ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં અષાઢી બીજથી ભક્તો કરી શકશે દર્શન
અમદાવાદઃ કોરોના મહામારીને પગલે ધાર્મિક સ્થળો પણ ભક્તોના દર્શન માટે બંધ કરવામાં આવ્યાં હતા. જો કે, હવે કોરોનાના કેસમાં ઘટાડો થતા જ ફરીથી જીવન પાટે ચડી રહ્યું છે. તેમજ સરકારે પણ નિયંત્રણો હળવા કર્યાં છે. દરમિયાન ગાંધીનગરમાં સુપ્રસિધ્ધ અક્ષરધામ મંદિર સોમવારથી ભક્તોના દર્શન માટે ખુલ્લુ મુકાશે. જો કે, દર્શનાર્થીઓએ કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. […]