1. Home
  2. Tag "employees"

ગુજરાતના કર્મચારીઓ પડતર પ્રશ્નેના ઉકેલ માટે 22મીએ દિલ્હીમાં રેલી યોજશે, આજથી લડતનો પ્રારંભ

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારના કર્મચારી મંડળોએ પડતર પર્શ્નો ઉકેલવા માટે સરકાર સામે મોરચો માંડ્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓએ સાતમા પગાર પંચના બાકી ભથ્થાં સહિતની 14 પડતર માગણી ઉકેલવામાં રાજ્ય સરકારની ઉદાસીનતાના વિરોધમાં 3થી 30મી સપ્ટેમ્બર સુધીના આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કર્યા છે. જે મુજબ આજે […]

ચૂંટણી ટાણે જ કર્મચારીઓના આંદોલનથી સરકાર બની ચિંતિત, પ્રશ્નો ઉકેલવા 5 મંત્રીઓની કમિટી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે જુદા જુદા કર્મચારી યુનિયનો, મંડળોએ પોતાના પડતર પ્રશ્નો ઉકેલવા માટે સરકારનું નાક દબાવ્યું છે. ચૂંટણી ટાણે કર્મચારીઓની નારાજગી સરકારને પોસાય તેમ નથી. દરમિયાન વડાપ્રધાને પણ તાજેતરમાં ભાજપના પદાધિકારીઓ સાથેની બેઠકમાં કર્ચારીઓના પ્રશ્ને ત્વરિત ઉકેલ લાવવાની સુચના આપી હતી. આથી સરકારે રાજ્યમાં થઈ […]

ઓણમ પર સરકારી કર્મચારીઓને કેરળ સરકારની મોટી ભેટ, મળશે 4000 રૂપિયાનું બોનસ

થીરુવાનાન્થાપુરમ :કેરળ સરકારે આગામી ઓણમ તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના કર્મચારીઓ માટે 4,000 રૂપિયાના બોનસની જાહેરાત કરી છે. કેરળના નાણામંત્રી કે. એન. બાલગોપાલે સોમવારે જણાવ્યું હતું કે,જે સરકારી કર્મચારીઓ બોનસના હકદાર નથી તેમને વિશેષ તહેવાર ભથ્થા તરીકે રૂ. 2,750 મળશે.બાલગોપાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,સરકારી ક્ષેત્રમાં કામ કરતા 13 લાખથી વધુ કર્મચારીઓ અને મજૂરોને સરકારની […]

જુની પેન્શન યોજનાનો અમલ સહિતના પ્રશ્નો નહીં ઉકેલાય તો કર્મચારીઓ આંદોલન કરશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ-ચાર મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારના કર્મચારીઓએ પણ પોતાના વણ ઉકલ્યા પ્રશ્નો માટે સરકારનું નાક દબાવ્યુ છે. જુની પેન્શન યોજનાનો અમલ, સાતમા પગાર પંચના બાકી લાભ, નિવૃતિ વયમાં વધારો, ઉચ્ચત્તર પગાર ધોરણ સહિતના પડતર પ્રશ્નોને લઇને મંગળવારે ગાંધીનગરમાં ગુજરાત રાજય કર્મચારી મહા મંડળની સંકલન બેઠક યોજવામાં […]

ગુજરાતમાં 2006 પહેલા ફિક્સ પગારમાં જોડાયેલા કર્મચારીઓની નોકરી સળંગ ગણાશે

ગાંધીનગરઃ રાજ્ય સરકાર ચૂંટણીના વર્ષમાં અધિકારી-કર્મચારીઓના હિત માટે અનેક નિર્ણયો લઈ રહી છે ત્યારે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં વધુ એક કર્મચારી હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ફિક્સ પગાર નીતિ અંતર્ગત નોકરી કરી રહેલા કર્મચારીઓની નોકરીની સેવાઓ સળંગ ગણવા અંગે નાણાં વિભાગ […]

ગુજરાત યુનિ.ના 550 કર્મચારીઓને વ્યાજ સાથે પેન્શન ચૂકવવા આદેશ છતાં તંત્ર ગાઠતું નથી

અમદાવાદઃ  ગુજરાત યુનિવર્સિટીના ટીચિંગ અને નોન ટીચિંગ 550 જેટલાં કર્મચારીઓ પેન્શનના પ્રશ્ને લોકઅદાલતમાં ગયા હતા. જ્યાં તમામને છેલ્લી અસરથી 9 ટકા વ્યાજ સાથે પેન્શનની રકમ 6 સપ્તાહમાં ચુકવવાનો શિક્ષણ વિભાગને આદેશ કરાયો હતો. પરંતુ 8 અઠવાડિયા બાદ પણ રકમ ચુકવવામાં આવી નથી. આમ યુનિ.ના પેન્શનરોમાં નારાજગી ઊભી થઈ છે. ગુજરાત યુનિ.ના ટીચિંગ અને નોન ટીચિંગ […]

રાજ્યના કર્મચારીઓને યોગી સરકારની ભેટ,મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો

રાજ્યના કર્મચારીઓને યોગી સરકારની ભેટ મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો 1 જાન્યુઆરી 2022થી લાગુ થશે લખનઉ:ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે રાજ્યના કર્મચારીઓને ભેટ આપી છે.રાજ્ય સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં 3 ટકાનો વધારો કર્યો છે.માહિતી અનુસાર, રાજ્ય સરકારે 1 જાન્યુઆરી, 2022 થી મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતનો દર 31 […]

ઓફિસમાં બેઠા-બેઠા કામ કરતા કર્મચારીઓને હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમઃ સર્વેમાં ખુલાસો

નવી દિલ્હીઃ ઓફિસમાં બેઠા-બેઠા કામ કરતા કર્મચારીઓને હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધારે હોવાનું એક રિપોર્ટમાં ખુલાસો થયો છે. ચીનની એક સંસ્થા દ્વારા દુનિયાના 21 દેશમાં કરવામાં આવેલા સર્વેમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર ચાઈનીઝ એકેડેમી ઓફ મેડિકલ સાયન્સ અને પેકિંગ યુનિયન મેડિકલ કોલેજ દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર જે કામદારો […]

ગુજરાત એસટી નિગમના કર્મચારીઓની મોટાભાગની માગણીઓ સ્વીકારી લેવાતા આંદોલન સ્થગિત કરાયું

ગાંધીનગરઃ ગુજરાત વાહન વ્યવહાર વિભાગ(એસટી)ના કર્મચારીઓએ પોતાના વિવિધ પડતર પ્રશ્નોને લઈને અચોક્કસ મુદતની હડતાળ પર જવાની ચીમકી આપી હતી. આખરે સરકારે એસટી કર્મચારીઓની ઘણીબધી માગણીઓ સ્વીકારી લેતા એસટી કર્મચારીઓનું આંદોલન સ્થગિત કરવામાં આવ્યુ છે. અગાઉ એસ.ટી નિગમના ત્રણ સંગઠનો એટલે કે ગુજરાત રાજ્ય ટ્રાન્સપોર્ટ કર્મચારી મંડળ, એસ.ટી કર્મચારી મહામંડળ, એસ.ટી મજદૂર મહાસંઘે સાથે મળીને પોતાની […]

ગુજરાતના ST નિગમના કર્મચારીના પ્રશ્નો નહીં ઉકેલાય તો 16મી જૂનથી હડતાળની ચીમકી

અમદાવાદઃ ગુજરાતમાં એસટી નિગમના કર્મચારીઓએ પણ સરકાર સામે બાંયો ચડાવી છે. કર્મચારીઓના યુનિયનો દ્વારા પડતર પ્રશ્નો  ઉકેલવાની સરકાર સમક્ષ અગાઉ અનેક વખત રજુઆતો પણ કરવામાં આવી હતી છતાં પણ પ્રશ્નો ન ઉકેલાતા એસટીના કર્મચારીઓએ 16મી જુનથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાનું એલાન કર્યું છે. એટલે કે સરકાર માગણી નહીં સ્વીકારે તો 16મીથી એસટી બસના પૈડા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code