1. Home
  2. Tag "dakor"

ડાકોરમાં રણછોડરાયજીના ફાગણી પૂનમના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યાં

ડાકોર, 02 માર્ચ, 2026: Devotees thronged to have darshan of Ranchhodraiji in Dakor સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના ઠાકોરજીના દર્શનનું વિશેષ મહાત્મ્ય છે. ફાગણી પૂનમના દર્શન માટે અમદાવાદ સહિત દુર દુરથી પદયાત્રીઓ ડાકોર પહોંચતા હોય છે. આજે સવારથી ડાકોરમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે. જ્યારે “જય રણછોડ, માખણ ચોર” ના ગગનભેદી નાદ સાથે મોટી […]

ડાકોર જવા પગપાળા સંઘો થયા રવાના,જય રણછોડના નાદથી માર્ગો ગુંજી ઊઠ્યા

અમદાવાદ, 26 ફેબ્રુઆરી 2026: ફાગણી પૂનમને ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે આજે ગુરૂવારથી પદયાત્રીઓ ડાકોર જવા રવાના થયા છે. અમદાવાદથી ડાકોર જતા રોડ પર પદયાત્રીઓની વણઝાર જોવા મળી રહી છે, પદયાત્રી સંઘો જય રણછોડના નાદ સાથે ભજન કિર્તન કરતા ડાકોર તરફ આગળ વધી રહ્યા છે. રોડની બન્ને બાજુ ઠેર ઠેર સેવા કેમ્પો લાગી ગયા […]

ફાગણી પૂનમે ડાકોર જતા પદયાત્રી સંઘો DJ કે લાઉડ સ્પીકર વગાડી નહીં શકે

અમદાવાદ, 23 ફેબ્રુઆરી 2026:  ફાગણી પૂનમને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. મોટી સંખ્યામાં પદયાત્રિકો ડોકારમાં ઠાકોરજીના દર્શન માટે જતા હોય છે. ત્યારે પદયાત્રાને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પદયાત્રી માર્ગ ઉપર કોઈપણ વ્યક્તિ ડીજે અથવા લાઉડ સ્પીકર નહીં વગાડી શકે.તેમજ પદયાત્રી રૂટ ઉપર સ્ટેજ કે મંચ બનાવીને કોઈપણ સંસ્થા કે ટ્રસ્ટ લાઉડ સ્પીકર […]

ડાકોરના ગાપોલપુરા વિસ્તારમાં દીવાલ ધસી પડતા શ્રમિક યુવાનું મોત

નડિયાદ તા. 25 ડિસેમ્બર 2025: Youth dies after wall collapses  સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના ગોપાલપુરા વિસ્તારમાં એક જર્જરિત મકાનને ઉતારવાની કામગીરી દરમિયાન અચાનક દીવાલ ધસી પડતા શ્રમિક યુવાનનું કાટમાળ નીચે દટાઈ જવાથી મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને કાટમાળમાં દટાયેલા શ્રમિક યુવાને બહાર કાઢવામાં આવ્યો હતો. પણ ગંભીર ઈજાને લીધે […]

ડાકોરના રણછોડરાયજીને ભાવિકો ઓનલાઈન નોંધણી કરાવી વસ્ત્રો અર્પણ કરી શકશે

આવતીકાલ ગુરૂવારથી ભાવિકો મંદિરની વેબસાઈટ પર બુકિંગ કરાવી શકશે સવારના વસ્ત્રો માટે રૂપિયા 5000 અને સાજના વસ્ત્રો માટે 2500 જમા કરાવવા પડશે વસ્ત્ર નોંધણી અંગે મંદિરનો નિર્ણય આખરી ગણાશે ડાકોરઃ યાત્રાધામ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા શ્રી રણછોડરાયજી મંદિરમાં ભગવાનને વસ્ત્રો અર્પણ કરવા માટે આવતી કાલ તા. 3થી એપ્રિલથી નવી પહેલ શરૂ કરવામાં આવશે. જેમાં ભક્તો […]

ડાકોરના ભક્તિપથ રૂટ પર પગપાળા યાત્રિકો માટે ભંડારાના રસોડાનો પ્રારંભ

સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર મંડપ બંધાયા પદયાત્રિકો માટે માલીશ કેન્દ્રો પણ ઊભા કરાયા આજથી જ પગપાળા યાત્રિકો ડાકોર જવા રવાના થયાં અમદાવાદઃ હોળી અને ધૂળેટીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ફાગણી પૂનમે ડાકોરના ઠાકોરજીના દર્શનનું વિશેષ મહાત્મ્ય છે.અને લાખો પદયાત્રિઓ ઠાકોરજીના દર્શન માટે ડાકોર જતા હોય છે. આજે રવિવારથી અમદાવાદથી પદયાત્રિઓ ડાકોર […]

ડાકોરમાં ફાગણી પૂનમે જતા પગપાળા સંઘો 9મી માર્ચથી પ્રયાણ કરશે

ડાકોર જતા રસ્તાઓ પર 250થી વધુ સંસ્થાઓ સેવા આપશે સ્વચ્છતા જળવાય તે માટે રોડ ફર ઠેર ઠેર સીસીટીવી લગાવાશે સેવાભાની કેમ્પોમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવાયો અમદાવાદઃ ડાકોરમાં ફાગણી પૂનમે ઠાકોરજીના દર્શનનું વિશેષ મહાત્મ્ય છે. મોટી સંખ્યામાં પદયાત્રીઓ અમદાવાદ, વડોદરા, નડિયાદ સહિત શહેરોમાંથી પગપાળા ડાકોર જતા હોય છે. અમદાવાદથી અનેક સંઘો પણ આગામી તા. 9મી માર્ચથી […]

ડાકોરમાં ફાગણી પૂર્ણિમાંએ રણછોડરાયજી મંદિરમાં દર્શન-આરતીના સમયમાં ફેરફાર

તેરસથી પૂનમ સુધી દર્શનના સમયમાં વધારો કરાયો ફાગણ પૂર્ણિમાના મેળાની તૈયારીઓ 12 માર્ચથી 15 માર્ચ સુધી મંદિરની પરિક્રમા બંધ રહેશે. ડાકોરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં દર વર્ષે ફાગણ પૂર્ણિમાના દિવસે મેળાનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે લાખો શ્રદ્ધાળુઓ રણછોડજીના મંદિરે દર્શનાર્થે પહોંચે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાગણ પૂર્ણિમાના મેળાને લઈને તંત્ર દ્વારા […]

ડાકોરના ગોમતી તળાવમાં ગંદકી અને જંગલી વેલનું સામ્રાજ્ય

ગોમતીના ઘાટ પર દબાણોનો રાફડો, રજુઆતો છતાં નગરપાલિકા દ્વારા તળાવ ગાંડી વેલ દુર કરતી નથી, નગરપાલિકા કહે છે. યાત્રાળુઓ દ્વારા તળાવમાં ગંદકી કરવામાં આવે છે ડાકોરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ગોમતી તળાવનું વિશેષ મહાત્મ્ય છે. યાત્રાળુઓ રણછોડરાયજીના દર્શન કર્યા બાદ ગોમતી ઘાટની મુલાકાત લેતા હોય છે. ત્યારે છેલ્લા મહિનાઓથી ગોમતી તળાવમાં સ્વચ્છતા પ્રત્યે દુર્લક્ષ સેવાતા ગંદકીનું […]

યાત્રાધામ ડાકોરમાં ગોમતી તળાવ ગટરોના પાણીથી પ્રદૂષિત બન્યુ, નગરપાલિકાની નિષ્ક્રિયતા

નડિયાદઃ ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રોજબરોજ અનેક યાત્રાળુઓ ઠાકોરજીના દર્શન માટે આવતા હોય છે. યાત્રિકો મંદિરમાં દર્શન કર્યા બાદ પવિત્ર ગોમતી તળાવની મુલાકાતે જતા હોય છે. પણ છેલ્લા ઘણા વખતથી  પવિત્ર ગોમતી તળાવના નીર પ્રદૂષિત થઈ રહ્યાં હોવા છતાં નગરપાલિકાનું તંત્ર નિષ્ક્રિય છે. ગોમતી તળાવમાં ગટરના પાણી ભળતા તળાવનું પાણી પ્રદૂષિત થઈ રહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code