1. Home
  2. Tag "ELECTION COMMISSION"

મહારાષ્ટ્રમાં VVPAT ગણતરીમાં કોઈ ગેરરીતિ જોવા નથી મળી : ચૂંટણી પંચ

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પછી કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો દ્વારા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર ઉઠાવવામાં આવતા સતત પ્રશ્નો વચ્ચે, ભારતના ચૂંટણી પંચે આરોપોને ફગાવી દીધા અને કહ્યું છે કે, રાજ્યમાં VVPAT ની ગણતરીમાં કોઈ ખામી જોવા મળી નથી. આવ્યો છે. VVPAT મશીનની સ્લિપમાં કોઈ ભૂલ નથી કમિશને એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે […]

મહારાષ્ટ્ર ચૂંટણીમાં વોટની સંખ્યાને લઈને કોંગ્રેસના સવાલોનો ચૂંટણીપંચે આપ્યો જવાબ

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં વોટોની સંખ્યા અને મતદાન ટકાવારીને લઈને કોંગ્રેસે તરફથી ઉઠાવવામાં આવેલા સવાલોને લઈને ચૂંટણીપંચ દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. ચૂંટણીપંચે જણાવ્યું હતું કે, મતદાન દરમિયાન પોલિંગ એજન્ટને મતદાન ટકાવારી અને કુલ વોટની સંખ્યાની જાણકારી આપવામાં આવે છે. આ ઉપરાંત જો કોઈ પણ ફરિયાદ હોય અને જાણકારી હોય તો ચૂંટણીપંચ તેમને સાંભળવા […]

મહારાષ્ટ્ર ચૂંટણીઃ મતગણતરીમાં ભાજપાની આગેવાની હેઠળની મહાયુતિ આગળ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયા બાદ આજે સવારથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક તારણોથી ભાજપાની આગેવાની હેઠળની મહાયુતિ આગળ ચાલી રહ્યું છે. જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળના મહા વિકાસ અઘાડી ગઠબંધનનું ભારે ધોવાણ થયું છે. મહાયુતિ મતગણતરીમાં આગળ હોવાથી ભાજપા, શિવસેના (એકનાથ શિંદે) તથા એનસીપી (અજીત પવાર)ના નેતાઓ અને કાર્યકરોમાં ખુશીમાં ફેલાઈ […]

મહારાષ્ટ્રમાં 60 ટકા જેટલુ અને ઝારખંડમાં 70 ટકા જેટલુ મતદાન

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા માટે સવારે 7 કલાકે મતદાન શરૂ થયું હતું અને સાંજના છ વાગ્યા સુધી ચાલ્યું હતું. મહારાષ્ટ્રમાં પાંચ વાગ્યા સુધી 58 ટકા અને ઝારખંડમાં 68 ટકા જેટલુ મતદાન થયું હતું. સાંજે મતદાન પૂર્ણ થયું ત્યાં સુધી એકંદરે મહારાષ્ટ્રમાં 60થી 65 ટકા અને ઝારખંડમાં 70થી 75 ટકા જેટલુ મતદાન થયાનું જાણવા […]

મહારાષ્ટ્ર ચૂંટણીઃ ફિલ્મ અભિનેતાઓ, રાજકીય આગેવાનોએ કર્યું મતદાન

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સવારથી એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. જો કે, ઠંડીની અસર મતદાન ઉપર પડી હોય તેમ ખુબ ધીમુ મતદાન થઈ રહ્યું હોવાથી રાજકીય આગેવાનો પણ ચિંતામાં મુકાયાં છે. બીજી તરફ દેશના જાણીતા ઉદ્યોગપતિઓ અને ફિલ્મ સિતારાઓ પણ મતદાનનો ઉપયોગ કર્યો હતો. મહારાષ્ટ્રમાં મતદાનના ચાર કલાકમાં 18.14 જેટલુ મતદાન થયું હતું. ગઢચિરોલીમાં ચૌથી […]

મહારાષ્ટ્રમાં ચૂંટણીપંચના ફ્લાઈંગ સ્કવોડે અમિત શાહના હેલિકોપટરની તપાસ કરી

મુંબઈઃ મહારાષ્ટ્રના હિંગોલીમાં ગૃહમંત્રી અમિત શાહના હેલિકોપ્ટરની તલાશીનો મામલો સામે આવ્યો છે. ચૂંટણી પંચની ફ્લાઈંગ સ્કવોડે અમિત શાહની બેગ અને હેલિકોપ્ટરની તલાશી લીધી હતી. આ પહેલા લોકસભા ચૂંટણી 2024ના પ્રચાર દરમિયાન પણ શાહના હેલિકોપ્ટરની તલાશી લેવામાં આવી હતી. આયોગે બિહારના કટિહારમાં આ કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે 12 નવેમ્બરે ઉદ્ધવ ઠાકરેના હેલિકોપ્ટરની બીજી વખત […]

મહારાષ્ટ્ર-ઝારખંડમાંથી ચૂંટણીપંચ દ્વારા અત્યાર સુધીમાં 338 કરોડની મતા જપ્ત કરાઈ

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં આગામી દિવસમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. બંને રાજ્યમાં ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં નાણા અને દારૂની હેરાફેરીને અટકાવવા માટે તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન બંને રાજ્યમાંથી ચૂંટણીપંચ દ્વારા રૂ. 338 કરોડની વધુની મતા જપ્ત કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી […]

ઝારખંડમાં ચૂંટણી: ચૂંટણીપંચે અત્યાર સુધીમાં 3.15 કરોડની ગેરકાયદેસર સામગ્રી અને રોકડ જપ્ત કરી

નવી દિલ્હીઃ ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ રાજ્યના વિવિધ ભાગોમાંથી ત્રણ કરોડ 15 લાખ રૂપિયાથી વધુની ગેરકાયદેસર સામગ્રી અને રોકડ જપ્ત કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી અધિકારી કે. રવિ કુમારે જણાવ્યું કે આદર્શ આચાર સંહિતાનો કડક અમલ કરવા સૂચના આપવામાં આવી છે. પંચની માર્ગદર્શિકા અનુસાર, ચૂંટણીના સમયગાળા દરમિયાન વ્યક્તિઓને 50,000 રૂપિયા સુધી લઈ જવાની છૂટ […]

કોંગ્રેસે અશોક ગહેલોત અને સચિન પાયલોટને મહારાષ્ટ્રમાં સોંપી મહત્વની જવાબદારી

નવી દિલ્હીઃ ચૂંટણીપંચ દ્વારા આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી છે. બંને રાજ્યમાં ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષો પણ રણનીતિ તૈયાર કરવાની કામગીરી આરંભી દીધી છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા મહારાષ્ટ્રમાં સિનિયર નેતા અશોક ગહેલોત અને સચિન પાયલોટને મહત્વની જવાબદારી સોંપી છે. રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગહેલોત અને નાયબ મુખ્યમંત્રી […]

ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં 2.06 કરોડ મતદારાઓ મતાધિકારનો ઉપયોગ કરશે

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. અહીં 81 વિધાનસભા બેઠકો માટે બે તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં 13 નવેમ્બરે અને બીજા તબક્કામાં 20 નવેમ્બરે મતદાન થશે. જ્યારે 23મી નવેમ્બરે મતગણતરી થશે.મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે ઝારખંડમાં પ્રથમ તબક્કા માટે 18 ઓક્ટોબરે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. જ્યારે નામાંકન 25 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code