1. Home
  2. Tag "farmers"

ખેડૂતોને કેન્દ્ર સરકારની ભેટ, ખાતર પર સબસિડી વધારાઈ

નવી દિલ્હીઃ મોદી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક ખેડૂતોના નામે રહી છે. વર્ષના પ્રથમ દિવસે બુધવારે મળેલી બેઠકમાં ડીએપી ખાતરના વિશેષ પેકેજને મંજૂરી આપવામાં આવી હતી. આ અંતર્ગત સરકાર દ્વારા ખાતર બનાવતી કંપનીઓને પણ સબસિડી આપવામાં આવશે. આ સબસિડી (ખાસ પેકેજ) કેન્દ્ર સરકાર દ્વારા 31 ડિસેમ્બર 2025 સુધી આપવામાં આવી છે. DAPની 50 કિલોની થેલી ખેડૂતોને […]

ખેડૂતો મરચાનું ઉત્પાદન કરવાની સાથે મરચા પાઉડરનું પણ વેચાણ કરતા થયાં

ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે. જેનાથી ખેડૂતો મબલખ પાક મેળવીને વિકાસ કરી રહ્યાં છે. દરમિયાન અમરેલીના ખેડૂતે ઓર્ગેનિક ખેતી અપનાવવાની સાથે મરચાની ખેતી કરી રહ્યાં છે એટલું જ નહીં ખેડૂતો આ મરચાની સાથે મરચાના પાઉડરનું વેચાણ કરીને આવક મેળવી રહ્યાં છે. મોરબી જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે. આહીંનાં લોકો ખેતી […]

કેન્દ્ર સામે ખેડૂતો મોરચો ખોલશે, 4 જાન્યુઆરીએ ખનૌરીમાં મહાપંચાયતનું એલાન

નવી દિલ્હીઃ પંજાબ-હરિયાણા બોર્ડર પર ચાલી રહેલા ખેડૂતોના આંદોલન વચ્ચે, ખેડૂતોએ જાહેરાત કરી છે કે તેઓ 4 જાન્યુઆરીએ ખનૌરીમાં “કિસાન મહાપંચાયત”નું આયોજન કરશે. આ નિર્ણય કેન્દ્ર સરકાર સામેની અમારી માંગણીઓને લઈને લેવામાં આવ્યો છે, જેમાં લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની ગેરંટી મુખ્ય છે. ખેડૂત સંગઠનો સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચાએ મળીને આ મહાપંચાયતનું આયોજન […]

આઈ-ખેડૂત પોર્ટલ પર ૬૦.૩૩ લાખથી વધુ ખેડૂતોએ યોજનાકીય સહાય માટે ૧.૪૨ કરોડથી વધુ અરજીઓ કરી

ભારતરત્ન અને દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે દર વર્ષે  ૨૫ ડિસેમ્બરના રોજ “સુશાસન દિવસ” ઉજવવામાં આવે છે. ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની વિકાસ યાત્રાને વેગવંતી બનાવવા રાજ્યમાં સુશાસનિક માળખાનો મજબૂત પાયો નાખ્યો હતો. આજે એ જ કાર્યપ્રણાલીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ મક્કમતાથી આગળ ધપાવી રહ્યા છે. ગ્રામીણ […]

ખેડૂતોને જંતુનાશકોની હાનિકારક અસરોથી બચાવવા માટે ખાસ તૈયાર કરાયેલ કિસાન કવચ સૂટનું વિમોચન

નવી દિલ્હીઃ વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે નવી દિલ્હીમાં ખેડૂતોને જંતુનાશકોની હાનિકારક અસરોથી બચાવવા માટે ખાસ તૈયાર કરાયેલ કિસાન કવચ સૂટનું વિમોચન કર્યું હતું. જંતુનાશકોના સંપર્કમાં આવવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે, જેમાં શ્વસન સમસ્યાઓ અને આંખને નુકસાન થાય છે. ડૉ.સિંઘે કહ્યું કે આ જંતુનાશક વિરોધી પોષાક ખેડૂતોની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ […]

ખેડૂતોની આવક વધારવા માટે છ મુદ્દાની વ્યૂહરચના તૈયાર કરાઈઃ શિવરાજ સિંહ ચૌહાણ

ખેડૂતોને ઓછા વ્યાજ દરે લોન, ખાતર અને યાંત્રિક ખેતી માટે સબસિડી અપાઈ કેન્દ્ર સરકારે ન્યૂનતમ ટેકાના ભાવે રેકોર્ડ ખરીદી કરી છેઃ કેન્દ્રીય મંત્રી નવી દિલ્હીઃ ખેડૂતોની આવક વધારવા માટે સરકારે છ મુદ્દાની વ્યૂહરચના તૈયાર કરી છે. આજે લોકસભામાં જવાબ આપતાં, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું છે કે ખેડૂતોની આવક 2002-03માં પ્રતિ […]

ગુજરાતમાં ખેડુતોએ છેલ્લા ત્રણ વર્ષમાં 3.64 કરોડની લોન લીધી

ખેડુતોની લોનમાં 37 ટકાનો થયો વધારો, સહકારી બેન્કોએ ખેડુતોને 62 હજારની લોન આપી છે વર્ષ 2023-24માં ખેડુતોએ 1.41 લાખ કરોડની લોન લીધી અમદાવાદઃ ગુજરાતમાં નર્મદા યોજનાની સિચાઈનો લાભ મળ્યા બાદ પણ ખેડુતો દેવાના ડુંગરમાં દબાતા જાય છે. રોજબરોજ ખેતીના ખર્ચમાં વધારો થતો જાય છે. ખાતર, બિયારણના ભાવ આસમાને પહોંચ્યા છે. બીજીબાજુ શ્રમિકોના મજુરી દરમાં પણ […]

સરકાર ખેડૂતોને સૌથી ઓછા દરે યુરિયા આપવા માટે પ્રતિબધ્ધ

નવી દિલ્હીઃ ખાદ્ય અને ગ્રાહક બાબતોના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે ભાવમાં વધારો થયો છે ત્યારે સરકાર ખેડૂતોને સૌથી ઓછા દરે યુરિયા આપવા માટે પ્રતિબધ્ધ છે. તેમણે ગઈકાલે નવી દિલ્હીમાં ઈલેક્ટ્રોનિક નેગોશિયેબલ વેરહાઉસ રિસીપ્ટ્સ આધારિત પ્લેજ ફાઈનાન્સિંગ માટે ક્રેડિટ ગેરંટી સ્કીમના લોન્ચ દરમિયાન આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો. જોશીએ જણાવ્યું હતું […]

થરાદ-અમદાવાદ હાઈવે માટે જમીન સંપાદન કરનારા ખેડુતોને નવી જંત્રી પ્રમાણે વળતર ચુકવો

દિયોદર અને લાખણી તાલુકાના ખેડુતોને વધુ વળતરની કરી માગ, નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજુઆત, નવી જંત્રી પ્રમાણે વળતર નહીં ચુકવાય તો ખેડુતો આંદોલન કરશે પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના થરાદથી અમદાવાદ સુધીના એક્સપ્રેસ વે માટે જમીન સર્વેની કામગીરી બાદ જમીન સંપાદન કરવામાં આવી રહી છે. જમીન સંપાદન કરેલા ખેડુતોને વળતર પણ ચુંકવવામાં આવી રહ્યું છે. ત્યારે દિયોદર […]

ભારતના ખેડૂતો આ ઝાડને માને છે મોટો દુશ્મન

ભારતમાં બાવળનું ઝાડ સામાન્ય રીતે જોવા મળે છે. આ વૃક્ષ તેની કઠિનતા અને ઝડપથી વધવાની ક્ષમતા માટે જાણીતું છે, પરંતુ શું તમે જાણો છો કે ખેડૂતો બાવળને પોતાનો દુશ્મન માને છે? ભારતમાં બાવળને ખેડૂતોનો દુશ્મન માનવામાં આવે છે. આ વનસ્પતિ સામાન્ય રીતે ઘણી ખેતીની જમીનોમાં સમસ્યાઓનું કારણ બને છે અને કૃષિ ઉત્પાદન પર નકારાત્મક અસર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code