1. Home
  2. Tag "delhi"

દિલ્હીની બે શાળાઓને બોમ્બની ધમકી મળી, પોલીસ તંત્ર દોડતું થયું

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીની બે મોટી જાણીતી શાળાઓ ડીપીએસ આરકે પુરમ અને પશ્ચિમ વિહારની જીડી ગોએન્કાને બોમ્બની ધમકી મળી છે. આ ધમકી ઈ-મેલ દ્વારા આપવામાં આવી છે. આ ધમકી બાદ શાળા પ્રશાસને સાવચેતીના પગલારૂપે તમામ બાળકોને ઘરે મોકલી દીધા છે. ધમકીની માહિતી મળતાં જ દિલ્હી પોલીસ અને ફાયર બ્રિગેડના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેના […]

દિલ્હીમાં નિવૃત્ત એન્જિનિયર સાયબર ફ્રોડનો શિકાર બન્યા

નવી દિલ્હી: દેશમાં આ દિવસોમાં સાયબર ક્રાઈમની ઘટનાઓનું મોજુ ફરી વળ્યું છે. આવા સેંકડો સમાચારો દરરોજ આવી રહ્યા છે જેમાં લોકો સાયબર ગુનેગારોને તેમની મહેનતથી કમાયેલા પૈસા ગુમાવી રહ્યા છે. એવું નથી કે માત્ર અભણ કે ઓછું ભણેલા લોકો જ તેમની કમાણી ગુમાવી રહ્યા છે, સુશિક્ષિત લોકો સાયબર ગુનેગારોનો શિકાર બની રહ્યા છે. તેનો અર્થ […]

દિલ્હી બન્યું ક્રાઈમ કેપિટલ, વેપારીની સરાજાહેર ગોળીમારીને કરાઈ હત્યા

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું હોય તેમ ચોરી, હત્યા અને લૂંટ સહિતના ગુનામાં નોંધપાત્ર વધારો થયો છે. જેને લઈને અરવિંદ કેજરિવાલ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી ઉપર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન આજે ફરી એકવાર દિલ્હીમાં ગંભીર ઘટના બની હતી. મોટરસાઈકલ ઉપર આવેલા બે અજાણ્યા શખ્સોએ વેપારીની ગોળીમારીને હત્યા કરતા ખળભળાટ મચી […]

ભાજપા દિલ્હીમાં આપના મતદારોના નામ હટાવી રહ્યાનો અરવિંદ કેજરિવાલે કર્યો આક્ષેપ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેની તૈયારીઓ પણ રાજકીય પક્ષો દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે. કેજરીવાલે આરોપ લગાવ્યો કે દિલ્હીમાં બીજેપી ગુપ્ત રીતે વોટ કપાવી રહી છે. તેમણે કહ્યું કે છેલ્લા એક મહિનામાં […]

દિલ્હીમાં ઠંડીથી લોકોની મુશ્કેલી વધી, કેટલાક રાજ્યમાં વરસાદની શકયતાઓ

ઉત્તર પ્રદેશમાં હવામાન ચોખ્ખું રહ્યું છે અને કેટલાક સમયથી સૂકી સ્થિતિ પ્રવર્તી રહી છે. આગામી દિવસોમાં પણ વાતાવરણ સ્વચ્છ રહેવાની શક્યતા છે. જો કે, તાપમાનમાં વધઘટ ચાલુ છે. અયોધ્યામાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસમાં 20થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે. રાજ્યમાં 10 […]

દિલ્હીમાં ઠંડીનો ચમકારો, તાપમાનનો પારો 12 ડિગ્રીએ પહોંચ્યો

અમદાવાદઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં 1.5 ડિગ્રીનો ઘટાડો થયો છે જે શિયાળાની શરૂઆતના સંકેત આપે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ઠંડા ઉત્તર-પશ્ચિમ પવનોને કારણે આ ઘટાડો થયો છે, જેની ઝડપ 8 થી 12 કિમી/કલાક છે. આ પવનોની સાથે દિલ્હીમાં આછું ધુમ્મસ અને ઝાકળ પણ […]

હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપા કવતરુ ઘડીને જીતીઃ અરવિંદ કેજરિવાલ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના જ બાકી છે. આ પહેલા દિલ્હીમાં રાજકીય ગરમાવો તેજ બની રહ્યો છે. આ દરમિયાન દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનરે ભાજપ પર આકરા પ્રહાર કર્યો છે. એક્સ પર પોસ્ટ કરીને કેજરીવાલે ભાજપ પર લોકોના મત કાપવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત હરિયાણા અને […]

વિરોધ કરી રહેલા ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવા મક્કમ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

નવી દિલ્હીઃ યુનાઈટેડ કિસાન મોરચાના નેતૃત્વમાં હજારો ખેડૂતો નોઈડાના માર્ગો ઉપર ઉતરી આવ્યા છે. તેમજ ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવા મક્કમ બન્યાં છે. વિરોધ કરી રહેલા ખેડૂતો દિલ્હી તરફ સતત આગળ વધી રહ્યા છે અને ખેડૂતોએ બેરિકેડ તોડી નાખ્યા હતા. તેઓ કડક પોલીસ બંદોબસ્ત તોડીને આગળ વધ્યા હતા, જો કે, થોડા અંતરે ખેડૂતોને ફરીથી અટકાવવામાં […]

દિલ્હીના પ્રશાંત વિહારમાં થયેલા બ્લાસ્ટ કેસમાં ચોંકાવનારો ખુલાસો

પ્રશાંત વિહારમાં બંસીવાલા સ્વીટ્સ અને CRPF સ્કૂલ પાસે થયેલા બ્લાસ્ટની તપાસમાં એક મોટો ખુલાસો થયો છે. બ્લાસ્ટમાં બેન્ઝોઈલ પેરોક્સાઇડ એટલે કે બ્લીચિંગ પાઉડરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પાવડરમાં અન્ય કેટલાક રસાયણો પણ ભેળવવામાં આવ્યા હતા, પરંતુ રોહિણી સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) પણ તે કયું રસાયણ હતું તે શોધી શકી નથી. બીજી […]

દિલ્હીની હવામાં કોઈ સુધારો નહીં, AQI 318 નોંધાયો

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા સતત બગડી રહી છે. જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ રહી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 318 પર નોંધવામાં આવ્યો હતો. જ્યારે નોઈડા અને ગુરુગ્રામમાં હવાની ગુણવત્તા ખૂબ નબળી શ્રેણીમાં નોંધવામાં આવી હતી. શનિવાર એ સતત છઠ્ઠો દિવસ છે જ્યારે દિલ્હી-એનસીઆરની હવાની ગુણવત્તા ખૂબ જ નબળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code