1. Home
  2. Tag "Demand"

ચીનઃ સરકાર સામે પ્રજામાં વ્યાપક રોષ, અનેક વિસ્તારોમાં જિંનપિંગને હટાવવાની માંગણી સાથે બેનરો લાગ્યાં

નવી દિલ્હીઃ ચીનમાં વર્તમાન સરકાર સામે અસંતોષ વધવાના સંકેત દેખાઈ રહ્યા છે. બેઇજિંગમાં દુકાનોની બહાર અચાનક ઘણા બેનરો દેખાયા. તેમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગને પદ પરથી હટાવવા અને કોરોના પ્રતિબંધો ખતમ કરવા જેવા ઘણા સૂત્રો લખેલા હતા. જિનપિંગ વિરુદ્ધ આ પ્રકારના બેનરો પહેલીવાર જોવા મળ્યા છે. ચીનની રાજધાની બેઇજિંગના માર્ગો પર લાગેલા આ બેનરોનાં કેટલાંય ચિત્રો […]

પાલનપુરમાં માલણ દરવાજા પાસેની ડમ્પિંગ સાઈટ હટાવવાની વર્ષો જુની માગણીનો કોઈ ઉકેલ આવતો નથી

પાલનપુરઃ શહેરમાં ડમ્પિંગ સાઈટ હટાવવાનો પ્રોજેક્ટ વર્ષોથી સરકારમાં ધૂળ ખાઈ રહ્યો છે. પાંચ વર્ષ પહેલા ડમ્પિંગ સાઈટ હટાવવા રાજ્ય સરકારમાં દરખાસ્ત થઈ હતી. જેને સરકારે મંજૂરી આપ્યા બાદ ટેન્ડરિંગ થયું હતું. જોકે એજન્સી દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરી નહતી. જે બાદ ફરી નવી એજન્સી માટેની દરખાસ્ત કરવામાં આવી હતી તે પણ હજુ સરકારમાં પેન્ડિંગ છે. […]

વઢવાણના ખોડુ સહિતના ગામોને નર્મદાનું પાણી સિંચાઈ માટે નહીં મળે તો મતદાનનો બહિષ્કાર કરાશે

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના વઢવાણ તાલુકાના ખોડુ ગામ ખાતે ખેડુતોની બેઠક મળી હતી. જેમાં જો ખોડુ ગામની સીમમાં  નર્મદાના પાણી ખેડૂતોને આપવામાં નહીં આવે તો ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરાશે. નર્મદાના પાણી સિંચાઈ માટે આપવાની માગ ખેડુતો ઘણા સમયથી કરી રહ્યા છે. હજુ પણ આગામી સપ્તાહમાં સરકારને રજુઆત કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર શહેરમાં અને તેના જિલ્લા […]

ગુજરાતમાં જ્ઞાતિ આધારિત વસતી ગણતરી કરીને ત્રણ મહિનામાં પૂર્ણ કરવા કોંગ્રેસની માગ

અમદાવાદઃ રાજયમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી તાત્કાલિક શરુ કરી ત્રણ માસમાં વસ્તી ગણતરીનું કામ પૂર્ણ કરવું જોઈએ, જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની કામગીરી પૂર્ણ થયા બાદ જ સ્થાનિક સ્વરાજની સંખ્યાઓ અને અન્ય આર્થિક સામાજીક જગ્યાએ OBC અનામતની સમીક્ષા કરી નિર્ણય કરવો જોઈએ તેવી કોંગ્રેસે માગ કરી છે. તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને […]

ખેડુતોના પ્રશ્નો ઉકેલવામાં નહીં આવે તો ભાજપને પણ રાજકીય વનવાસ ભોગવવો પડશેઃ કિસાન સંઘ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે વિવિધ કર્માચારી સંગઠનો તેમજ ખેડુત સંગઠનો પણ પોતાના પડતર પ્રશ્નો ઉકેલવા માટે સરકારનું નાક દબાવી રહી છે. ત્યારે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ચાલી રહેલા આંદોલનને હવે ગાંધીનગરથી ગામડે ગામડે પહોંચડવાની તૈયારી થઈ રહી છે. રાજ્ય સરકાર ખેડૂતોના મુદ્દે ઝડપથી નિર્ણય નહીં […]

વિચરતી વિમુક્ત જાતિને 11 ટકા અનામત નહીં અપાય તો ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની ચીમકી

ગાંધીનગરઃ રાજ્યમા વસવાટ કરતી વિચરતી વિમુક્ત જાતિ દ્વારા ગાંધીનગરમાં મહાસંમેલનનુ આયોજન કરાયુ હતું. સેક્ટર 11 સ્થિત રામકથા મેદાન ખાતે સમાજના મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. વિચરતી વિમુક્તિ જનજાતિ (NT /DNT) એ ભાજપ સરકાર સામે પડતર માંગો પુરી કરવાનું 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. વિચરતી વિમુકત જાતિએ 11 ટકા અલગ અનામત આપવાની પ્રબળ માંગણી કરી […]

ડીસા તાલુકામાં અતિવૃષ્ટિને લીધે નુકશાનનો સર્વે ક્યારે?, દાંતીવાડા ડેમએ 591 ફૂટની સપાટી વટાવી

પાલનપુરઃ બનાસકાંઠામાં આ વખતે સારોએવો વરસાદ પડ્યો છે. સારા વસાદને કારણે બનાસનદીમાં પૂર આવતા દાંતીવાડા ડેમમાં પણ પાણીની આવકમાં વધારો થયો છે. હાલ ડેમની સપાટી 591 ફુટને વટાવી ગઈ છે. દરમિયાન ડીસા તાલુકામાં અતિવૃષ્ટિને કારણે કૃષિપાકને સારૂએવું નુકશાન થયું છે. જેમાં તાલુકાના વરણ ગામે પણ ભારે વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને મોટું નુકસાન […]

ભારતીય રમકડાંની અમેરિકા, જાપાન સહિતના દેશોમાં બોલબાલા, રમકડાંની નિકાસ વધી અને આયાત ઘટી

નવી દિલ્હીઃ દેશમાં અત્યાર સુધી ચાઈના સહિતના દેશમાંથી આયાત થતા રમકડાંની ડિમાન્ડ હતી. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં આ ચિત્ર બદલાયું છે. આત્મનિર્ભર બનવાના ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે દેશના સાહસિકો સતત આવક વધી રહ્યાં છે અને હવે ભારતમાં જ રમકડા મોટી સંખ્યામાં બની રહ્યાં છે, એટલું જ નહીં આતંરરાષ્ટ્રીય બજારમાં પણ ભારતીય રમકડાની બોલબાલા […]

ગ્રાન્ટેડ કોલેજોના 2006 પહેલા નિમણૂંક થયેલા અધ્યાપકોને પણ સળંગ નોકરીનો લાભ આપવા માગ

અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા 2006 પહેલા ફિક્સ પગારની નોકરીમાં જોડાયેલા કર્મચારીઓની સેવા સળંગ કરવાનો નિર્ણય કર્મચારીઓએ આવકર્યો છે. પરંતુ રાજ્ય સરકારના નિર્ણયથી રાજ્યની ગ્રાન્ટેડ કોલેજોમાં જોડાયેલા તમામ અધ્યાપક સહાયકોને બાકાત રાખવામાં આવ્યા છે. અધ્યાપકો બાકાત રહેતા નારાજગી જોવા મળી છે. ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકોએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજુઆત કરવામાં આવશે. અને રાજ્ય સરકારના કર્મચારીઓની જેમ […]

દેશમાં આશરે 5,12,000 મેટ્રિક ટન ઔષધિય વનસ્પતિઓની માંગ

નવી દિલ્હીઃ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશન (ICFRE) દ્વારા નેશનલ મેડિસિનલ પ્લાન્ટ્સ બોર્ડ (NMPB) દ્વારા સમર્થિત વાર્ષિક ‘મેડિસિનલ પ્લાન્ટ્સ ઇન ઇન્ડિયા: એન એસેસમેન્ટ ઑફ ધ ડિમાન્ડ એન્ડ સપ્લાય, વેદ એન્ડ ગોરૈયા (2017)’ શીર્ષક ધરાવતા અભ્યાસ મુજબ 2014-15માં દેશમાં જડીબુટ્ટીઓ/ઔષધિય વનસ્પતિઓની માંગ આશરે 5,12,000 મેટ્રિક ટન અંદાજવામાં આવી હતી. અભ્યાસ મુજબ, લગભગ 1178 ઔષધિય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code