1. Home
  2. Tag "FARMER"

આદિવાસી ખેડૂતો પાકની સાથે વિકાસના બીજ પણ વાવેઃ વિજય રૂપાણી

અમદાવાદઃ આદિજાતિ વિસ્તારમાં ખેતી ટકાઉ અને કમાઉ બને તે માટે સરકાર પ્રયાસો કરી રહી છે.  આદિવાસી ખેડૂતો પાકની સાથે વિકાસના બીજ પણ વાવે તેવી નેમ વિજય રૂપાણીએ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કૃષિ વૈવિધ્યકરણ યોજના 2021નો શુભારંભ કરતા જણાવ્યું કે, આ યોજનાનો લાભ ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીના 14 આદિજાતિ જિલ્લાના […]

જેઠમાં અષાઢી માહોલ સર્જાતા ગોહિલવાડ પંથકમાં 5400 હેકટરમાં વાવણીનું કાર્ય પૂર્ણ

ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં જેઠ મહિનામાં અષાઢી માહોલ જામ્યો છે. શહેર અને જીલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સારા અને વાવણી લાયક વરસાદને પગલે ખેડૂતોએ ભીમ અગિયારસના પર્વે વાવણીનો પ્રારંભ કરી દીધો હતો. આ વર્ષે ચોમાસાની સિઝનના પ્રારંભે જ સીઝનનો ૧૫ ટકા વરસાદ વરસી જતા ધરતીપુત્રો ગેલમાં આવી ગયા છે. મગફળી, બાજરી, […]

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘાની મહેરથી ખેડુતો ખૂશખૂશાલ

અમદાવાદઃ રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાવણી લાયક વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગર અને જુનાગઢ તથા ગીરસોમનાથ જિલ્લામાં સારો વરસાદ પડ્યો હતો. રાજકોટ જિલ્લાનાં પડધરી, જસદણ, કોટડાસાંગાણી અને આટકોટ પંથકમાં ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડ શહેરમાં 3 […]

નર્મદા ડેમમાં હાલ બે વર્ષ ચાલે એટલું પાણી, ખેડૂતોને સિંચાઈ માટે પુરુ પડાય છે નર્મદાનું પાણી

અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં હાલ જેટલુ પાણી છે તેનાથી બે વર્ષ સુધી ગુજરાતની જનતાને પાણીની સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. હાલ નર્મદા ડેમમાં 2124 મિલિયન ક્યુબીક મીટર પાણીનો જથ્થો સંગ્રહિત હોવાનું જાણવા મળે છે. બીજી તરફ ખેડૂતોને ઉનાળામાં સિંચાઈનું પાણી મળી રહે તે માટે નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. સુત્રોના જણાવ્યા […]

અન્નદાતા બન્યા જીવનદાતાઃ ખેડૂતે પુત્રીના લગ્ન માટે ભેગા કરેલા નાણા કોરોના પીડિતોની સારવાર માટે કર્યા દાન

ભોપાલઃ ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો કોરોનાનું સંક્રમણ ઘટે તે માટે પ્રયાસો કરી રહી છે. તેમજ કોરોના પીડિતોને યોગ્ય સારવાર મળી રહે તેવા પ્રયાસ કરી રહી છે. બીજી તરફ ઓક્સિજન અને રેમડેસિવિર ઈન્જેકશનની અછતનો તંત્ર સામનો કરી રહ્યાં છે. ત્યારે સેવાભાવી લોકો આગળ આવી રહ્યાં છે અને કોરોનાની […]

જેતપુરમાં કોરોના પીડિતો માટે ખેડૂતનો સેવાયજ્ઞઃ ઘરમાં જ શરૂ કર્યુ કોવિડ સેન્ટર

અમદાવાદઃ માનવ સેવા એ જ સાચી પ્રભુ સેવા એવા મંત્રને રાજકોટ નજીક આવેલા જેતપુરના જેસુરભાઈ અને તેમના પરિવારજનોએ જીવનમાં ઉતાર્યો છે. કોરોના મહામારીને પગલે હાલ હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની અછત છે ત્યારે તેમણે પોતોના ઘરને જ કોવિડ સેન્ટરમાં ફેરવી નાખ્યું છે. એટલું જ નહીં દર્દીઓની સારવાર અને ઓક્સિજન પુરો પાડવા ઉપરાંત તમના સગા-સંબંધીઓની રહેવા-જમવાની વ્યવસ્થા […]

તલાલામાં ગીરની કેસર કેરીની હરાજીનો પ્રારંભ તા.4થી મેથી થશેઃ ગત વર્ષ કરતા ભાવ થોડા વધુ રહેવાની શક્યતા

જુનાગઢઃ તાલાલા માર્કેટીંગ યાર્ડમાં ચાર મેથી કેસર કેરીની હરાજીનો પ્રારંભ થશે. તાલાલા યાર્ડમાં ગત વર્ષ 10મેથી કેસર કેરીની સિઝન શરૂ થઇ હતી. આ વર્ષે છ દિવસ વહેલી શરૂ થશે. તાલાલા માર્કેટીંગ યાર્ડમાં ગત વર્ષે દસ કિલોના 6 લાખ 87 હજાર બોક્ષની આવક સાથે એક બોક્ષનો સરેરાશ ભાવ રૂ.410 ઉપજ્યો હતો. પરંતુ આ વર્ષે ભાવ થોડા […]

ગુજરાતમાં ખેડૂતો ભયભીત છેઃ રાકેશ ટિકૈત

અમદાવાદઃ સમગ્ર દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના આગેવાન રાકેશ ટિકૈત ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. આજે તેઓ અમદાવાદમાં ગાંધી આશ્રમ ગયા હતા. જ્યાં તેમણે ગાંધીજીને સુતરની આંટી અર્પણ કરી હતી. તેમજ તેમણે કહ્યું હતું કે, સમગ્ર દેશમાં ખેડૂતોની હાલત ખરાબ છે. ગુજરાતમાં ખેડૂતો ભયભીત છે. ગુજરાતમાં પણ ખેડૂત આંદોલન કરવામાં આવશે. ખેડૂત આગેવાનના આવા નિવેદનથી ગુજરાતની […]

બનાસકાંઠામાં ઉનાળામાં જ નર્મદા કેનાલમાં પાણીનો પ્રવાહ ઘટતા ખેડૂતો ચિંતિત

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં અનેક ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાય છે. ચાલુ વર્ષે ચોમાસામાં સારો વરસાદ થતા ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં વિપુલ પાણીની આવક થઈ હતી. જેથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં નર્મદા ડેમમાંથી કેનાલોમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. દરમિયાન બનાસકાંઠાના સરહદી પંથક થરાદમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં પાણીના પ્રવાહમાં ઘટાડો જોવા મળતાં ખેડુત […]

સૌરાષ્ટ્રવાસીઓને ઉનાળામાં પાણી માટે નહીં કરવો પડે રઝળપાટ, આજી બાદ ભાદર ડેમમાં સૌની યોજનાનું પાણી છોડાયું

અમદાવાદઃ ઉનાળાના આરંભ સાથે જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક શહેરો અને ગામોમાં પીવાના પાણીની સમસ્યા ઉભી થાય છે. જો કે, ઉનાળાના ગરમીના દિવસોમાં પાણીની સમસ્યા ઉભી ના થાય તે માટે રાજકોટના આજી ડેમ બાદ હવે સૌની યોજના હેઠળ ભાદર ડેમમાં પાણી છોડવામાં આવ્યું છે. જેથી રાજકોટ ઉપરાંત ધોરાજી અને જેતપુરની જનતાને પાણીની સમસ્યાનો સામનો નહીં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code