1. Home
  2. Tag "farmers"

સૌરાષ્ટ્રઃ 95 ગામના ખેડૂતોને સિંચાઈ અને 98 હજાર લોકોને પીવા માટે હવે મળશે નર્મદાના નીર

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 અને 28 જુલાઈના રોજ ગુજરાતના પ્રવાસે આવશે. પોતાની આ ગુજરાત યાત્રા દરમિયાન વડાપ્રધાન અનેક વિકાસકાર્યોની સાથે સૌરાષ્ટ્રના લોકોને જીવાદોરી સમાન SAUNI યોજના સંબંધિત એક મોટી ભેટ આપશે. જેથી આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના 95 ગામના લોકોને પીવા અને ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાના પાણી મળશે. ગુજરાત સરકારે SAUNI એટલે કે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ […]

શેરડીના ખેડૂતો માટે અત્યાર સુધીની સૌથી વધુ વાજબી-વળતરદાયક કિંમત રૂ.315 ક્વિન્ટલ મંજૂર

નવી દિલ્હીઃ શેરડીના ખેડૂતો (ગન્ના કિસાન)નાં હિતને ધ્યાનમાં રાખીને PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો અંગેની કૅબિનેટ સમિતિએ ખાંડની સીઝન 2023-24 (ઑક્ટોબરથી સપ્ટેમ્બર) માટે શેરડીના વાજબી અને વળતરદાયક ભાવ (એફઆરપી)ને 10.25 ટકાના મૂળભૂત વસૂલાત દર- બેઝિક રિકવરી રેટ માટે રૂ. 315 ક્વિન્ટલ મંજૂર કર્યા છે. 10.25 ટકાથી વધુના રિકવરીમાં પ્રત્યેક 0.1 ટકાના વધારા માટે રૂ.3.07 […]

ગુજરાતમાં વાવાઝોડાને લીધે પડેલા વરસાદને કારણે ખેડુતોએ વાવણીના કર્યા શ્રીગણેશ

અમદાવાદઃ ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. ગુજરાતમાં ક્યાંય જાનહાનિ નથી, માત્ર માલ મિલકતને નુકશાન થયું છે. બીજી બાજુ બિપોરજોયના કારણે રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસેલા વાવેતર લાયક વરસાદથી ખેડૂતોમાં ખૂશીની લહેર ફરી વળી છે. વહેલા વરસાદને લીધે વહેલા વાવેતરની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે તેમજ વહેલું વાવેતર થતા વાવેતરને […]

કુસ્તીબાજોના સમર્થનમાં ખેડૂતો 9 જૂને જંતર-મંતર પર નહીં કરે વિરોધ પ્રદર્શન,રદ કરવામાં આવ્યો કાર્યક્રમ

દિલ્હી : ભારતીય કિસાન યુનિયન (BKU) ના રાષ્ટ્રીય પ્રવક્તા ચૌધરી રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે સરકાર સાથે કુસ્તીબાજોની વાતચીત શરૂ થઈ ગઈ છે અને તેથી 9 જૂને કુસ્તીબાજોને દિલ્હી લઈ જવાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. કુસ્તીબાજોની નોકરી પર પાછા […]

દેશમાં ચાલુ વર્ષે 260 લાખ મેટ્રીક ટન ઘઉંની ખરીદી, ખેડૂતોને રૂ. 47000 કરોડનો ફાયદો

નવી દિલ્હીઃ ચાલુ રવી માર્કેટિંગ સિઝન (RMS) 2023-24 દરમિયાન ઘઉંની ખરીદી સરળતાથી આગળ વધી છે. ચાલુ સિઝનમાં 30મી મે સુધી ઘઉંની પ્રગતિશીલ ખરીદી 262 લાખ મેટ્રિક ટન (LMT) છે જે ગયા વર્ષની 188 LMT ની કુલ ખરીદીથી 74 LMT વધુ છે. આશરે રૂ. 47,000 કરોડના લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) આઉટફ્લો સાથે ચાલી રહેલી ઘઉંની ખરીદીની […]

સીમાવર્તી ગામોમાં ખેડૂતો અન્નદાતાની સાથે સીમાના પ્રહરી પણ છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

અમદાવાદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બનાસકાંઠા જિલ્લાના પાકિસ્તાનની સરહદને અડીને આવેલા સૂઈગામ તાલુકાના સીમાવર્તી ગામો પાટણ, ભરડવા, સૂઈગામ, બોરુ, મસાલી અને માધપુરાની મુલાકાત લીધી હતી. રાજ્યના કોઈ રાજ્યપાલ બનાસકાંઠા જિલ્લાના આ અંતરિયાળ ગામોની મુલાકાતે આવ્યા હોય એવી આ પ્રથમ ઘટના હશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ તમામ ગામોમાં ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. દેશના અન્ય ભાગોમાં […]

ગુજરતમાં અત્યાર સુધીમાં ૪.૪૯ લાખ ખેડુતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી

અમદાવાદ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખરીફ સીઝન પહેલાં વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ આપવા અનુરોધ કર્યો છે. પહેલી મેથી 10-10 ગામોના ક્લસ્ટર્સમાં ખેડૂતોને તેમના ગામમાં જઈને ઘર આંગણે તાલીમ આપવામાં આવી રહી છે. મે 2023ના પહેલા અઠવાડિયામાં આ રીતે 1,33,972 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ આપવામાં આવી છે. ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીની સ્થિતિની સમીક્ષા માટે […]

બીજ નિગમ દ્વારા બિયારણ માટે ખરીદાતા પાકના ખેડુતોને પુરતા ભાવ આપવા કૃષિમંત્રીની સુચના

ગાંધીનગરઃ ગુજરાત બીજ નિગમ દ્વારા ખેડુતોને પ્રામાણિત કરેલું બિયારણ આપવામાં આવે છે. બિયારણ માટે જીરૂ, મગફળી, દીવેલા, સહિતનો પાક ખેડુતો પાસેથી ખરીદવામાં આવે છે. પરંતુ ખેડુતો પાસેથી  જે ફસલ ખરીદવામાં આવે છે. તેના બીજ નિગમ દ્વારા પુરતા ભાવ અપાતા નહીં હોવાની ફરિયાદો ઊઠી છે. આથી રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા બીજ નિગમના અધિકારીઓને બોલાવીને ખેડુતોને […]

ભારતીય કપાસ નિગમ લિમિટેડએ ટેકાના ભાવે કપાસની ખરીદી,ખેડૂતોમાં ખુશીનો માહોલ

દિલ્હી : ભારતીય કપાસ નિગમ લિમિટેડ (CCI) એ ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) હેઠળ કપાસની ખરીદીની કામગીરી હાથ ધરવા માટે ભારત સરકારની કેન્દ્રીય નોડલ એજન્સી છે. આ ન્યૂનતમ ટેકાના ભાવની (MSP) યોજના કપાસના ખેડૂતોને તેમના વાજબી સરેરાશ ગુણવત્તા (FAQ) ગ્રેડના કપાસને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ ન્યૂનતમ ટેકાના (MSP) દરો પર વેચવા માટે વૈકલ્પિક માર્કેટિંગ પ્રણાલી […]

ખેડુતોને ખરીફ પાકના બિયારણની ખરીદી માટે વધુ સાવચેતી રાખવા સરકારની અપીલ

ગાંધીનગરઃ  ગુજરાતમાં ચોમાસાના વિધિવત આગમનને હવે દોઢ મહિના જેટલો સમય બાકી છે. ત્યારે ખેડુતોએ ખરીફ પાકના વાવણા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મોટાભાગના ખેડુતો વાવણીના પખવાડિયા પહેલા જ બિયારણની ખરીદી કરી લેતા હોય છે. કૃષિ પાક માટે કેવું બિયારણ છે. તે મહત્વનું હોય છે. ઘણા ખેડુતોને કેટલાક વેપારીઓ દ્વારા હલકી કક્ષાનું બિયારણ પધરાવી દેવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code