1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અંબાજીમાં ભાદરવી પુનમના મેળાને લીધે તમામ રસ્તાઓ પર વાહનો માટે ડાયવર્ઝન અપાયા
અંબાજીમાં ભાદરવી પુનમના મેળાને લીધે તમામ રસ્તાઓ પર વાહનો માટે ડાયવર્ઝન અપાયા

અંબાજીમાં ભાદરવી પુનમના મેળાને લીધે તમામ રસ્તાઓ પર વાહનો માટે ડાયવર્ઝન અપાયા

0

અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આગામી તા. 23મી સપ્ટેમ્બરથી 29મી સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે. મહામેળામાં લાખોની સંખ્યામાં યાત્રિકો આવતા હોવાથી તંત્ર દ્વારા ધૂમ તૈયારીઓ ચાલી રહી છે. અંબાજીમાં પગપાળા યાત્રાળુઓ અને સંઘો પણ મોટી સંખ્યામાં આવતા હોય છે. આથી પગપાળા સંઘો અને દર્શન માટે આવતા ભાવિક ભક્તોને અડચણ ઉભી ન થાય તેમજ અંબાજી ટાઉનમાં મેળા દરમિયાન સંપૂર્ણ વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે માટે અંબાજી ટાઉનમાંથી પસાર થતાં વાહનોને ડાયવર્ઝન નક્કી કરાયા છે. તમામ વાહનચાલકોએ તેનું પાલન કરવા અપિલ કરવામાં આવી છે.

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે વાહનો માટે ડાયવર્ઝનનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજસ્થાન આબુરોડ તરફથી વાયા અંબાજી થઇ હિંમતનગર થઇ અમદાવાદ જતાં વાહનોએ આબુરોડ, સ્વરૂપગંજ, રોહિડા, માંડવા, હડાદ, પોશીના ત્રણ રસ્તા થઇ હિંમતનગર થઇ અમદાવાદ જવાનું રહેશે. તેવી જ રીતે અમદાવાદ થઇ હિંમતનગર થઇ અંબાજી થઇ આબુરોડ રાજસ્થાન તરફ જતા વાહનોએ અમદાવાદ થઇ હિંમતનગર થઇ પોશીના, હડાદ, માંડવા, રોહિડા, સ્વરૂપગંજ થઇ આબુરોડ તરફ જવાનું રહેશે.

આ ઉપરાંત પાલનપુર થઇ દાંતા અંબાજી થઇ હડાદ થઇ હિંમતનગર તરફ જતા વાહનોએ પાલનપુર થઇ દાંતા થઇ સનાલી થઇ હડાદ થઇ હિંમતનગર તરફ જવાનું રહેશે. તેવી જ રીતે હિંમતનગર- હડાદ- અંબાજી-દાંતા તરફ આવતા વાહનોએ હિંમતનગર- હડાદ- સનાલી- દાંતા તરફ જવાનું રહેશે. પાલનપુર કે આબુરોડ થઇ બાલારામ થઇ વિરમપુર થઇ ગબ્બર થઇ અંબાજી થઇ હડાદ થઇ હિંમતનગર તરફ જતા વાહનોએ પાલનપુર થઇ દાંતા થઇ હિંમતનગર તરફ જવાનું રહેશે. તેવી જ રીતે હિંમતનગર- હડાદ- અંબાજી- ગબ્બર- વિરમપુર- બાલારામ- પાલનપુર તરફ જતા વાહનોએ હિંમતનગર- હડાદ- દાંતા- પાલનપુર- આબુરોડ તરફ જવાનું રહેશે. આ પ્રતિબંધ તા.23/09/23 થી તા.29/09/23 સુધી (બંને દિવસો સહીત) અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ 131 હેઠળ સજાને પાત્ર થશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.