1. Home
  2. Tag "Film"

અભિષેક બચ્ચનની જગ્યાએ આ અભિનેતાને લઈને નિર્માતાઓ ફિલ્મ બંટી ઔર બબલી બનાવવા માંગતા હતા

2005માં રાની મુખર્જી, અભિષેક બચ્ચન અને અમિતાભ બચ્ચનની ફિલ્મ બંટી ઔર બબલી રિલીઝ થઈ હતી. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. ફિલ્મના સંવાદો, ગીતો બધા જ હિટ રહ્યા હતા. ફિલ્મમાં અભિષેક બચ્ચન અને રાની મુખર્જીની જોડી ખૂબ જ પસંદ કરવામાં આવી હતી પરંતુ ફિલ્મ માટે અભિષેક નિર્માતાઓની પહેલી પસંદગી નહોતી. શરૂઆતમાં ઋતિક રોશનને બંટી ઔર […]

ફિલ્મ ‘તુ મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી’નું શૂટિંગ શરૂ, કાર્તિકનો નવો લુક સામે આવ્યો

બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન ફરી એકવાર તેના ચાહકો માટે રોમાંચક સમાચાર લઈને આવ્યો છે. રોમેન્ટિક ડ્રામા ‘તુ મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને તેનો મુહૂર્ત શોટ યુરોપમાં શૂટ કરવામાં આવ્યો છે. દિગ્દર્શક સમીર વિદ્વાંસ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ ધર્મા પ્રોડક્શન્સ અને નમહ પિક્ચર્સ દ્વારા રજૂ કરવામાં આવી રહી […]

15 વર્ષની ઉંમરે રિજેક્શન બાદ અનેક સંઘર્ષ બાદ શાહરૂખ સાથે અનુષ્કા શર્માને મળી હતી ફિલ્મ

ફિલ્મ જગતની જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્મા આજે ઇન્ડસ્ટ્રીમાં એક જાણીતું નામ છે. તેમણે ફિલ્મોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. જોકે, આ નામ અને ખ્યાતિ મેળવતા પહેલા તેમણે ઘણા સંઘર્ષનો સામનો કરવો પડ્યો છે. અનુષ્કા શર્માને 15 વર્ષની ઉંમરે રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. ઘણા સંઘર્ષ પછી, અનુષ્કાએ શાહરૂખ ખાનની સામે ભૂમિકા ભજવી હતી. 2008 માં, અભિનેત્રી […]

ડોન-3 ફિલ્મમાં હવે રણવીર સિંહ સાથે કિયારા અડવાણીની જગ્યાએ આ અભિનેત્રી જોવા મળશે

ફરહાન અખ્તરની ‘ડોન’ ફ્રેન્ચાઇઝીનો ત્રીજો ભાગ, ‘ડોન 3’ ઘણા સમયથી ચર્ચામાં છે. હવે આ ફિલ્મ વિશે એક મોટી માહિતી બહાર આવી રહી છે. જે મુજબ, ફિલ્મના કલાકારોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કિયારા અડવાણીને ફિલ્મમાંથી દૂર કરવામાં આવી છે અને તેના સ્થાને એક નવી મુખ્ય અભિનેત્રીની ફિલ્મમાં એન્ટ્રી થઈ છે. અહેવાલ મુજબ, […]

ઋતિક રોશનની ફિલ્મ ક્રિશ 4માં પ્રીતિ ઝિન્ટા અને રેખા ફરીથી જોવા મળશે!

ઋતિક રોશનની ફિલ્મ ‘ક્રિશ 4’ સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. ચાહકો તેની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા જ દિગ્દર્શક રાકેશ રોશને સ્પષ્ટતા કરી હતી કે ઋતિક રોશન ‘ક્રિશ 4’નું દિગ્દર્શન કરવા જઈ રહ્યા છે. ફિલ્મ વિશે હજુ સુધી વધુ માહિતી જાહેર કરવામાં આવી નથી. પરંતુ એક રિપોર્ટમાં દાવો કરવામાં […]

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જીવન ઉપર બનશે ફિલ્મ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જીવન પર આધારિત ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મનું નામ ‘અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી’ છે. આ ફિલ્મ શાંતનુ ગુપ્તાના પુસ્તક ‘ધ મોન્ક હુ બિકેમ ચીફ મિનિસ્ટર’ પર આધારિત છે. ફિલ્મની જાહેરાત સાથે, એક મોશન પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. મોશન પોસ્ટરમાં અભિનેતા અનંત જોશી યોગી […]

ફિલ્મ ‘લાહોર 1947’ ચાલુ વર્ષે જ થીયેટરોમાં રિલીઝ થશે

બોલિવૂડના માચો હીરો સની દેઓલની ફિલ્મ ‘લાહોર 1947’ આ વર્ષે રિલીઝ થશે. આમિર ખાન પ્રોડક્શન્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘લાહોર 1947’, તાજેતરના સમયના સૌથી રાહ જોવાતી પ્રોજેક્ટ્સમાંની એક છે. આ ફિલ્મમાં ત્રણ દિગ્ગજ કલાકારો સની દેઓલ, રાજકુમાર સંતોષી અને આમિર ખાન પહેલી વાર સાથે કામ કરી રહ્યા છે. દર્શકો આ ફિલ્મ સાથે સંબંધિત દરેક અપડેટની […]

વર્ષમાં એક જ ફિલ્મ કરવા અંગેનું કારણ આમિર ખાને જાહેર કર્યું, જાણો શું કહ્યું…

આમિર ખાનને બોલિવૂડનો મિસ્ટર પરફેક્શનિસ્ટ માનવામાં આવે છે. તે એવા થોડા સુપરસ્ટાર્સમાંના એક છે જે એક જ સમયે અનેક ફિલ્મો કરવામાં માનતા નથી અને દર થોડા વર્ષે ફક્ત એક જ ફિલ્મમાં કામ કરે છે. દરમિયાન જાવેદ અખ્તર સાથેની તાજેતરની વાતચીતમાં, આમિરે ખુલાસો કર્યો કે તેની પહેલી ફિલ્મ કયામત સે કયામત પછી, તેને લગભગ 400 ઓફર […]

સલમાન ખાનની ફિલ્મ “હમ સાથ સાથ હૈ”માં માધુરી દિક્ષિત કામ કરવા માંગતી કરતી

સલમાન ખાન સ્ટારર ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ 1999માં રિલીઝ થઈ હતી અને તે બ્લોકબસ્ટર રહી હતી. આ ફેમિલી ડ્રામાનું દિગ્દર્શન સૂરજ બડજાત્યાએ કર્યું હતું. ફિલ્મમાં સલમાન ખાન ઉપરાંત સોનાલી બેન્દ્રે, સૈફ અલી ખાન, કરિશ્મા કપૂર, મોહનીશ બહલ અને તબ્બુએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં માધુરી દિક્ષિત કામ કરવા માંગતી હતી જો કે, નિર્માતાઓ […]

કંગના રનૌતએ જાણીતા નિર્માતા-દિગ્દર્શક કરણ જોહર સાથે ફિલ્મ કરવાની તૈયારી દર્શાવી

અભિનેત્રી અને સાંસદ કંગના રનૌત તેની આગામી ફિલ્મ ઇમર્જન્સીની રિલીઝને લઈને ઉત્સાહિત છે. અભિનેત્રીએ બોલિવૂડના પ્રખ્યાત નિર્માતા-દિગ્દર્શક કરણ જોહરને એક ફિલ્મ ઓફર કરી છે. અભિનેત્રી તાજેતરમાં જ સિંગિંગ રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડલ’ માં જોવા મળી હતી, જ્યાં તેણે કહ્યું હતું કે તે કરણ જોહર સાથે કામ કરવા માંગે છે. આમ કહીને તેણે કરણ જોહરને ફિલ્મ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code