ગુજરાતના સરકારી કર્મચારી-પેન્શનર્સના મોંઘવારી ભથ્થાંમાં 3 ટકાનો વધારો કરાયો
ગાંધીનગરઃ રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થુ વધારવાની માગ કરી રહ્યા હતા ત્યારે રાજ્ય સરકારે રાજ્યના સ્થાપના દિવસે કર્મચારીઓ અને પેન્શનરોને ત્રણ ટકા મોંધવારી ભથ્થામાં વધારો કરીને ભેટ આપી હતી. રાષ્ટ્રીય પર્વો રાજ્યના પાટનગરમાં ઉજવવાના બદલે જૂદા જૂદા જિલ્લા મથકે ઉજવવાની પરંપરા તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરુ કરી હતી. […]


