રાજસ્થાન ઉપરાંત અન્ય 19 સ્થળો ઉપર સેનાના યુદ્ધ વિમાનને ઈમરજન્સી લેન્ડિંગની સુવિધા ઉભી કરાશે
દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે દેશની સુરક્ષાને મજબૂત કરવા માટે અન્ય 19 સ્થળોએ ઇમરજન્સી લેન્ડિંગ સુવિધાઓ વિકસાવવામાં આવશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે રાજસ્થાનમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 925A પર ઇમરજન્સી લેન્ડિંગ સુવિધાનું ઉદ્ઘાટન કરતાં તેમણે કહ્યું કે આ રાજમાર્ગ રન-વે વ્યૂહાત્મક રીતે મહત્વની સરહદોની સુરક્ષામાં દેશની સુરક્ષાને વધુ મજબૂત બનાવશે. […]


