પ્રયાસ કરી રહી છે. રવિવારે, સરકારે એક બેઠકનું ખાસ આયોજન કર્યું […]

કોરોના મહામારીઃ સુરતની એક સ્કૂલની બે વિદ્યાર્થીઓ થયાં સંક્રમિત, હાલ શાળા બંધ કરાઈ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં સતત ઘટાડો થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ સ્કૂલમાં ઓફલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન સુરતના ઉઘના વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાં બે વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા મનપા તંત્ર દોડતું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code