તાલિબાને નર્સિંગના અભ્યાસ ઉપર મુકેલા પ્રતિબંધ સામે ક્રિકેટર રાશિદ ખાને વ્યક્ત કરી નારાજગી
અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાનની ગણતરી હાલમાં વિશ્વના સૌથી પ્રખ્યાત ક્રિકેટરોમાં થાય છે. તેણે પોતાની રમતથી એક અલગ જ છાપ છોડી છે. રાશિદ અફઘાનિસ્તાનનો મોટો અવાજ મનાય છે. તેણે દેશની તાલિબાન સરકારના નિર્ણય પર કડક વલણ અપનાવીને મહિલાઓ માટે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે મહિલાઓને તબીબી સંસ્થાઓમાં અભ્યાસ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. […]