1. Home
  2. Tag "DRUGS"

ગુજરાતમાં એક વર્ષમાં 1900 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું, ડ્રગ્સનું નેટવર્ક તોડી પાડવા પોલીસનો એક્શન પ્લાન

અમદાવાદઃ ગુજરાતમાં યુવા પેઢીને નશાખોરીને રવાડે ચડતા અટકાવવા અને ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા માટે પોલીસ દ્વારા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન એક વર્ષના સમયગાળામાં પોલીસે વિવિધ વિસ્તારોમાંથી લગભગ 1900 કરોડથી વધુની કિંમતનો જથ્થો જપ્ત કર્યો છે તેમજ નશાનો કાળો કારોબાર કરતા અનેક આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પાકિસ્તાન, ઈરાન અને અફઘાનિસ્તાન […]

સોનાલી ફોગાટને બળજબરીથી ડ્રગ્સ આપવામાં આવ્યું હતું: CBIએ PA સહિત 2 લોકોને ચાર્જશીટમાં બનાવ્યા આરોપી

દિલ્હી : સોનાલી ફોગાટ મર્ડર કેસમાં સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી છે. સોનાલીનું ગોવાના કર્લીઝ બારમાં શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું. સોનાલીના પીએ સુધીર સાંગવાન અને સુખવિંદર પર આરોપ છે કે, તે લોકોએ ભેગાં મળીને સોનાલીને બળજબરીથી ડ્રગ્સ આપીને તેની હત્યા કરી હતી. સોનાલીની હત્યા માટે બંનેની સાથે જ  ધરપકડ પણ કરવામાં આવી હતી. હવે સીબીઆઈએ […]

દેશમાં આઠ વર્ષના સમયગાળામાં રૂ. 20 હજાર કરોડનું 3.33 લાખ કિલો ડ્રગ્સ જપ્ત કરાયું

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં “નશીલા દ્રવ્યોની દાણચોરી અને રાષ્ટ્રીય સુરક્ષા” પર એક ઉચ્ચ સ્તરીય પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ગોવા, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કેન્દ્ર શાસિત પ્રદેશો દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના મુખ્યમંત્રીઓ/નાયબ મુખ્યમંત્રી/વહીવટદારોની સાથે સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ […]

બાંગ્લાદેશમાં ડ્રગ્સની ઘુસણખોરી માટે ત્રિપુરાનો કોરિડોર તરીકે ઉપર થઈ રહ્યો છેઃ સીએમ માણિક સાહા

અગરતલા:  ત્રિપુરાનો ઉપયોગ મ્યાનમારથી બાંગ્લાદેશમાં ડ્રગ્સની દાણચોરી માટે કોરિડોર તરીકે કરવામાં આવી રહ્યો છે. તેમ મુખ્યમંત્રી માણિક સાહાએ કહ્યું હતું.  ગુવાહાટીમાં ડ્રગની હેરાફેરી અને રાષ્ટ્રીય સુરક્ષા અંગેની ઉચ્ચસ્તરીય બેઠક બાદ પત્રકારોને માહિતી આપતાં સીએમ સાહાએ કહ્યું કે રાજ્યની સરહદો પર દેખરેખ વધારવા માટે પગલાં લેવામાં આવશે. તેમણે કહ્યું કે, માદક દ્રવ્યોની દાણચોરી રોકવાના તમામ પ્રયાસો […]

રાજયની પોલીસ ડ્રગ્સના નેટવર્કને તોડવા માટે કટિબધ્ધઃ ગૃહરાજયમંત્રી હર્ષ સંધવી

અમદાવાદઃ રાજ્ય સરકાર ડ્રગ્સ માફિયાઓ વિરૂધ્ધ કડકમાં કડક પગલા લેવા કટીબધ્ધ છે અને હજુ પણ કડક હાથે કામગીરી કરવામાં આવશે. તેમ રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, એટીએસ અને ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ સાથે મળીને કલકત્તામાં ડી.આઈ.આર. સાથે મળીને 280 કરોડનું 39 કિલો ડ્રગ્સ પકડયું છે. આ ડ્રગ્સ કલકત્તાના પોર્ટ પરથી […]

ગુજરાતમાં ડ્રગ્સ પોલીસની મહેનતથી પકડાય છે, અને આ લડાઈ ખૂબ લાંબી ચાલશેઃ હર્ષ સંઘવી

ગાંધીનગરઃ ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ગુજરાતમાં ડ્રગ્સ સામેથી પકડાતું નથી પણ ગુજરાત પોલીસની મહેનત-મક્કમતાથી અને રાજ્ય સરકારની દ્રઢ ઈચ્છાશક્તિના પરિણામે ડ્રગ્સ પકડાય છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ લડાઈ હજી ખૂબ લાંબી ચાલશે. મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢ, દિલ્હી, રાજસ્થાન અને ઝારખંડ જેવા રાજ્યોનું ડ્રગ્સ નેટવર્ક તોડવામાં ગુજરાત પોલીસની ભૂમિકા અત્યંત મહત્વની […]

ગુજરાતમાં પાનોલી તેમજ વડોદરા નજીક ત્રણ દિવસમાં કરોડો રૂપિયાનું 800 કિલો ડ્રગ્સ પકડાયું

અમદાવાદઃ ગુજરાત ડ્રગ્સનું હબ બનતું જાય છે. છેલ્લા 3 દિવસમાં ગુજરાતમાં કુલ 803 કિલો એટલે કે પોણા ટનથી પણ વધુ MD ડ્રગ્સ ઝડપાયું છે. આમાંથી અડધો ટન જેટલો (513 કિલો) જથ્થો તો મુંબઈની એન્ટિ-નાર્કોટિક્સ સેલ આવીને ભરુચની પાનોલી GIDCની કંપનીમાંથી પકડી ગઈ છે. જ્યારે ગુજરાત પોલીસે પાનોલીની એ જ કંપનીમાંથી મંગળવારે વધુ 90 કિલો MD […]

ગુજરાત પોલીસે વિવિધ રાજ્યમાં ડ્રગ્સ પહોંચાડવાનું ષડયંત્ર રચનાર માફિયાઓની સાંકળ તોડીઃ હર્ષ સંઘવી

અમદાવાદઃ સુરત શહેરના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અમરોલી પોલીસ સ્ટેશનથી વિભાજીત કરાયેલા ઉત્રાણ ગામ ખાતેના ઉત્રાણ પોલીસ સ્ટેશનનું કૃષિ, ઉર્જા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. ઉત્રાણ પોલીસ સ્ટેશનથી મોટા વરાછા, ભરથાણા અને ઉત્રાણ વિસ્તારના 3.50 લાખથી વધુ લોકોને ફાયદો થશે. […]

મહારાષ્ટ્રના પાલઘરમાં 1400 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

મુંબઈઃ મહારાષ્ટ્ર ક્રાઈમ બ્રાન્ચના એન્ટી નાર્કોટિક્સ સેલના વર્લી યુનિટે એક મોટા ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પાલઘર જિલ્લાના નાલાસોપારા ખાતે દવા ઉત્પાદન એકમ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન 1400 કરોડ રૂપિયાની કિંમતનો 700 કિલોથી વધુ મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી 4 આરોપી મુંબઈના હતા […]

પોરબંદરના દરિયાકાંઠે ડ્રગ્સના પેકેટ્સ મળ્યાં બાદ સોમનાથના સમુદ્રકાંઠે પણ સર્ચ હાથ ધરાયું

અમદાવાદઃ ગુજરાતમાં ડ્રગ્સ પકડવાનો સિલસિલો અટકતો નથી. રાજ્યમાં 1600 કિમીનો દરિયા કાંઠો આવેલો છે. જેમાં સૌરાષ્ટ્રનો દરિયા કિનારો ડ્રગ્સ માફિયાઓને અનુકૂળ આવી ગયો છે. પરંતુ મરીન પોલીસ અને વિવિધ સુરક્ષા એજન્સીઓની બાદ નજર હોવાથી ડ્રગ્સ સપ્લાયરો પોલીસના ડરથી ક્યારે ક દરિયા કિનારે જ ડ્રગ્સના પેકેટ્સ ફેંકીને પલાયન થઈ જતા હોય છે. ત્યારે કચ્છ. જામનગર પોરંબંદર, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code