1. Home
  2. Tag "Election"

ગુજરાતમાં કોંગ્રેસ નામશેષ થઈ, ભાજપનો સેવાયજ્ઞ ચાલુ રહેશે : સી.આર.પાટીલ

અમદાવાદઃ છ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જ્યારે કોંગ્રેસને પરાજયનો સામનો કરવો પડ્યો છે. દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલે જીતેલા ઉમેદવારોને શુભકામના પાઠવી હતી. તેમજ છ કોર્પોરેશનની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ ગુજરાતમાં હવે કોંગ્રેસ નામશેષ થઈ ગઈ હોવાનું સી.આર.પાટિલે જણાવ્યું હતું. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીના આગેવાનીમાં ગુજરાતમાં […]

કોર્પોરેશન ચૂંટણીમાં કારમા પરાજય બાદ કોંગ્રેસમાં રાજીનામાનો દોર થયો શરૂ

અમદાવાદઃ ગુજરાતમાં છ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો હોવાનું લાગી રહ્યું છે. આ ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન ખુબ જ ખરાબ રહ્યું હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ 500 બેઠકો ઉપર જીતના લક્ષ્ય સાથે ચૂંટણીમાં વેગવંતો પ્રચાર કરતી ભાજપે 454 જેટલી બેઠકો ઉપર જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસનો 45 બેઠકો ઉપર વિજય થયો છે. કોર્પોરેશનની ચૂંટણીમાં […]

ગુજરાત ભાજપનો ગઢ હોવાનું ફરીથી સાબિત થયું : સીએમ રૂપાણી

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત છ કોર્પોરેશનમાં ભાજપની જીત થઈ છે અને તમામ કોર્પોરેશનમાં ફરી ભાજપએ ફરી સત્તા હાસંલ કરી છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના ભાજપના ટોચના નેતાઓએ પ્રજાનો આભાર માનીને કાર્યકરોને શુભકામનાઓ પાઠવી હતી. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના ગુજરાતે ભવ્ય વિજય અપાવીને ગુજરાત […]

ગુજરાતના રાજકારણમાં ‘આપ’ની એન્ટ્રી, સુરતમાં ચાર બેઠકો ઉપર મેળવી જીત

અમદાવાદઃ છ કોર્પોરેશનની ચૂંટણીમાં મતગણતરી ચાલી રહી છે. તેમજ તમામ કોર્પોરેશનમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટી અને એવૈસીની પાર્ટીએ પણ ગુજરાતના રાજકારણમાં પ્રવેશ કર્યો છે. સુરતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટે કી ટક્કર જેવો માહોલ સર્જાયો છે. આમ આદમી પાર્ટીના ચાર ઉમેદવારોની જીત થઈ હોવાનું જાણવા મળે છે. જ્યારે […]

કોર્પોરેશન ચૂંટણીઃ અમદાવાદમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ

અમદાવાદઃ કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરીને લઈને ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી હતી. ગુજરાત કોલેજ ખાતે મોબાઈલ ફોન મામલે ભાજપ અને કોગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતા પોલીસ દ્વારા મામલો થાળે પાડવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી ગુજરાત કોલેજ અને એલ.ડી.કોલેજના કેમ્પસમાં ચાલી રહી છે. દરમિયાન ગુજરાત […]

કોર્પોરેશન ચૂંટણીઃ અમદાવાદના ત્રણ વોર્ડમાં ભાજપની પેનેલોની જીત

અમદાવાદઃ કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી હાલ ચાલી રહી છે. જેમાં શરૂઆતના ટ્રેન્ડથી જ ભાજપ આગળ ચાલી રહી છે. દરમિયાન શહેરના જોધપુર, થલતેજ અને વસ્ત્રાલ વોર્ડમાં ભાજપની પેનલનો વિજય થયો હોવાનું જાણવા મળે છે. આમ હવે કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યાં છે. ભાજપની પેનલના વિજયને પગલે કાર્યકરોમાં ખુશી ફેલાઈ છે. પ્રાપ્ત માહિતી અનસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ છ કોર્પોરેશનમાં શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ આગળ

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત છ કોર્પોરેશનની ચૂંટણી તા. 21મી ફેબ્રુઆરીએ યોજાઈ હતી. આજે સવારથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી. મત ગણતરીમાં શરૂઆતથી ભાજપ આગળ હતું. જ્યારે કોંગ્રેસ મતદારોને આકર્ષવામાં નિષ્ફળ રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે સુરતમાં આમ આદમી પાર્ટીના 11 ઉમેદવારો ટ્રેન્ડમાં આગળ હોવાનું સામે આવ્યું છે. કોર્પોરેશનની ચૂંટણીમાં મતગણતરીમાં ભાજપ આગળ હોવાથી […]

કોર્પોરેશનની ચૂંટણી બાદ પક્ષવિરોધી પ્રવૃતિ કરનારા કાર્યકરો સામે ભાજપે શરૂ કરી કાર્યવાહી

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત કોર્પોરેશનમાં ગઈકાલે મતદાન પૂર્ણ થતા આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે. બીજી તરફ ભાજપ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા કાર્યકરો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ભાજપ સંગઠને કચ્છમાંથી 38 કાર્યકર તથા છોટા ઉદેપુરમાં 15 કાર્યકરોને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હોવાનું જાણવા મળે છે. નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા મોટી […]

કોર્પોરેશન ચૂંટણીઃ આવતીકાલે યોજાશે મતગણતરી, બપોર સુધીમાં ચિત્ર થઈ જશે સ્પષ્ટ

અમદાવાદ : ગુજરાતમાં ગઈકાલે અમદાવાદ સહિત છ કોર્પોરેશન માટે મતદાન યોજાયું હતું. એકંદર તમામ બેઠકો ઉપર સરેરાશ 42 ટકા જેટલું મતદાન યોજાયું હતું. તેમજ ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતની રાજકીય પાર્ટીઓના ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ થયાં છે. આવતીકાલે છ કોર્પોરેશનની ચૂંટણી માટે મતગણતરી યોજાશે. જો કે, ઓછા મતદાનને પગલે ઉમેદવારો અને રાજકીય પક્ષોની ચિંતામાં વધારો […]

કોર્પોરેશન ચૂંટણીઃ મતદાન પૂર્વે ચૂંટણી એજન્ટોની હાજરીમાં મોકપોલ યોજાશે

અમદાવાદઃ આવતીકાલે સવારે છ કોર્પોરેશનમાં મતદાન યોજાશે. મતદાનને લઈને ચૂંટણીપંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આવતીકાલે મતદાનના એક કલાક પહેલા ઉમેદવારો અને ચૂંટણી એજન્ટોની હાજરીમાં મોકપોલ યોજવામાં આવશે. તેમજ સવારથી અલગ-અલગ વોર્ડમાં EVM મશીન મોકલવામાં આવી રહ્યાં છે. ચૂંટણી અધિકારીઓ દ્વારા EVM ને ચેક કરી ચુસ્ત પોલીસ-બંદોબસ્ત સાથે વોર્ડના મતદાન મથકો પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code