1. Home
  2. Tag "delhi"

ભારતનું મેટ્રો નેટવર્ક હવે 1,000 કિલોમીટર સુધી પહોંચી ગયું છે: પ્રધાનમંત્રી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં રૂ. 12,200 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. પ્રોજેક્ટ્સનું મુખ્ય લક્ષ્ય પ્રાદેશિક કનેક્ટિવિટી વધારવાનું અને મુસાફરીની સરળતા સુનિશ્ચિત કરવાનું છે. પ્રધાનમંત્રીએ સાહિબાબાદ આરઆરટીએસ સ્ટેશનથી ન્યૂ અશોક નગર આરઆરટીએસ સ્ટેશન સુધી નમો ભારત ટ્રેનમાં સવારી પણ કરી હતી. આ પ્રસંગને સંબોધતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, દિલ્હી-એનસીઆરને […]

આજે, ભારત સહકારિતાના માધ્યમથી સમૃદ્ધિ પ્રાપ્ત કરવામાં વ્યસ્ત છે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ગ્રામીણ ભારત મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કર્યું હતું. વિકસિત ભારત 2024 માટે સ્થિતિસ્થાપક ગ્રામીણ ભારતનું નિર્માણ એ મહોત્સવની થીમ છે. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ઉપસ્થિત તમામ લોકોને વર્ષ 2025ની શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, વર્ષની શરૂઆતમાં ગ્રામીણ ભારત મહોત્સવનું ભવ્ય આયોજન […]

દિલ્હીમાં ધુમ્મસના કારણે લોકો લાચાર, 400 પ્લેન અને 75થી વધુ ટ્રેનોને અસર

શુક્રવારે દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે 400થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી હતી. બીજી તરફ વિવિધ સ્ટેશનો પર 40થી વધુ ટ્રેનો મોડી પહોંચી હતી, જ્યારે 35 ટ્રેનો મોડી ઉપડી હતી. શુક્રવારે સવારે રાજધાનીમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. તેની સૌથી વધુ અસર હવાઈ અને રેલ સેવાઓ પર જોવા મળી હતી. ગાઢ ધુમ્મસ વચ્ચે પણ દિલ્હી એરપોર્ટ પર […]

દિલ્હી ધુમ્મસની ચાદરમાં ઢંકાયું, AQI 348 નોંધાયો

નવી દિલ્હીઃ આજરોજ વહેલી સવારથી દિલ્હીમાં ધુમ્મસ છવાયું હતું. તાપમાન લઘુત્તમ 8 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું હતું. ત્યારે એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 348 નોંધાયો હતો. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે એક દિવસના વિરામ બાદ ડેટા અપડેટ કરવાનું ફરી શરૂ કર્યું. સેન્ટ્રલ પોલ્યુશન એન્ડ કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, સવારે 7:30 વાગ્યા સુધી રાજધાની દિલ્હીમાં આંકડો 348 હતો. […]

PM મોદીએ દિલ્હીને રૂ. 4500 કરોડના વિવિધ પ્રોજેક્ટોની ભેટ આપી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે દિલ્હીના અશોક વિહારમાં આયોજિત એક કાર્યક્રમમાં રિમોટ બટન દબાવીને રાષ્ટ્રીય રાજધાનીના રહેવાસીઓને રૂ. 4500 કરોડના વિવિધ પ્રોજેક્ટની ભેટ આપી હતી. જેજે ક્લસ્ટરના રહેવાસીઓ માટે તેની પાસે શાળાઓ અને કોલેજો સાથે સંકળાયેલા પ્રોજેક્ટ્સ સાથે 1,675 ફ્લેટ છે. આ પ્રસંગે પીએમએ કહ્યું હતું કે, આજે ઉદ્ઘાટન કરાયેલા પ્રોજેક્ટ્સ દિલ્હીના લોકોને સશક્ત બનાવવાની […]

દિલ્હીમાં આવતા અઠવાડિયે વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થાય તેવી શકયતા

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને રાજનીતિ જોરશોરથી ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ચૂંટણી પંચ 7 અથવા 8 જાન્યુઆરીએ દિલ્હી ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં ચૂંટણી થશે અને પરિણામ 15 ફેબ્રુઆરી પછી આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીમાં 11 થી 13 ફેબ્રુઆરી વચ્ચે […]

નકલી દસ્તાવેજો બનાવવાના રેકેટ પર પોલીસની કાર્યવાહી, દિલ્હીમાં 2 બાંગ્લાદેશી સહિત 4ની ધરપકડ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પોલીસે ફરી એકવાર નકલી દસ્તાવેજો બનાવતી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં 2 બાંગ્લાદેશી નાગરિકો સહિત ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બનાવટી દસ્તાવેજોની મદદથી બાંગ્લાદેશના નાગરિકો માટે આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજો બનાવવામાં આવી રહ્યા હતા. પોલીસે વસંત કુંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી નાગરિક મોહમ્મદ બબલુની ધરપકડ કરી છે, […]

પ્રધાનમંત્રી દિલ્હીમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે

નવી દિલ્હીઃ ‘તમામ માટે આવાસ’ની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 જાન્યુઆરીના રોજ બપોરે 12:10 વાગ્યે દિલ્હીના અશોક વિહારના સ્વાભિમાન એપાર્ટમેન્ટ્સમાં ઇન-સીટુ સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટ અંતર્ગત ઝુગ્ગી ઝોપરી (JJ) ક્લસ્ટર્સના રહેવાસીઓ માટે નવનિર્મિત ફ્લેટ્સની મુલાકાત લેશે. ત્યારબાદ બપોરે લગભગ 12:45 વાગ્યે તેઓ દિલ્હીમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી જેજે ક્લસ્ટરમાં રહેતા લોકો […]

દિલ્હી: નવા વર્ષની ઉજવણી માટે પોલીસે ટ્રાફિક એડવાઈઝરી જારી કરી

નવી દિલ્હીઃ દેશ અને દુનિયામાં નવા વર્ષની શરૂઆત થવા જઈ રહી છે. આ સ્થિતિમાં લોકો ઉજવણીની તૈયારીમાં વ્યસ્ત છે. ત્યારે દિલ્હી પોલીસે રાષ્ટ્રીય રાજધાનીમાં નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને જનતા માટે ટ્રાફિક એડવાઈઝરી જારી કરી છે. તે જ સમયે DMRC એ કેટલાક નિયમો પણ લાગુ કર્યા છે. દિલ્હીનું કનોટ પ્લેસ, ઈન્ડિયા ગેટ અને હૌઝ ખાસ […]

રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલે આમ આદમી પાર્ટી ઉપર કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ રાજ્યસભાના સાંસદ અને દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આમ આદમી પાર્ટી વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. સ્વાતિ માલીવાલે સોમવારે કહ્યું કે દિલ્હીના અન્ય વિધાનસભા મતવિસ્તારની ઓચિંતી મુલાકાત દરમિયાન, તેમણે આજ સુધી કોઈ વિસ્તારમાં આટલી ખરાબ હાલત જોઈ નથી. સ્વાતિ માલીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યું, આજ સુધી કોઈ વિસ્તારમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code