1. Home
  2. Tag "Defeat"

IPL : CSKએ ચેન્નાઈના ચેપોક ખાતે હારનો બનાવ્યો નવો રેકોર઼્

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સનો હારનો સિલસિલો ચાલુ રહ્યો છે કારણ કે તેઓ તાજેતરની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હારી ગયા હતા. સીએસકેના હોમ ગ્રાઉન્ડ પર આ બીજી હાર છે જેણે ધોની અને કંપનીની પ્લેઓફમાં પહોંચવાની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. આ સિઝનમાં CSK માટે ઘણી બધી બાબતો ખોટી પડી છે. ન તો […]

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં હાર બાદ BCCIનો મોટો નિર્ણય, અભિષેક નાયર અને દિલીપને કોચિંગ ટીમમાંથી હટાવાયા

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક ચોંકાવનારો નિર્ણય લેતા, ફિલ્ડિંગ કોચ ટી દિલીપ અને સહાયક કોચ અભિષેક નાયરને ભારતીય ટીમના કોચિંગ સ્ટાફમાંથી દૂર કર્યા છે. ઓસ્ટ્રેલિયામાં 2024-25માં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતની શરમજનક હાર બાદ BCCIએ આ કાર્યવાહી કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોચિંગ સ્ટાફ અને અન્ય ઘણા સભ્યોને દૂર કરીને, BCCI એ કડક ચેતવણી આપી […]

IPL: રાજસ્થાનને હરાવીને ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચી

અમદાવાદઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 23મી મેચમાં, ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 58 રને હરાવ્યું. આ જીત સાથે, ગુજરાતની ટીમે પાંચમાંથી ચાર મેચ જીતી લીધી છે અને આઠ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. બુધવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 217 રનનો વિશાળ […]

IPL: ચેન્નાઈને 6 રને હરાવીને રાજસ્થાન રોયલ્સે પ્રથમ જીત મેળવી

મુંબઈઃ રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે શાનદાર જીત નોંધાવી છે. CSK ના કેપ્ટને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જ્યારે રાજસ્થાન બેટિંગ કરવા ઉતર્યું ત્યારે નીતિશ રાણાની શાનદાર 81 રનની ઇનિંગની મદદથી તેઓએ 182 રન બનાવ્યા હતા. આ સ્કોરનો પીછો કરતા CSK ફક્ત 176 રન જ બનાવી શક્યું છે. આ રીતે, […]

દિલ્હી વિધાનસભાની હાર બાદ હવે કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફાર કરે તેવી શકયતા

નવી દિલ્હીઃ હરિયાણા અને મહારાષ્ટ્ર પછી, દિલ્હીમાં પણ કોંગ્રેસને અપમાનનો સામનો કરવો પડ્યો છે. હવે કોંગ્રેસ આમાંથી પાઠ શીખી રહી હોય તેવું લાગે છે. તેમજ ફેબ્રુઆરીના અંત સુધીમાં કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફારો થાય તેવી શકયતાઓ જોવા મળી રહી છે. સંગઠનમાં પરિવર્તનની પ્રક્રિયા 2024ની લોકસભા ચૂંટણી પછી જ શરૂ થવાની હતી. પરંતુ રાજ્યની ચૂંટણીઓને કારણે અટકી […]

દિલ્હી ચૂંટણીમાં પરાજયનો મુદ્દે કેજરિવાલને મહાઠગ સુકેશ ચંદ્રશેખરે અભિનંદન પાઠવ્યાં!

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપમાં મુખ્યમંત્રીના ચહેરાને લઈને બેઠકોનો દોર ચાલી રહ્યો છે. બીજી તરફ આમ આદમી પાર્ટી દિલ્હી ચૂંટણીમાં પોતાની હારની સમીક્ષા કરી રહી છે. દરમિયાન દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે દિલ્હીની મંડોલી જેલમાંથી એક પત્ર આવ્યો છે. આ પત્ર બીજા કોઈએ નહીં પણ સુકેશ ચંદ્રશેખરે લખ્યો છે. મહાઠગ ચંદ્રશેખરએ […]

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય, સતત ત્રીજી વખત એક પણ બેઠક ના મળી

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સતત ત્રીજી વખત મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટી પોતાનું ખાતું પણ ખોલાવવામાં નિષ્ફળ રહી છે. જોકે, ગત ચૂંટણીની સરખામણીમાં, કોંગ્રેસનો મત હિસ્સો બે ટકા વધ્યો છે. આ વખતે તેમને 6.39 ટકા મત મળ્યા છે. 2020માં કોંગ્રેસને 4.26 ટકા મત મળ્યા હતા. 2015માં કોંગ્રેસને 9.7 ટકા મત મળ્યા હતા. બંને […]

દિલ્હીમાં ‘આપ’ની હાર માટે અન્ના હજારેએ અરવિંદ કેજરિવાલને જવાબદાર ઠરાવ્યાં

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂટણી પરિણામાં ભાજપાએ આમ આદમી પાર્ટીના વિજયરથને આ વખતે અટકાવ્યો છે. તેમજ 27 વર્ષ બાદ ફરીથી ભાજપા દિલ્હીમાં સરકાર બનાવી રહી છે. સીએમ આતિશીને બાદ કરતા દિલ્હી સરકારની કેબિનેટના મોટાભાગના મંત્રીઓને હારનો સામનો કરવો પડ્યો છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હાર માટે સામાજીક કાર્યકર અન્ના હજારેએ અરવિંદ કેજરિવાલને જવાબદાર ઠરાવ્યાં હતા. […]

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી: અંતિમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 184 રનથી હરાવ્યું

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હેઠળ રમાઈ રહેલી ડે ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 184 રનથી હરાવીને 5 મેચની શ્રેણીમાં 2-1ની લીડ મેળવી લીધી છે. 5માં દિવસે 340 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ માત્ર 155 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી માત્ર યશસ્વી જયસ્વાલે થોડી લડત આપી. તેણે 84 રનની શાનદાર અડધી સદીની ઈનિંગ રમી હતી. […]

મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાએ ત્રીજી મેચમાં ભારતને 83 રનથી હાર આપી

નવી દિલ્હીઃ મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાએ ત્રીજી અને અંતિમ મેચમાં ભારતને 83 રનથી હાર આપી.પર્થના મેદાનમાં આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ 3-0થી જીત મેળવીને શ્રેણી જીતી લીધી હતી. 299 રનના લક્ષ્યનો પીછો કરતા ભારત 45.1 ઓવરમાં 215 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ 105 રન બનાવ્યા હતા. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ એનાબેલ સધરલેન્ડના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code