1. Home
  2. Tag "ELECTION COMMISSION"

ભાજપ લોકસભા ચૂંટણીઓમાં મોટી સંખ્યામાં સાંસદોની ટિકિટો કાપશે

નવી દિલ્હી: હવે લગભગ નક્કી થઈ ગયું છે કે ભારતીય જનતા પાર્ટી મોટી સંખ્યામાં સાંસદોની ટિકિટો કાપવાની છ. ભાજપની રાષ્ટ્રીય પરિષદની બેઠકના પહેલા જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કરી દીધું છે કે ભાજપ તરફથી ઉમેદવાર કોઈ વ્યક્તિ નહીં, પરંતુ કમળનું ફૂલ છે. આ વાત તેમણે ગત વર્ષ થયેલી વિધાનસભા ચૂંટણી વખતે પણ કહી હતી […]

ભાજપને કોર્ટમાં જવાની ડૉ. સુબ્રમણ્યમ સ્વામીની ચેતવણી,ઉઠાવ્યા છે પાર્ટીની આંતરીક ચૂંટણીઓ પર સવાલ!

નવી દિલ્હી : ભાજપના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ ભાજપની આંતરીક ચૂંટણીઓનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે પાર્ટી અધ્યક્ષ જે. પી.નડ્ડાને ચિઠ્ઠી લખીને તેમના અધ્યક્ષ બનવા અને તેમના કાર્યકાળના વિસ્તરણને લઈને સવાલ ઉઠાવ્યા છે. સ્વામીએ આ ચિઠ્ઠી પણ સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેયર કરી છે. તેમનો દાવો છે કે ભાજપમાં પાર્ટીના […]

ચૂંટણી પંચના નિર્ણયને શરદ પવાર જૂથ પડકારે તે પહેલા જ અજિત પવાર જૂથે કોર્ટમાં અરજી દાખલ કરી

મુંબઈઃ ચૂંટણી પંચે અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને વાસ્તવિક NCP જાહેર કરી છે. પંચના આ નિર્ણય બાદ મહારાષ્ટ્રમાં શરદ પવારના જૂથે નારાજગી વ્યક્ત કરી હતી. જો કે, વિપક્ષ ટૂંક સમયમાં આ મુદ્દે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ હતી. દરમિયાન અજિત પવાર જૂથે બુધવારે કોર્ટમાં કેવિયેટ દાખલ કરી હતી. તેમના વતી એવી માંગણી […]

રાજકીય પક્ષો અને ઉમેદવારોએ રાજકીય પ્રચાર તથા રેલીઓમાં બાળકોનો ઉપયોગ નહીં કરી શકે

નવી દિલ્હીઃ સૂચનાઓમાં જણાવ્યા અનુસાર, ચૂંટણી સંબંધિત પ્રવૃત્તિઓમાં બાળ ભાગીદારી પર પ્રતિબંધ મુકાયો છે. રાજકીય પક્ષોને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવે છે કે, રેલીઓ, સૂત્રોચ્ચાર, પોસ્ટરો કે પત્રિકાઓનું વિતરણ કે ચૂંટણી સંબંધિત અન્ય કોઈ પ્રવૃત્તિ સહિત કોઈપણ પ્રકારના ચૂંટણી પ્રચારમાં બાળકોને સામેલ ન કરવા. રાજકીય નેતાઓ અને ઉમેદવારોએ બાળકોને કોઈપણ રીતે પ્રચારની પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરવો […]

રાજ્યસભાની 56 બેઠકો ઉપર તા. 27મી ફેબ્રુઆરીએ યોજાશે ચૂંટણી

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે રાજ્યસભાની 56 બેઠકો માટે ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. 15 રાજ્યની 56 બેઠકો ઉપર આગામી 27મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, રાજ્યસભાના 56 સાંસદોનો કાર્યકાળ એપ્રિલ 2024માં પૂર્ણ થઈ રહ્યો છે, જેને લઈને તા. 27મી ફેબ્રુઆરીએ સવારે 9થી સાંજના 4 કલાક સુધી મતદાન યોજાશે. ઉમેદવારી ફોર્મ […]

દિવ્યાંગો માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ ન કરવા નેતાઓને ચૂંટણી પંચની સલાહ

નવી દિલ્હી: ચુંટણી પંચે એક સલાહ જારી કરીને નેતાને તેમણા ભાષણમાં વિકલાંગ લોકો માટે અપમાન જનક શબ્દોનો ઉપયોગ ન કરવા વિનંતી કરી છે. ચુંટણી પંચે બધા નેતાઓને વિકલાંગ લોકો માટે જાહેર ભાષણમાં અપમાનજનક શબ્દોનો ઉપયોગ ન કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું છે કે કોઈ પણ પાર્ટીના નેતા કે તેમના પ્રતિનિધિઓ દ્વારા ભાષણમાં એવા શબ્દોનો […]

પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઃ ચૂંટણી પંચે રૂ. 2000 કરોડનું ડ્રગ્સ, રોકડ અને દારૂ જપ્ત કર્યો

નવી દિલ્હીઃ રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત પાંચેય રાજ્યોમાં શાંતિપૂર્ણ માહોલમાં વિધાનસભાની ચૂંટણી સંપન્ન છઈ છે. વિધાનસભાની ચૂંટણી દરમિયાન મતદારોને લાલચ આપવા માટે દારૂ અને પૈસા સહિતની વસ્તુઓનું વિતરણ ના થાય તેની ઉપર સતત નજર રાખવામાં આવી હતી. દરમિયાન ચૂંટણીપંચ દ્વારા પાંચેય રાજ્યોમાંથી રૂ. 2 હજાર કરોડની કિંમતનું ડ્રગ્સ, દારૂ અને રોક્ડ સહિતની મત્તા જપ્ત કરવામાં […]

રાજસ્થાનઃ ચૂંટણીપંચની કાર્યવાહીમાં 644 કરોડની ગેરકાયદે રોકડ અને સામગ્રી જપ્ત કરાઈ

જયપુરઃ રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ગત ચૂંટણીની સરખામણીમાં રેકોર્ડ જપ્તી થઈ છે. આદર્શ આચાર સંહિતા લાગુ થયા બાદથી, રાજસ્થાનમાં વિવિધ એજન્સીઓ દ્વારા 644 કરોડ રૂપિયાની ગેરકાયદેસર રોકડ અને વિવિધ વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. આમાં જયપુર જિલ્લામાં જપ્તીઓની સંખ્યા 106 કરોડને વટાવી ગઈ છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં આચારસંહિતા દરમિયાન થયેલી જપ્તીઓની સરખામણીમાં આ વખતે […]

પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની આચારસંહિતા વચ્ચે રૂ. 1760 કરોડથી વધુની જપ્તી

નવી દિલ્હીઃ ભારતના ચૂંટણી પંચના સતત પ્રયાસોને પગલે મિઝોરમ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણા જેવા પાંચ રાજ્યોમાં જપ્તીમાં નોંધપાત્ર અને ઝડપથી વધારો થયો છે. ચૂંટણીની જાહેરાત પછી પાંચ મતદાનમાં જતા રાજ્યોમાં રૂ. 1760 કરોડથી વધુની જપ્તી નોંધાઈ છે, જે 2018માં આ રાજ્યોમાં અગાઉની વિધાનસભાની ચૂંટણીઓમાં કરવામાં આવેલી જપ્તીના 7 ગણા (રૂ. 239.15 કરોડ) કરતા […]

તેલંગાણામાં વિધાનસભા ચૂંટણીને પગલે ચૂંટણીપંચનો સપાટો, રોકડ સહિત રૂ. 577 કરોડથી વધુની મતા જપ્ત કરાઈ

બેંગ્લોરઃ તેલંગાણામાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. એક તરફ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે રેલીઓ, જાહેર સભાઓ અને રોડ-શોનો આશરો લઈ રહ્યા છે, તો બીજી તરફ મતદારોને રીઝવવા માટે પૈસા અને દારૂના ઉપયોગનો મુદ્દો પણ પ્રકાશમાં આવી રહ્યો છે. 30 નવેમ્બરે યોજાનારી તેલંગાણા વિધાનસભાની ચૂંટણી માટે આદર્શ આચાર સંહિતા અમલમાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code