1. Home
  2. Tag "DRUGS"

કચ્છના દરિયાકાંઠા જખૌથી એક વર્ષમાં બિનવારસી હાલતમાં ચરસના 1500 પેકેટ ઝડપાયા

અમદાવાદઃ ગુજરાત પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ માર્ગે સીમાથી જોડાયેલું છે. દરમિયાન પાકિસ્તાનમાં બેઠેલા ડ્રગ્સ માફિયાઓ ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા નવા પેતરા અજમાવી રહ્યાં છે. તેમજ ગુજરાતનો દરિયાકાંઠા ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન બની ગયાનું મનાઈ રહ્યું છે. અવાર-નવાર દરિયા માર્ગે આવેલા ડ્રગ્સના જથ્થાને સુરક્ષા એજન્સીઓએ ઝડપી લીધો હતો.એક વર્ષના સમયગાળામાં પોલીસે કચ્છની સરહદ પાસેથી ચરસના […]

અમદાવાદઃ ગરમ મસાલાની આડમાં વિદેશ મોકલવામાં આવતું ડ્રગ્સ ઝડપાયું

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ કરીને ડ્રગ્સ માફિયાઓને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન અમદાવાદ શહેર ક્રાઈમબ્રાન્ચે કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી રૂ. 3 કરોડની કિંમતનો કેટામાઈન નામનું ડ્રગ્સ ઝડપી લીધુ હતું. ગરમ મસાલાની આડમાં ડ્રગ્સ વિદેશ મોકલવામાં આવી રહ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર નવસારીથી પાર્સલમાં કેટામાઈન યુએસ મોકલવામાં આવી રહ્યું હતું. […]

ગુજરાતમાં પોલીસની સારી કામગીરીને લીધે અગાઉ ન પકડાયું હોય તેટલું ડ્રગ્સ પકડાયું છે, હર્ષ સંઘવી

સુરતઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ડ્રગ્સ પકડવાનો સીલસિલો યથાવત રહ્યો છે.છાસવારે પકડાતાં ડ્રગ્સને લઈને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસના ભરપેટ વખાણ કર્યા હતાં. ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવતા તેમણે કહ્યું હતું કે, ગુજરાત પોલીસે હાલના સમયમાં સૌથી વધારે ડ્રગ્સ પકડયુ છે, જે આગાઉ ક્યારે પકડાયુ ન હતું.ગુજરાત પોલીસે ડ્રગ્સ માફિયાઓમાં ડર ઉભો કર્યો છે. જે રાજ્યની […]

સુરતઃ જગન્નાથપુરીની ટ્રેનમાંથી ગાંજો લઈને આવેલા ચાર સહિત પાંચની ધરપકડ

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ડ્રગ્સના કાળા કારોબારના રેકેટનો પર્દાફાશ કરવા માટે સુરક્ષા એજન્સીઓ સક્રીય બની છે. બે દિવસ પહેલા જખૌના દરિયામાંથી 280 કરોડનું ડ્રગ્સ અને ગઈકાલે અમદાવાદમાં લગભગ 23 લાખનું ડ્રગ્સ પકડાયા બાદ સુરતમાંથી લાખોની કિંમતમાં ગાંજાનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. ગાંજાનો જથ્થો ટ્રેનમાં જગન્નાથપુરીથી આવ્યો હતો. પોલીસે પાંચ આરોપીઓની પણ ધરપકડ કરીને […]

ગુજરાતનો દરિયા ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન, 10 મહિનામાં કરોડોનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

અમદાવાદઃ દેશમાં ડ્રગ્સના કાળા કારોબારના નેટવર્કને તોડી પાડવા માટે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે હવે પાકિસ્તાન સહિત દુનિયાના અન્ય દેશમાં બેઠેલા ડ્રગ્સ માફિયાઓ ભારતીય યુવાનોને નશાના રવાડે ચડાવવા માટે નવા-નવા પેતરા ઘડી રહ્યાં છે, હવે ડ્રગ્સ માફિયાઓએ ગુજરાતના દરિયા માર્ગે ભારતમાં ડ્રગ્સની ઘુસણખોરી કરાવવાના પ્રયાસ કરી રહ્યાં છે. જો કે, ગુજરાતમાં […]

કંડલા બંદર ઉપરથી ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં પંજાબમાંથી આયાતકારની ધરપકડ

અમદાવાદઃ ગુજરાતના કંડલા બંદર ઉપરથી તાજેતરમાં ઝડપાયેલા રૂ. 1439 કરોડના ડ્રગ્સ કેસમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સની તપાસ કરતા ઉત્તરાખંડના એક આયાતકારની સંડોવણી સામે આવી હતી. જો કે, બીજી તરફ પોતાની ધરપકડથી બચવા માટે આયાતકાર ફરાર થઈ ગયો હતો. પરંતુ તપાસ દરમિયાન તેને પંજાબમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. તેની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. ડીઆરઆઈએ […]

જખૌ નજીકથી પાકિસ્તાની બોટમાંથી રૂ. 280 કરોડનું હેરોઈન ઝડપાયું, અફઘાનિસ્તાન કનેકશન પણ સામે આવ્યું

અમદાવાદઃ ગુજરાતના દરિયામાંથી એટીએસ અને ઈન્ડિયાન કોસ્ટગાર્ડની ટીમે એક પાકિસ્તાની બોટમાંથી રૂ. 280 કરોડનું ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું હતું. સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સના જથ્થા સાથે 9 પાકિસ્તાની માછીમારોને ઝડપી લેવામાં આવ્યાં હતા. આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કરતા ગોળીબારની ઘટના બની હતી. જેમાં 3 વ્યક્તિઓને ઈજા થઈ હતી. પ્રાથમિક તપાસમાં ડ્રગ્સનો આ જથ્થો કરાંચીના મુસ્તુફા નામના ડ્રગ્સ માફિયાએ […]

કંડલા નજીક કન્ટેનરમાંથી 3000 કરોડનું ડ્રગ્ઝ પકડાયુ, ATS અને DRIની સંયુક્ત કાર્યવાહી

ગાંધીધામઃ ડ્રગ્સ હેરાફેરીમાં ગજરાતનો દરિયો કાંઠો સ્વર્ગ સમાન બનતો જાય છે. જેમાં કચ્છના બંદરો પરથી અગાઉ પણ ડ્રગ્સ પકડાયુ હતું. ત્યારે હવે ગાંધીધામ શહેરના ભચાઉ ધોરીમાર્ગ પર આવેલા CSF (કન્ટેન્ટર ફ્રેઈટ સ્ટેશન)માંથી DRI અને ATSએ સંયુક્ત તપાસકાર્ય અંતર્ગત દરોડા પાડ્યા હતા. જે દરમિયાન એક કન્ટેનરમાંથી કરોડો રૂપિયાનો હેરોઈનનો જથ્થો મળી આવ્યો છે. ટેલકમ પાવડર હેઠળ […]

ચીનના શાંઘાઈમાં લોકડાઉનના પગલે જનજીવન ખોરવાયું, જરૂરી દવાઓ અને ભોજનની અછત

નવી દિલ્હીઃ ચીનના શાંઘાઈમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. ચીનના પ્રશાસને પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અહીં કડક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર શાંઘાઈમાં લોકો માટે ભૂખમરા જેવી સ્થિતિ સર્જાઈ છે. લોકોમાં ખાવા-પીવાની વસ્તુઓનો અભાવ જોવા મળી રહ્યો છે. શહેરમાં એક વ્યક્તિ કોવિડ લોકડાઉનના નિયમોને તોડીને પોલીસ પાસે પહોંચ્યો હતો. તેને અપેક્ષા હતી કે […]

કચ્છમાંથી પકડાયેલા 21હજાર કરોડના ડ્રગ્સના જથ્થાને સળગાવીને નાશ કરાશે

ભૂજઃ કચ્છમાં છેલ્લા બે-ત્રણ મહિનામાં સૌથી વધુ ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. જેમાં મુન્દ્રામાંથી ત્રણ ટન જેટલો ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. જેની કિંમત આશરો 21 હજાર કરોડ જેટલી થાય છે. કોર્ટના આદેશ બાદ પરીક્ષણ, સેમ્પલીંગની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે ટૂંક સમયમાં ગાંધીધામ નજીક હેઝાર્ડસ વેસ્ટ ડિસ્ટ્રોય યુનિટમાં ડ્રગ્સનો નિકાલ કરાશે. દેશભરમાં ચકચાર જગાવનારા મુંદ્રા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code