1. Home
  2. Tag "farmers"

રાજ્યના ખેડુતોના વીજ મીટરને બદલે હોર્સપાવરથી વીજળી આપો, કિસાન સંઘના ધરણાં

અમદાવાદઃ રાજ્યના ખેડુતોને વીજ મીટર પદ્ધતિ દુર કરીને હોર્સપાવર પદ્ધતિથી વીજળી આપવા સહિત ખેડુતોના વિવિધ પ્રશ્નોને લઈને કિશાન સંઘ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં કિસાન સંઘ દ્વારા લડત શરૂ કરવામાં આવી છે. રાજકોટના જિલ્લા કલેક્ટર તેમજ નડિયાદ કલેકટર કચેરી ખાતે પોતાની વિવિધ માંગો સાથે ધરણા અને આવેદનપત્રો આપવામાં આવ્યો હતો. […]

વાવણી ટાણે જ ડિઝલની અછત, ખેડુતો ટ્રેકટર લઈને ડીઝલ પંપો પર ભટકી રહ્યા છે

અમદાવાદઃ  ગુજરાતમાં ઘણાબધા પેટ્રોલ પંપો પર ડીઝલના નો સ્ટોકના બોર્ડ જોવા મળી રહ્યા છે. રાજ્યમાં હાલ વાવણીની સીઝન ચાલી રહી છે. અને વાવણીને ટાણે જ ડીઝલની અછત સર્જાતા ખેડુતો ટ્રેક્ટર લઈને ડીઝલ મેળવવા પંપે-પંપે ફરી રહ્યા છે. પાટણ જિલ્લામાં આવેલા પેટ્રોલ પંપ પર ડીઝલ નથી ના બોર્ડ લાગી જતા વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટેશન પર સીધી […]

એગ્રી કલ્ચર ઇન્ફ્રા ફંડ હેઠળ પ્રત્યેક ખેડૂતને રૂ.2 કરોડની લોન: કેન્દ્રીય મંત્રી કૈલાસ ચૌધરી

અમદાવાદઃ કચ્છના બે દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય કૃષિ, કિસાન કલ્યાણ રાજ્ય મંત્રી કૈલાસ ચૌધરીએ મુન્દ્રામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મધ્યે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું. મંત્રીએ કચ્છ જિલ્લામાં થતી વિવિધ પ્રકારની ખારેક તેમ જ અન્ય પ્રાકૃતિક ખેત ઉત્પાદનોનું પ્રદર્શન નિહાળી આ સંદર્ભે ઝીણવટભરી માહિતી મેળવી હતી. ઉપસ્થિત ખેડૂતોને સંબોધન કરતાં કેન્દ્રીય મંત્રી કૈલાસ […]

ગુજરાતમાં ખેડૂતોએ 85 હજારથી વધારે હેકટરમાં ખરીફ પાકનું કર્યું વાવેતર

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાની પધરામણીની આતુરતાથી રાહ જોતા ખેડૂતો હાલ ખેતીના કામમાં જોતરાયાં છે. સમાન્ય રીતે મોટા ભાગના ખેડૂતો દ્વારા ખરીફ પાકોનું વાવેતર જૂનના પહેલા કે બીજા સપ્તાહમાં પ્રથમ વરસાદ પડતા જ કરી દેવામાં આવે છે. ચાલુ વર્ષે ગુજરાતમાં ખરીફ પાકોનું અત્યાર સુધીમાં કુલ 85896 હેકટરમાં વાવેતર થયું છે. આ વર્ષે રાજ્યમાં સૌથી વધારે મગફળી અને […]

ધ્રાંગધ્રાઃ નર્મદા કેનાલમાંથી ડાયરેક્ટ મશીનો મુકીને પાણી લેતા ખેડુતોની પાઈપો તોડી નંખાતા રોષ

ધ્રાંગધ્રાઃ રાજ્યમાં વરસાદના આગમનને હજુ પખવાડિયા જેટલો સમય બાકી છે. બીજીબાજુ ઘણાબધા ખેડુતોએ કપાસ સહિતના પાકની આગોતરી વાવણી કરી દીધી છે. અને ખેડુતો નર્મદા કેનાલ પર મશીનો મુકીને પાણી ખેંચીને પિયત કરી રહ્યા છે. ત્યારે નર્મદા વિભાગના અધિકારીઓએ એસઆરપીને સાથે રાખીને નર્મદા કેનાલ પર લગાવેલી પાઈપો તોડી નાંખતા ખેડુતોમાં રોષ જોવા મળી રહ્યો છે. સૂત્રોના […]

તાલાલા-વેરાવળ પંથકના 22 ગામોને ઉનાળું પિયત માટે હિરણ-2 ડેમમાંથી પાણી છોડાતા ખેડુતોમાં હર્ષ

તલાળાઃ સોરઠ પંથક પાણીદાર ગણાય છે. પરંતુ ઉનાળા દરમિયાન આ વિસ્તારમાં સિંચાઈ માટેના પાણીની ખેંચ ઊભી થઈ હતી. આથી  તલાળા અને વેરાવળ તાલુકાના ખેડુતો દ્વારા હિરણ-2 ડેમમાંથી પાણી છોડવાની માગ ઊઠી હતી. તંત્ર દ્વારા સહાનુભૂતિથી નિર્ણય લઈને ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. તાલુકાના 22 જેટલા ગામોને સિચાઈનું પાણી અપાતા ખેડુતોમાં ખૂશીની લહેર જોવા મળી હતી. […]

બનાસકાંઠાનાં 97 ગામને નર્મદા કમાન્ડ એરિયામાં સમાવવાની માગ સાથે ખેડૂતોની બાઇક રેલી યોજાઈ

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં આ વખતનો ઉનાળો વધુ આકરો બન્યો હતો. જેમાં ચારેબાજુએથી પાણીની બુમો ઊઠી છે. પીવાના પાણી અને સિંચાઇના પાણીને લઇ ખેડૂતોને હવે રસ્તા પર ઊતરવાનો વારો આવ્યો છે. થરાદના ખેડૂતોએ 97 ગામને નર્મદા કમાન્ડ એરિયામાં સમાવવા અને સુજલામ સુફલામમાં પાણી છોડવા મુદ્દે રાહથી થરાદ સુધી બાઇક રેલી યોજી હતી. જે પ્રાંત અધિકારીને આવેદનપત્ર […]

દસાડા-લખતર વિસ્તારમાં પાણીના પ્રશ્ને ધારાસભ્ય સહિત ખેડૂતોએ માલવણ હાઈવે ચક્કાજામ કર્યો

સુરેન્દ્રનગરઃ ઝાલાવડના દસાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં પીવાના પાણીના વિકટ સમસ્યા ઊભી થઈ છે. ઘણા ગામોને ટેન્કરો દ્વારા પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે. નર્મદા કેનાલના કાંઠે આવેલા ખેડુતો પણ સિંચાઈ માટે પાણીની માગણી કરી રહ્યા છે. જ્યારે કેટલાક ગામોમાં તો તંત્રની નિષ્ક્રિયાને કારણે પાણીની મુશ્કેલી ભોગવવી પડી રહી છે. ત્યારે સ્થાનિક ધારાસભ્યની આગેવાનીમાં લોકોએ માલવણ […]

નવસારી પંથકના ખેડુતોને ચીકુના પાકે રડાવ્યા, લઘુત્તમ ટેકાના ભાવ આપવા સરકારને રજુઆત

નવસારી : જિલ્લામાં ફળદ્રુપ જમીન અને ખેડુતો મહેનતુ હોવાને કારણે ફળફળાદી સારા પ્રમાણમાં પાકે છે. જિલ્લાના મુખ્ય પાકમાં ચીકુનો પણ સમાવેશ થાય છે. જિલ્લામાં વર્ષે અંદાજે 40 લાખ મણ ચીકુનું ઉત્પાદન થાય છે. પરંતુ બદલાતા વાતાવરણની અસરને કારણે મજૂરી કરતા ચીકુની પ્રતિ મણ આવક ઓછી થઈ છે. એટલે કે ચીકુના ભાવ પ્રતિ મણના 150થી પણ […]

જામનગરના લાલપુર માર્કેટ યાર્ડમાં ચણા વેચવા આવેલા ખેડુતોની લાંબી લાઈનો લાગી

જામનગર:  રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ટેકાના ભાવે ચણાની ખરીદી કરી અને રાહત આપવામાં આવી રહી છે તો બીજી તરફ આ જ રાહતનો લાભ આપવા માટે ખેડૂતોને માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતા હોય તેવા દ્રશ્યો લાલપુર એપીએમસી ખાતે જોવા મળ્યા હતા. લાલપુર એપીએમસીની બહાર વહેલી સવારથી જ ટેકાના ભાવે ચણાની જણસી વહેંચવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code