1. Home
  2. Tag "Final"

હોંગકોંગ ઓપન સુપર-500 ટુર્નામેન્ટમાં પુરુષ સિંગલ્સની ફાઇનલમાં ભારતના લક્ષ્ય સેનનો મુકાબલો ચીનના લી-શી-ફેંગ સામે થશે

હોંગકોંગ ઓપન સુપર-500 ટુર્નામેન્ટમાં પુરુષ સિંગલ્સની ફાઇનલમાં ભારતના લક્ષ્ય સેનનો મુકાબલો ચીનના લી-શી-ફેંગ સામે થશે. ગઈકાલે સેમિફાઇનલમાં લક્ષ્યે ચીન-તાઈપેઈના ચૌ-ટીએન-ચેનને 23-21, 22-20થી પરાજય આપ્યો હતો. બીજી સેમિફાઇનલમાં લી-શી-ફેંગે ફ્રાન્સના ક્રિસ્ટો પોપોવને 21-8, 21-19થી પરાજય આપ્યો હતો. આજે પુરુષ ડબલ્સની ફાઇનલમાં ભારતની સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી ચીનના લિયાંગ-વેઈ-કેંગ અને વાંગ-ચાંગ જોડી સામે ટકરાશે. […]

મહિલા એશિયા કપ હોકીની ફાઇનલમાં આજે ભારત ચીન સામે ટકરાશે

મહિલા એશિયા કપ હોકીની ફાઇનલમાં ભારત ચીન સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે સાડા પાંચ વાગ્યે રમાશે.ગઈકાલે ભારત અને વર્તમાન ચેમ્પિયન જાપાન વચ્ચેની સુપર ફોર મેચ એક-એક ગોલ સાથે ડ્રો રહી. ભારતે સુપર ફોર તબક્કામાં દક્ષિણ કોરિયાને 4-2થી હરાવીને શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ ચીન સાથેની બીજી મેચમાં તેને 4-1થી હારનો સામનો કરવો […]

આ વર્ષનું બીજું અને છેલ્લું પૂર્ણ ચંદ્રગ્રહણ રવિવારે લાગશે

નવી દિલ્હીઃ આ વર્ષનું બીજું અને છેલ્લું પૂર્ણ ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બર એટલે કે રવિવારે લાગશે. જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્ર વચ્ચે આવી જાય છે અને પોતાનો પડછાયો ચાંદ પર પાડે છે, ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. આ ખગોળીય ઘટના માત્ર વૈજ્ઞાનિકો માટે જ નહીં, પરંતુ ધાર્મિક, જ્યોતિષ અને સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે […]

યુએસ ઓપન : સબાલેંકાએ જેસિકા પેગુલાને હરાવીને ફાઇનલમાં એન્ટ્રી કરી

વર્લ્ડ નંબર–1 આર્યના સબાલેંકાએ શાનદાર કમબેક કરતા અમેરિકન સ્ટાર જેસિકા પેગુલાને હરાવીને યુએસ ઓપન 2025ના ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય સમય મુજબ શુક્રવારે રમાયેલા સેમીફાઇનલ મુકાબલામાં બેલારુસની ખેલાડીએ 4-6, 6-3, 6-4થી જીત મેળવી હતી. ગયા વર્ષની ફાઇનલનો રિમેચ માનવામાં આવતો આ મુકાબલો સબાલેંકા માટે નબળી શરૂઆતથી શરૂ થયો હતો. પહેલો સેટ ગુમાવ્યા બાદ તેમણે જબરદસ્ત […]

ILT20 ની ચોથી સીઝન 2 ડિસેમ્બરથી શરૂ થશે, ફાઇનલ 4 જાન્યુઆરીએ રમાશે

દુબઈમાં સીઝનની શરૂઆતની મેચ ગયા વર્ષની ફાઇનલની રિમેચ હશે. આ મેચમાં, ડિફેન્ડિંગ ચેમ્પિયન દુબઈ કેપિટલ્સ ડેઝર્ટ વાઇપર્સનો સામનો કરશે. ગયા વર્ષની ફાઇનલની રિમેચથી તેની શરૂઆત થશે, જે 2 ડિસેમ્બરે દુબઈમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન દુબઈ કેપિટલ્સ અને ડેઝર્ટ વાઇપર્સ વચ્ચે રમાશે. શારજાહ વોરિયર્સ 3 ડિસેમ્બરે શારજાહમાં અબુ ધાબી નાઈટ રાઇડર્સનો સામનો કરશે. આ પછી, ગલ્ફ જાયન્ટ્સ અને […]

ચેમ્પિયન્સ ટ્રોફીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે ફાઈનલ

મુંબઈઃ ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે. ભારતીય ટીમે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. આ દરમિયાન, ન્યુઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. રવિવારે ફાઇનલમાં ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો ટકરાશે. અત્યાર સુધીમાં ભારત અને ન્યુઝીલેન્ડ વનડે ફોર્મેટમાં 119 વખત એકબીજા સામે આવી ચૂક્યા છે. જેમાં ભારતીય ટીમે 61 વખત […]

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની ફાઈનલ ઇડન ગાર્ડન્સ ખાતે 25 મેના રોજ રમાશે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટનો ઓપનર 22 માર્ચે કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે, જ્યાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટકરાશે. ફાઇનલ મેચ પણ આ મેદાન પર 25 મેના રોજ યોજાશે. લગભગ એક દાયકા પછી ઇડન ગાર્ડન્સમાં IPL ફાઇનલ રમાશે. અગાઉ આ […]

મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું

ભારતે મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી લીધો છે. ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 9 વિકેટે હરાવ્યું છે. ભારતની જીતમાં સૌથી મોટો ફાળો ગોંગડી ત્રિશાનો હતો, જેણે બોલિંગમાં 3 વિકેટ લીધી હતી અને બેટ વડે 44 રનનું યોગદાન પણ આપ્યું હતું. ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ રમતા માત્ર 82 રનમાં સમેટાઈ ગઈ હતી. […]

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિય 2025ની ફાઈનલની લોર્ડસ ક્રિકેટ ગ્રાઉન્ડમાં તૈયારીઓ શરૂ કરાઈ

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની છેલ્લી અને મહત્વપૂર્ણ સિડની ટેસ્ટ પછી, બે ટીમો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઈનલ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઈનલ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાવાની છે. આ ટેસ્ટ મેચ 11 જૂનથી 15 જૂન સુધી રમાશે. જેમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે યોજાવા જઈ […]

ચેંપિયન્સ ટ્રોફીની ફાઈનલમાં વરસાદના વિઘ્નને ધ્યાનમાં રાખી રિઝર્વ ડે રખાયો

ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું શેડ્યૂલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ ICC ટૂંક સમયમાં તેની જાહેરાત કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ મેચ રમાશે. અહેવાલો અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હાઇબ્રિડ મોડલ માટે UAEની પસંદગી કરી છે. આ સાથે જ વધુ એક મહત્વની માહિતી સામે આવી છે. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code