1. Home
  2. Tag "Ektanagar"

G20: ધાન્યમાંથી તૈયાર કરાયેલુ વિશ્વનું પ્રથમ શરબત વિદેશી મહેમાનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું

અમદાવાદઃ વિશ્વ પ્રવાસન સ્થળ તરીકે અંકિત થયેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરના પ્રાંગણમાં યોજાયેલી G20 બિઝનેસ સમિટને અનુલક્ષીને ધ ફર્ન હોટલના પ્રાંગણમાં ભારતીય પરંપરાગત આહાર ‘શ્રી અન્ન’, વિવિધ પ્રકારના મરી-મસાલા સહિત ચા-કોફીના સ્ટોલ્સ ઉભા કરીને વિદેશી ડેલિગેટ્સ સમક્ષ પ્રસ્તુત કરી વિવિધ પ્રકારની ‘વાઇડ વેરાયટી’ ને વિશ્વના દેશો સુધી પહોંચાડવાનો એક આયોજનબદ્ધ પ્રયાસ ‘ઉદ્યોગ મંત્રાલય – ટીમ […]

MSMEs નું વૈશ્વિક GDPમાં લગભગ 50% યોગદાન

અમદાવાદઃ 3જી TIWG મીટીંગ ગુજરાતના એકતા નગર (કેવડિયા) માં શરૂ થઈ છે. આ ત્રિ-દિવસીય બેઠક દરમિયાન, G20 સભ્ય દેશો, આમંત્રિત દેશો, પ્રાદેશિક જૂથો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના 75થી વધુ પ્રતિનિધિઓ વૈશ્વિક વેપાર અને રોકાણ સંબંધિત મુદ્દાઓ પર સર્વસંમતિ બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરશે, સાથે સાથે ભારતીય પ્રમુખપદ દ્વારા આગળ મૂકવામાં આવેલી કાર્યવાહી-લક્ષી દરખાસ્તોને પૂર્ણ કરવા પર […]

એકતાનગરઃ G-20 સમિટને લઈ સુરક્ષા એજન્સીઓ એલર્ટ, મોકડ્રીલ યોજાઈ

અમદાવાદઃ આઝાદીના અમૃત મહોત્સવ અવસરે ભારત દેશ જી-20ની પ્રમુખ આગેવાની કરી રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લામાં આગામી સમયમાં એકતાનગર ખાતે જી-20 સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેને ધ્યાને લઈ પ્રવાસીની સલામતી તથા સુરક્ષા વ્યવસ્થાની ચકાસણીના ભાગરૂપે જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા મેજીસ્ટ્રેટ શ્વેતા તેવતિયાના પ્રેરક માર્ગદર્શન અને રાહબરી હેઠળ તથા CEO ની આગેવાની હેઠળ એકતાનગર (કેવડીયા) […]

સૌરાષ્ટ્ર-તમિલ સંગમઃ ગુજરાતનો ગરબો…તમિલનું ભરતનાટ્યમ, કથ્થક અને કલાકૃતિ એક સે બઢ કર એક

અમદાવાદઃ સૌરાષ્ટ્ર-તમિલ સંગમની ઉજવણી સદીઓના સંબંધોની યાદ તાજી કરવા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમના ચોથા દિવસે પ્રેક્ષકો ઝાંખી જોઈને ઝુમી ઉઠ્યા હતા. આ તમિલ સંગમ ઉજવણી ખરા અર્થમાં યાદગાર પુરવાર થઈ રહી છે. વિશ્વમાં સૌથી વધુ પ્રેમાળ, લાગણીશીલ, કરુણામય અને સંબંધોને મહત્વ આપનાર ભારત દેશ વિવિધતામાં એકતાના દર્શન કરાવે છે. “એક ભારત, શ્રેષ્ઠ ભારત” ના સૂત્રને ચરિતાર્થ […]

ભૂતકાળની જેમ આજે પણ ભારતના ઉદયથી પરેશાન થનારી શક્તિઓ હાજરઃ પીએમ મોદી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેઓ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા હતા. અહીં તેમણે ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલની ભવ્ય પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને જળ અર્પણ કરીને તેમને નમન કર્યા હતા. વડાપ્રધાને કેવડિયા પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ […]

એકતાનગરમાં તૈયાર કરાયેલા મેઝ ગાર્ડનમાં 1,80,000 જેટલા રોપાઓનું વાવેતર કરાયું

અમદાવાદઃ પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતના એકતા નગર ખાતે તૈયાર કરવામાં આવેલા મેઝ ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટનું લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રી બુદ્ધ પ્રતિમા સહિત જંગલના રસ્તા પરથી ચાલીને પસાર થયા અને ત્યારબાદ મેઝ ગાર્ડન તરફ આગળ વધ્યા હતા. તેમણે નવા પ્રશાસનિક ભવન, વિશ્રામ ગૃહ અને OYO હાઉસબોટનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ મેઝ ગાર્ડનમાં પણ લટાર મારી […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક એકતાનગર રેલવે સ્ટેશન પર ઈલે.વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન બનાવાશે

રાજપીપળાઃ કેવડીયામાં દુનિયાની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે ગ્રીન કોરીડોરથી જ લોકો પહોંચી શકશે. ક્ષેત્રને પ્રદુષણથી બચાવવા માટે રેલવેનાં એકતાનગર સ્ટેશને 51 ઈલેકટ્રીક ચાર્જીંગ સ્ટેશન બનાવવામાં આવશે. અહી ઈલેકટ્રીક વાહન ચાર્જ કરીને કેવડીયા સુધી જઈ શકાશે. સૂત્રોના જણાવ્યા મુજબ કેવડિયા રેવલે સ્ટેશનનું નવુ નામ એકતાનગર પવામાં આવ્યું છે. એકતાનગર […]

કેવડિયા રેલવે સ્ટેશનને નવું નામ અપાયું, હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા એકતાનગરની ટિકિટ લેવી પડશે

કેવડિયા : રાજ્યમાં સૌથી મોટો સરદાર સરોવર નર્મદા ડેમને લીધે કેવડિયા દેશભરમાં જાણીતુ બન્યુ હતું. ત્યારબાદ સ્ટચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાતા તેમજ આજુબાજુના સ્થળનો પ્રવાસન તરીકે વિકાસ કરાતા હનવે દુનિયામાં કેવડિયાનું નામ વધુ જાણીતુ બન્યુ છે. આમ વિશ્વસ્તરે ખ્યાતિ મળ્યા બાદ કેવડિયાની ઓળખ બદલાઈ છે. ત્યારે કેવડિયાના રેલવે સ્ટેશનને નવુ નામ મળ્યું છે. નર્મદા કેવડિયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code