1. Home
  2. Tag "Demand"

કોરોનાને પગલે ગ્રામીણ વિસ્તારમાં રોજગારીની માંગમાં વધારો, મનરેગા હેઠળ 94994 કરોડનો ખર્ચ

નવી દિલ્હીઃ કોરોનાને કારણે લોકડાઉન દરમિયાન મોટી સંખ્યામાં પરપ્રાંતિય મજૂરો તેમના ગામ પરત ફર્યા હતા. રોગચાળા પહેલાના સમયગાળાની તુલનામાં, લોકડાઉન પછી મનરેગા હેઠળ રોજગારમાં નોંધપાત્ર વધારો થયો છે. ચાર રાજ્યોમાં રોજગાર યોજના હેઠળ ખર્ચમાં વધારો થયો છે. નાણાકીય વર્ષ 2020-21માં મનરેગાનું બજેટ 73 હજાર કરોડ હતું. અત્યાર સુધીમાં રૂ. 94,994 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. […]

ગુજરાત સરકાર બજેટમાં ઓટો સેક્ટરને વિશેષ રાહત આપીને વાહન રજિસ્ટ્રેશન ખર્ચમાં કરે તેવી માગ

અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ માર્ચના પ્રારંભથી થઈ રહ્યો છે. આ વર્ષ ચૂંટણીનું હોવાથી દરેકને ફિલગુડ બજેટની આશા છે. ત્યારે ઓટોમોબાઈલ ઈન્ડ્રસ્ટ્રીઝ પણ સરકાર પાસે વિશેષ રાહત મળે તેવી આશા રાખી રહી છે.કોરોના કાળથી મંદીમાં રહેલી ઓટો મોબાઈલ ઇન્ડસ્ટ્રીઝએ  હવે ગુજરાત સરકાર પાસે પોતાની માંગ મૂકી છે. કેન્દ્રીય બજેટમાં GSTમાં કોઈ રાહત ઓટો ક્ષેત્રને […]

GTU દ્વારા 15મીથી શરૂ થતી પરીક્ષામાં ઓનલાઈન અને ઓફલાઈન બે વિકલ્પ આપવા માગ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના ત્રીજા વેવમાં કેસ વધતા જતા યુનિવર્સિટીઓએ પરીક્ષાનો કાર્યક્રમ સ્થગિત કર્યો હતો. હવે રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. તેથી સરકારે નિયંત્રણો પણ હળવા કર્યા છે. ધો, 1થી 9 શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ આપવાનો પણ આવતી કાલથી પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને ઓફલાઈન અને ઓન લાઈન પરીક્ષા આપવાના બે વિકલ્પ […]

ગુજરાત યુનિવર્સિટીએ LLM સેમેસ્ટર-3ની પરીક્ષાના 4 દિવસ પહેલા જાણ કરાઈ, પરીક્ષા પાછી ઠેલવા માગ

અમદાવાદઃ કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે શૈક્ષણિક સંસ્થાઓમાં ઓફલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ઘણીબધી યુનિવર્સિટીઓએ પરીક્ષાનો કાર્યક્રમ પણ પાછો ઠેલ્યો છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં આગામી 1લી ફેબ્રુઆરીથી એલએલએમ સેમેસ્ટર-3ની પરીક્ષા શરૂ થશે. પરીક્ષા માટે ગુજરાત યુનિવર્સિટીએ 27 જાન્યુઆરીએ જ પરિપત્ર દ્વારા જાણ કરી છે.પરીક્ષાના 4 દિવસ અગાઉ જ પરીક્ષા અંગે જાણ […]

ખંભાતી રંગબેરંગી પતંગોની સૌથી વધુ માગ, 7000 લોકોને રોજગારી આપતો પતંગ બનાવવાનો ઉદ્યોગ

અમદાવાદઃ ગુજરાતની પ્રજા ઉત્સવ પ્રેમી છે. દરેક ઉત્સવને ઉલ્લાસથી મનાવવામાં આવતા હોય છે. મકરસંક્રાતિના પર્વે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જતું હોય છે. ત્યારે પતંગો બનાવવી પણ એક કળા છે. અમદાવાદ સહિત નાના-મોટા શહેરોમાં પતંગો બનાવવામાં આવતી હોય છે પણ ખંભાતની પતંગોની માગ ખૂબ રહેતી હોવાથી નાના એવા આ શહેરમાં પતંગ ઉદ્યોગ સારાએવો ખિલ્યો છે. ખંભાતની […]

બીસીસીઆઈ સમક્ષ મહિલા આઈપીએલ ટુર્નામેન્ટ શરૂ કરવાની માંગણી

દિલ્હીઃ ક્રિકેટ ચાહકો મહિલા આઈપીએલના આયોજનને લઈને ઘણા સમયથી માંગણી કરી રહ્યાં છે. તાજેતરમાં જ ભારતીય ટી-20 ટીમની કપ્તાન હરમનપ્રીત કૌરએ મેલબર્ન રેનેગેડ્સ તરફથી મહિલા બિગ બેશ લીગમાં પ્લેયર ઓફ ટૂર્નામેન્ટનો પુરસ્કાર જીત્યો છે. જે બાદ મહિલા આઈપીએલના સપોર્ટમાં અવાજ વધારે મજબુત બન્યો છે. હવે પૂર્વ ભારતીય મહિલા ક્રિકેટર અંજુમ ચોપડાએ પણ મહિલા આઈપીએલને લઈને […]

સરકાર અને મ્યુનિ.ના વિવિધ કામોમાં 40 ટકા ભાવ વધારો કરી આપવા સરકારી કોન્ટ્રાક્ટરોની માગ

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાને લીધે તમામ ચિજ-વસ્તુઓના બાવમાં પણ તોતિંગ વધારો થયો હતો. જેની અસર અસર બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો ઉપર પડી છે. સ્ટીલ, સિમેન્ટ, ડામર, રેતી, કપચી, ઇંટો, ટ્રાન્સપોર્ટેશનના ભાવમાં 30થી 40 ટકા ભાવ વધારો થતાં ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનની મીટિંગમાં સરકારી કામોમાં 40 ટકા વધારો આપવા માટે ઠરાવ કરાયો હતો. મીટિંગમાં રાજ્યના 200થી […]

સ્કુલ વર્ધીના વાહનોમાં પણ 20 ટકા વધારો કરવાની શાળા સંચાલકોની પેરવી

અમદાવાદઃ રાજ્યમાં ધો. 1થી 5ના વર્ગોની શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયું છે. સ્કૂલો ઓફલાઇન શરૂ થયા બાદ વાલીઓ માટે બાળકને સ્કૂલે મુકવા-લેવાની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની છે. વાલીઓ પર આર્થિક બોજ વધી શકે છે. સ્કૂલ સંચાલકો ટ્રાન્સપોર્ટેશન ફીમાં 20 ટકા સુધીનો વધારો કરી શકે છે. જ્યારે સ્કૂલ વર્ધી એસોસિએશન પણ ભાડાંમાં કેટલો વધારો કરવો […]

CBSEએ ધો.10 અને 12માં 30 ટકા કોર્ષ ઘટાડ્યો પણ ગુજરાત બોર્ડ કેમ સિલેબર્સ ઘટાડતી નથી?

અમદાવાદઃ ગુજરાતમાં ધો. 6થી12ની શાળાઓમાં ઓફલાઈન વર્ગો  દિવાળી પહેલાથી શરૂ થઈ ગયા છે. જોકે ઓફલાઈન સ્કૂલો શરૂ કરી છે તેની સાથે ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રાખવામાં આવ્યું છે. પરંતું કોરોનાને કારણે બાળકોના શિક્ષણ પર સૌથી મોટી અસર થઈ હોવાથી CBSE બોર્ડ દ્વારા 30 ટકા કોર્સ ઘટાડવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાત શિક્ષણ બોર્ડે કોર્સ ઘટાડવા ગત […]

લગ્નસરાની સીઝન, ડિઝિટલ વિડિયો કંકોતરી, અને ફુડમાં લાઈવ કાઉન્ટરની માગ વધી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કાળે લોકોને ઘણુંબધું સિખવ્યું છે. છેલ્લા દોઢેક વર્ષથી કોરોનાને કારણે લગ્નની સિઝનમાં લોકો સાદગી કે પછી સરકારી ગાઈડ લાઈનને અનુસરીને લગ્ન પ્રસંગ પુરો કરતાં હતાં. પરંતુ હવે કોરોના બાદ લગ્ન પ્રસંગની સિઝન ફરીવાર શરૂ થઈ છે.  ત્યારે વેડિંગ સેક્ટરમાં અનેક પ્રકારના બદલાવ આવ્યાં છે. જેમાં કંકોત્રીથી લઈને ફૂડ અને ડેકોરેશનમાં વિવિધતા જોવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code