અંબાજીમાં ભાદરવી પુનમના મેળાને લીધે તમામ રસ્તાઓ પર વાહનો માટે ડાયવર્ઝન અપાયા
અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આગામી તા. 23મી સપ્ટેમ્બરથી 29મી સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે. મહામેળામાં લાખોની સંખ્યામાં યાત્રિકો આવતા હોવાથી તંત્ર દ્વારા ધૂમ તૈયારીઓ ચાલી રહી છે. અંબાજીમાં પગપાળા યાત્રાળુઓ અને સંઘો પણ મોટી સંખ્યામાં આવતા હોય છે. આથી પગપાળા સંઘો અને દર્શન માટે આવતા ભાવિક ભક્તોને અડચણ ઉભી ન થાય તેમજ અંબાજી ટાઉનમાં […]