1. Home
  2. Tag "DRUGS"

મુંબઈ એરપોર્ટ ઉપર 3 દિવસમાં રૂ. 10.54 કરોડનું ડ્રગ્સ, સોનુ અને વિદેશી ચલણ ઝડપાયું

મુંબઈઃ મુંબઈ હવાઈ મથક જકાત અધિકારીઓએ 10 થી 12 નવેમ્બર દરમિયાન છ અલગ અલગ કેસમાં 10 કરોડ 54 લાખ રૂપિયાનો માદક પદાર્થ, એક કરોડ 90 લાખ રૂપિયાની કિંમતનું સોનું અને 13 લાખ 16 હજાર રૂપિયાનું વિદેશી ચલણ જપ્ત કર્યું. પ્રાપ્ત માહિતીના આધારે, છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર જકાત અધિકારીઓએ બેંગકોકથી આવેલા એક મુસાફરને અટકાવ્યો […]

મુંબઈમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, 12 લોકોની ધરપકડ

મુંબઈને અડીને આવેલા મીરા-ભાયંદર વિસ્તારમાં પોલીસે ડ્રગ્સ વિરુદ્ધ એક મોટું ઓપરેશન હાથ ધર્યું છે. ગુપ્ત સૂચનાને આધારે કરવામાં આવેલા આ રેડમાં પોલીસે 12000 કરોડની કિંમતની ડ્રગ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. આ ઓપરેશન એટલું મોટું હતું કે જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે અંધાધૂંધી મચી ગઈ હતી. ફેક્ટરીની અંદર હજારો લિટર કાચો ડ્રગ્સ તૈયાર કરવામાં આવી રહ્યો […]

ગુજરાતઃ નશાકારક દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર વેચાણને રોકવા તમામ મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગ શરૂ કરાયું

અમદાવાદઃ રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર વેચાણને રોકવા માટે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાથી આજે બપોરે 12:00 વાગ્યાથી રાજ્યભરની મેડિકલ સ્ટોર્સમાં ગુજરાત પોલીસ દ્વારા મેગા ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકીંગ અભિયાનનો મુખ્ય હેતુ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ આવરી લેવાતી દવાઓનું […]

હિમાચલમાં બનેલી 45 દવાઓ સહિત દેશમાં બનેલ 186 દવાઓના નમૂના નિષ્ફળ, કંપનીઓને નોટિસ ફટકારવામાં આવી

હિમાચલ પ્રદેશમાં બનેલી 45 દવાઓ સહિત દેશમાં બનેલી 186 દવાઓના નમૂના નિષ્ફળ ગયા છે. જૂનમાં જારી કરાયેલા ડ્રગ એલર્ટમાં, સોલન જિલ્લાની 33 દવા કંપનીઓ, સિરમૌરની નવ અને ઉના જિલ્લાની ત્રણ દવા કંપનીઓના નમૂના નિષ્ફળ ગયા છે. આમાં પેટના કૃમિ મારવા માટેની દવાઓ, હાર્ટબર્ન દૂર કરવા માટેના ઇન્જેક્શન, તાવ દરમિયાન ચેપ દૂર કરવા માટેની દવાઓ, ગેસ્ટ્રિક […]

મિઝોરમમાં 52 કરોડથી વધુના ડ્રગ્સ સાથે બે આરોપી ઝડપાયાં

નવી દિલ્હીઃ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ,ડી. આર. આઈ.એ મિઝોરમની બહારના વિસ્તારમાં 52 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યનું એક કિલોગ્રામ ડ્રગ્સ સાથે બે લોકોની ધરપકડ કરી છે. નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મોડી રાત્રે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ટ્રકમાં પ્રતિબંધિત નશાકારક ગોળીઓ છુપાવીને લઇ જવાતી હતી. મળેલી માહિતીને આધારે આ ડ્રગ્સ ઝડપી લેવાયું […]

દિલ્હી NCRમાં 27.4 કરોડના નાર્કોટિક્સ જપ્ત : અમિત શાહ

નવી દિલ્હીઃ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) અને દિલ્હી પોલીસની સંયુક્ત ટીમે 27.4 કરોડ રૂપિયાના ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોલીસ અને એનસીબીની કામગીરીની પ્રશંસા કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે જણાવ્યું હતું કે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) અને દિલ્હી પોલીસની સંયુક્ત ટીમે 27.4 કરોડ રૂપિયાના ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત […]

અમદાવાદમાં પાર્સલની આડમાં આવેલો નશીલા દ્રવ્યોનો જથ્થો ઝડપાયો

અમદાવાદઃ ગુજરાતમાં નશાના કાળા કારોબારને નાથવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. બીજી તરફ ડ્રગ્સ માફિયાઓ અને પેડલર ડ્રગ્સની હેરાફેરી માટે નવી નવી તરકીબો અજમાવી રહ્યાં છે. દરમિયાન અમદાવાદ શહેરના શાહિબાગ ફોરેન પાસપોર્ટ ઓફિસમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. 110 જેટલા પાર્સલના આડમાં આ ગાંજો આવ્યોહોવાનું જાણવા મલે છે. આ પાર્સલ અમેરિકા, કેનેડા અને થાઈલેન્ડથી […]

મિઝોરમ: ચંફાઈ જિલ્લામાંથી સુરક્ષા દળોએ 66.31 કરોડ રૂપિયાનું ડ્રગ્સ કર્યું જપ્ત

નવી દિલ્હીઃ આસામ રાઈફલ્સે મિઝોરમ પોલીસ સાથે મળીને બે સંયુક્ત કામગીરીમાં સરહદી ચંફાઈ જિલ્લામાંથી 66.31 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ જિલ્લો મ્યાનમાર સાથે વાડ વગરની સરહદ ધરાવે છે અને ડ્રગ્સની દાણચોરીનું કેન્દ્ર છે. સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે આસામ રાઈફલ્સે પોલીસ કર્મચારીઓ સાથે મળીને શનિવારે ચંફાઇ જિલ્લાના ઝોખાવથરના ક્રોસિંગ પોઈન્ટ વનમાંથી 60.62 કરોડ રૂપિયાની […]

નવી મુંબઈઃ NCBએ, 200 કરોડ રૂપિયાના માદક દ્રવ્યો સાથે, ચારની ધરપકડ કરી

મુંબઈઃ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ની ટીમે, નવી મુંબઈમાં દરોડા પાડી 200 કરોડ રૂપિયાના માદક દ્રવ્યો જપ્ત કર્યા છે. NCB મુંબઈના સૂત્રોએ જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલા નવી મુંબઈમાં 200 ગ્રામ કોકેઈન જપ્ત થયા બાદ આ કેસની તપાસ કરવામાં આવી રહી છે. આ આધારે, એનસીબી એ 31 જાન્યુઆરીના રોજ મહારાષ્ટ્રના નવી મુંબઈમાં દરોડા દરમિયાન […]

ગોવામાં ડ્રગ્સનો કાળો કારોબાર કરતો હતો જર્મન, લાખોના ડ્રગ્સ સાથે ધરપકડ

ગોવાના એન્ટી નાર્કોટિક્સ સેલ (ANC) એ વેગેટર વિસ્તારમાં દરોડા પાડીને એક મોટા ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ કાર્યવાહીમાં 45 વર્ષીય જર્મન નાગરિક સેબેસ્ટિયન હેસલરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી મોટી માત્રામાં ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેમાં એલએસડી બ્લોટ પેપર, કેટામાઈન પાવડર, કેટામાઈન લિક્વિડ અને લગભગ 2 કિલો ગાંજાનો સમાવેશ થાય છે. જપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code