બનાસકાંઠા પર મેધરાજા મહેરબાન, 13 તાલુકામાં વરસાદ, દીઓદરમાં 8 અને ડીસામાં 5 ઈંચ,
પાલનપુરઃ ઉનાળા દરમિયાન બનાસકાંઠા જિલ્લાએ પાણીની વિકટ સમસ્યાનો સામનો કર્યો હતો, પાણી માટે આંદોલન પણ કરાયા હતા. ત્યારે હવે મેઘરાજાએ પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા વિસ્તારોમાં હેત વરસાવ્યું હતું. જિલ્લામાં ગતરાત્રે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં લાંબી રાહ જોવડાવ્યા બાદ મધરાતે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી, જેમાં દિયોદરમાં 24 કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો […]