મિલ્કતોના દસ્તાવેજના ઈ-રજિસ્ટ્રેશનમાં હવે પ્રોસેસિંગ ફી વસૂલ કરાશે
અમદાવાદ, 4 ફેબ્રુઆરી 2026: રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા હવે દસ્તાવેજોના ઈ-રજિસ્ટ્રેશનમાં પ્રોસેસિંગ ફી વસુલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ઇ-રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં ફીના માળખામાં કેટલાક ફેરફારો વિચારાધીન હતા, પરંતુ હવે મહેસૂલ વિભાગે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે ઇ-રજીસ્ટ્રેશન દ્વારા નોંધણી કરાવવામાં આવતા દરેક દસ્તાવેજ પર હવે પ્રોસેસિંગ ફી લાગુ થશે. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ […]


