મતભેદો અંતર તરફ દોરી જાય અને અંતર વિખવાદમાં પરિવર્તિત થઈ શકે છેઃ PM મોદી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થાઇલેન્ડમાં આયોજિત “SAMVAD” કાર્યક્રમ દરમિયાન વીડિયો સંદેશ મારફતે પોતાનું વક્તવ્ય આપ્યું હતું. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે થાઇલેન્ડમાં ‘સંવાદ’ની આવૃત્તિમાં જોડાવા બદલ સન્માનની લાગણી વ્યક્ત કરી હતી અને આ કાર્યક્રમને શક્ય બનાવવા બદલ ભારત, જાપાન અને થાઇલેન્ડની વિશિષ્ટ સંસ્થાઓ અને વ્યક્તિઓની પ્રશંસા કરી હતી. તેમણે તમામ સહભાગીઓને શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએ […]