1. Home
  2. Tag "delhi"

દિલ્હીઃ ભારત અને જાપાન વચ્ચે ત્રીજી બેઠક 20 ઓગસ્ટે યોજાશે

નવી દિલ્હીઃ ભારત અને જાપાનના સંરક્ષણ અને વિદેશ મંત્રીઓની ત્રીજી બેઠક મંગળવારે નવી દિલ્હીમાં યોજાશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર આ બેઠકમાં ભાગ લેશે. જાપાન તરફથી સંરક્ષણ પ્રધાન મિનોરુ કિહારા અને વિદેશ મંત્રી યોકો કામિકાવા બેઠકમાં ભાગ લેશે. બંને દેશોના સંરક્ષણ અને વિદેશ મંત્રીઓની છેલ્લી બે […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ ન્યૂઝીલેન્ડના સફળ પ્રવાસ બાદ તિમોર-લેસ્તેની રાજધાની દીલીની મુલાકાતે

નવી દિલ્હીઃ ભારતીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમની ત્રણ દેશોની રાજ્ય યાત્રાના અંતિમ તબક્કામાં આજે તિમોર-લેસ્તે પહોંચ્યા હતા. તિમોર-લેસ્ટેની રાજધાની દિલીમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તિમોર-લેસ્તેની કોઈપણ ભારતીય રાષ્ટ્રપ્રમુખની આ પ્રથમ મુલાકાત છે. રાષ્ટ્રપતિ મુર્મુના એક્સ હેન્ડલ પર દિલ્હી પહોંચવાની તસવીરો શેર કરવામાં આવી છે. તિમોર-લેસ્ટેના પ્રમુખ જોસ રામોસ હોર્ટાનું એરપોર્ટ પર સ્થાનિક બાળકોએ […]

દિલ્હીઃ ISIS નો આતંકવાદી ઝડપાયો, આરોપી પાસેથી હથિયાર જપ્ત કરાયાં

નવી દિલ્હીઃ દેશમાં તા. 15મી ઓગસ્ટની ભવ્ય ઉજવણી માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરમિયાન દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. આઈએસઆઈએસ મોડ્યુઅલના આતંકવાદીને ઝડપી લઈને પોલીસે વધુ તપાસ આરંભી છે. તપાસનીશ એજન્સી એનઆઈએએ આ આતંકવાદી ઉપર અગાઉ રૂ. 3 લાખનું ઈનામ જાહેર કર્યું છે. આતંકવાદી રિઝવાન દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં રહેતો હતો. પોલીસે આતંકવાદીના અન્ય […]

દિલ્હી સરકારની સલાહ વિના LG મ્યુનિ. કોર્પો.માં એલ્ડરમેનની નિમણૂક કરી શકે છે: સુપ્રીમ કોર્ટ

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એલ્ડરમેનની નિમણૂકને લઈને સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે, લેફ્ટનન્ટ ગવર્નર (LG) સરકારની સલાહ લીધા વિના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એલ્ડરમેનની નિમણૂક કરી શકે છે. કોર્ટના નિર્ણય બાદ AAP સરકારને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી સરકારે મંત્રી પરિષદની સલાહ વિના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એલ્ડરમેનની નિમણૂક કરવાના લેફ્ટનન્ટ ગવર્નરના નિર્ણયને પડકારતી અરજી કોર્ટમાં […]

એક્સાઈઝ પોલીસી કેસમાં CBI એ અરવિંદ કેજરિવાલ સામે ચાર્જશીટ ફાઈલ કરી

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ એક્સાઇઝ પોલિસી કેસમાં દિલ્હીના રાઉસ એવન્યુ કોર્ટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને અન્યો સામે ચાર્જશીટ દાખલ કરી છે. 25 જુલાઈના રોજ, રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત સીબીઆઈ કેસમાં મુખ્યમંત્રી કેજરીવાલની ન્યાયિક કસ્ટડી લંબાવી હતી. આ મામલામાં 8 ઓગસ્ટે સુનાવણી થશે. કેજરીવાલને તિહાર જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ […]

ભાજપના વરિષ્ઠ નેતા પ્રભાત ઝાનું નિધન, દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ પ્રભાત ઝાનું શુક્રવારે નિધન થયું છે. તેમણે દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. પ્રભાત ઝા મધ્યપ્રદેશ ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ હતા. પ્રભાત ઝા ઘણા સમયથી બીમાર હતા. પ્રભાત ઝાને ન્યુરોલોજીકલ પ્રોબ્લેમના કારણે એક મહિના પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.થોડા દિવસો પહેલા, તેમને એરલિફ્ટ કરીને દિલ્હીની એક હોસ્પિટલમાં […]

ગુજરાત ATSએ દિલ્હીથી અફઘાનિસ્તાનના ડ્રગ સ્મગલરની ધરપકડ કરી

અમદાવાદઃ ગુજરાતની ATSને આંતરરાષ્ટ્રીય ડ્રગ સ્મગલિંગ ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. આતંકવાદ વિરોધી ટુકડીએ દિલ્હીમાંથી એક અફઘાન નાગરિકની ધરપકડ કરી છે. ગુજરાત એટીએસના ડીઆઈજી સુનીલ જોશીએ શુક્રવારે આ માહિતી આપતાં કહ્યુ હતુ કે દિલ્હીમાં એક વ્યક્તિ દ્વારા ડ્રગ્સ સપ્લાય કરવાની માહિતી ક્રાઈમ બ્રાંચના ડીસીપી  બીપી રોઝીયાને મળી હતી જેમને તે માહિતી ગુજરાત એટીએસને આપી હતી. આ પછી […]

ટી20 વિશ્વ વિજેતા ટીમ ઈન્ડિયાનું આગમન, એરપોર્ટ ઉપર મોટી સંખ્યામાં પ્રશંસકોએ કર્યું અભિવાદન

નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીત્યા બાદ તમામ ભારતીય પ્રશંસકો વિશ્વ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાના ઘરે પરત ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, જે હવે પૂરી થઈ ગઈ છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ક્રિકેટ ટીમે 29 જૂને T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમને 7 રનથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ પછી, […]

T20 વિશ્વકપ જીતનારી ભારતીય ટીમ બાર્બાડોસથી ભારત આવવા રવાના, ગુરુવારે સવારે દિલ્હી પહોંચશે

નવી દિલ્હીઃ આઈસીસી ટી20 વિશ્વકપની ફાઈનલમાં ભવ્ય જીત બાદ ટીમ ઈન્ડિયા અને ભારતમાં હજુ ઉજવણીનો જ માહોલ છે. ફાઈનલ બાદ ભારતીય ટીમ ઝડપથી બાર્બાડોસથી પરત ફરે તેવી ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. વાવાઝોડાને પગલે ભારતીય ટીમ બાર્બાડોસમાં ફસાઈ હતી. જો કે, વાવાઝોડુ સમી જતા ભારતીય ટીમ બાર્બાડોસથી વતન જવા રવાના થઈ ગઈ છે. […]

દિલ્હી: એરપોર્ટના ટર્મિનલ 1ની છતનો ભાગ ધરાશાયી થતા 1 વ્યક્તિનું મૃત્યુ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં મુશળધાર વરસાદને પગલે  દિલ્હી એરપોર્ટ ખાતે ટર્મિનલ 1ની છતનો ભાગ ધરાશાયી થયો હતો. જેમાં 8 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે અને સારવાર દરમિયાન 1 વ્યક્તિનું મૃત્યું થયું છે. આ ઘટનાને પગલે ટર્મિનલ 1 પાસે પાર્ક કરાયેલા વાહનોને પણ મોટું નુકસાન થવા પામ્યુ છે. દિલ્હી ફાયર સર્વિસના અધિકારીના જણાવ્યા મુજબ ત્રણ ફાયરની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code