1. Home
  2. Tag "Exam"

જીટીયુની પરીક્ષા ઓનલાઈન નહીં પણ હવે ઓફલાઈન જ લેવાશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેથી સરકારે મોટાભાગના નિયંત્રણો ઉઠાવી લીધા છે. પ્રાથમિક,માધ્યમિક શાળાઓ, કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થઈ ગયું છે. ત્યારે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની પરીક્ષા ઓનલાઈન લેવાની માગણી કેટલાક વિદ્યાર્થીઓ કરી રહ્યા હતા. પણ યુનિવર્સિટીના સત્તાધિશોએ જાહેર કરી દીધુ છે. કે, જીટીયુની પરીક્ષાઓ હવે ઓનલાઈન નહીં પણ ઓફલાઈન જ લેવાશે. ગુજરાત […]

માનીતાને ગોઠવવાનું સેટિંગ ન થતાં બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષા રદ કરીઃ કોંગ્રેસનો આક્ષેપ

અમદાવાદઃ રાજ્યમાં 13મી ફેબ્રુઆરીએ યોજાનારી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરાતા પરીક્ષાર્થીઓમાં રોષ ઊભો થયો છે. ગૌણ સેવા પંસદગી મંડળ દ્વારા  બીન સચિવાલય ક્લાર્કની પરીક્ષા 13મીએ યોજાવાની હતી તેની વિદ્યાર્થીઓ ઘણા વખતથી મહેનત કરી રહ્યા હતા. ત્યારે એકાએક પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. ત્યારે કોંગ્રેસના નેતાએ સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, […]

રાજ્યમાં ધો. 9થી 12ની બીજી પ્રિલિમરી પરીક્ષા ગુરૂવારથી ઓફલાઈન લેવાશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે ધો.1થી9ની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની મંજુરી આપતા સોમવારથી શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થઈ ગયુ છે. જ્યારે ધો.10 થી 12ની શાળાઓમાં ઓનલાઈ,ઓફલાઈન  શિક્ષણ કાર્ય ચાલુ રહ્યું છે. હવે પરીક્ષાની મોસમ પણ નજીક આવી રહી છે. ત્યારે ધોરણ 9 થી 12ની પ્રિલિમ/દ્વિતીય પરીક્ષા તા.10-2-2022થી 18-2-2022 દરમિયાન શાળા કક્ષાએ […]

GTU દ્વારા 15મીથી શરૂ થતી પરીક્ષામાં ઓનલાઈન અને ઓફલાઈન બે વિકલ્પ આપવા માગ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના ત્રીજા વેવમાં કેસ વધતા જતા યુનિવર્સિટીઓએ પરીક્ષાનો કાર્યક્રમ સ્થગિત કર્યો હતો. હવે રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. તેથી સરકારે નિયંત્રણો પણ હળવા કર્યા છે. ધો, 1થી 9 શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ આપવાનો પણ આવતી કાલથી પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને ઓફલાઈન અને ઓન લાઈન પરીક્ષા આપવાના બે વિકલ્પ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેરિટ બેઝ પ્રોગ્રેશનમાં નાપાસ થયેલા વિદ્યાર્થીની ફરી પરીક્ષા લેવાશે

રાજકોટઃ ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી કોરોનાને કારમે શિક્ષણ પર વિપરિત અસર પડી છે. ગત વર્ષે શાળાઓના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હતું તેવી રીતે કોલેજોના વિદ્યાર્થીઓને તેમના અગાઉના સેમેસ્ટરના પરિણામના આધારે મેરિટ બેઝ પ્રોગ્રેશન આપવામાં આવ્યું હતું, પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ તેમાં પણ નાપાસ થયા હતા. આવા વિદ્યાર્થીઓ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરીથી પરીક્ષા લેવા જઈ રહી છે […]

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા વિદ્યાર્થીઓ ઓફલાઈન કે ઓલાઈન પણ આપી શકશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં વિન્ટર સેમેસ્ટરની  પરીક્ષા શરુ થવાની હતી, પરંતુ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોવાથી ગુજરાત યુનિવર્સિટીએ ઓનલાઇન અને ઓફલાઈન પરીક્ષાનો વિકલ્પ આપવાનો નિર્ણય કર્યો છે. પરીક્ષાનું ટાઈમ ટેબલ ગુજરાત યુનિવર્સિટી દ્વારા અગામી સમયમાં વિગતવાર જાહેર કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતભરના અનેક જિલ્લાઓના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, ત્યારે કોરોનાનું સંક્રમણ વધતા તમામ […]

ગુજરાત ટેકનોલોજી યુનિ.ની 20મી જાન્યુઆરીથી લેવાનારી પરીક્ષા મોકુફ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના વધાતા જતાં કેસને લીધે શિક્ષણને માઠી અસર પડી રહી છે. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. શાળાઓની આંતરિક પરીક્ષાઓ પણ મોકુફ રાખવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત ટેક્નિકલ યુનિવર્સિટીમાં 20 જાન્યુઆરીથી યોજાનારી ઓફલાઈન પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ  કોરોનાના કેસો વધવાથી જીટીયુની ઓફલાઈન […]

ગુજરાતમાં વધુ એક પરીક્ષાનું પેપર લીક થયું : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બી.કોમનું પેપર ફુટ્યું

અમદાવાદ : ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાની ઘટના હજુ ભુલાઈ નથી. આ પ્રકરણમાં પોલીસ આરોપીઓની ધરપકડ કરીને ઉંડાણપૂર્વકની તપાસ કરી રહી છે. દરમિયાન રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બી.કોમની પરીક્ષાનું પેપર ફુડ્યાનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે. સેમેસ્ટર-3નું અર્થશાસ્ત્રનું પેપર પરીક્ષા પહેલા જ લીક થયાનો આરોપ લગાવ્યો છે. આ પેપર […]

પેપર લીક પ્રકરણઃ હેડ ક્લાર્કની પરીક્ષા અંતે રદ કરાઈ, માર્ચ મહિનામાં યોજાશે પરીક્ષા

અમદાવાદઃ ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળની હેડ કલાર્કની તાજેતરમાં યોજાયેલી પરીક્ષાનું પેપર લીક થતા ખળભળાટ મચી ગયો હતો. આ પ્રકરણમાં પોલીસે તપાસનો આરંભ કરીને મુખ્ય આરોપી જયેશ પટેલ સહિતના 11થી વધારે આરોપીઓને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આરોપીઓએ રૂ. 10થી 15 લાખમાં પેપરનું વેચાણ કર્યું હોવાનું તપાસમાં ખુલ્યું હતું. બીજી તરફ પરીક્ષા […]

CBSEની ધો.10, 12ની પ્રથમ ટર્મની પરીક્ષાના વર્ગ ખંડમાં 22થી વધુ પરીક્ષાર્થીઓને બેસાડી શકાશે નહીં

અમદાવાદઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન  બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ની પ્રથમ ટર્મની પરીક્ષા મંગળવારથી લેવામાં આવશે. ત્યારે પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. બોર્ડ દ્વારા પરીક્ષા માટે વિદ્યાર્થીઓની વર્ગ વ્યવસ્થાને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. જે મુજબ એક વર્ગમાં મહત્તમ 22 વિદ્યાર્થીને જ પરીક્ષા માટે બેસાડવાના રહેશે. જો કોઈ સ્કૂલ દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code