1. Home
  2. Tag "forecast"

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી ચાર દિવસ ભારે વરસાદ પડવાની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામતુ જાય છે. રાજ્યમાં શનિવારે દિવસ દરમિયાન 138 તાલુકામાં પાંચ ઈંચથી લઈને ઝાપટાં સુધી વરસાદ વરસ્યો હતો. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં 5 ઈંચ, અને જુનાગઢના માણાવદરમાં ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. દરમિયાન આગામી 4 દિવસ દરમિયાન પણ દક્ષિણ ગુજરાતમાં ભારે અને કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની હવામાન ખાતા આગાહી કરી છે. […]

ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી, નવસારી,વલસાડ, ડાંગમાં ભારે વરસાદ પડશે

ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે. જોકે સમયાંતરે હળવા ઝાપટાં પડી રહ્યા છે.પણ  મેઘરાજા મન મુકીને વરસતા નથી. દરમિયાન અરબી સમુદ્રમાં હવાનું હળવુ દબાણ સર્જાતા ગુજરાતમાં આગામી પાંચ દિવસ હળવાથી ભારે ઝાપટાં પડવાની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ઘોઘમાર વરસાદ પડી શકે છે. ગાંધીનગર ખાતે આજે રાહત કમિશ્નરના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની […]

ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને લીધે તંત્રને એલર્ટ કરાયુ, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

અમદાવાદઃ ગુજરાતમાં શુક્રવારે દિવસ દરમિયાન 66 તાલુકામાં ઝાપટાંથી લઈને ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ નવસારીના ચીખલીમાં 4 ઈંચ, ડાંગના સુબીરમાં 3 ઈંચ, તથા સુરતના ઓલપાડ, જુનાગઢના મેંદરડામાં બે ઈંચ વરસાદ પડ્યો હતો. ઉપરાંત ગોંડલ પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બાંદરા અને દેવચડી ગામમાં વીજળીના કડાકા ભડાકા સાથે અડધા કલાકમાં […]

ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી, આજથી 12 જિલ્લાઓમાં હળવા ઝાપટાં પડવાની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. વાતાવરણમાં બફારો વધતો જાય છે. ત્યારે આજથી પ્રિ-મોન્સુન એકટીવીટી શરુ થવાના સંકેત હોય તેમ રાજયના અર્ધોઅર્ધ ભાગોમાં તોફાની પવન અને ગાજવીજ સાથે હળવા ભારે ઝાપટા પડશે, તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાતમાં આગામી 12 જિલ્લાઓમાં આજથી પ્રિમોન્સુન એકટીવીટીના ભાગરૂપે છુટાછવાયા […]

ગુજરાતમાં 8મી જુનથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની પડવાની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં 15મી જુન બાદ વિધિવત ચોમાસાનું આગમન થઈ જશે. હાલ મેઘરાજાનું વાજતે-ગાજતે આગમન દક્ષિણ ભારતના કેરળમાં થઈ ગયું છે. 10થી 15 દિવસમાં મહારાષ્ટ્રની મહેમાનગતિ માણીને મેઘરાજા ગુજરાતમાં પધારશે. દરમિયાન પ્રિમોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 8મી જુનથી હવામાનમાં પલટો આવશે. અને કેટલાક સ્થળોએ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત […]

ગુજરાતમાં ગરમી વધવાની આગાહી, અમદાવાદમાં યલો એલર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી હોવાથી લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. દરમિયાન રણપ્રદેશ તરફથી આવતા દક્ષિણ પશ્ચિમી પવનોને કારણે તાપમાનનો પારો 42 ડિગ્રીને વટાવશે. હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદમાં મનપા દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યના તાપમાનમાં 11 દિવસ પછી ફરીથી ગરમીનો પારો 43 ડિગીને વટાવી […]

કેરલમાં મેઘરાજાના આગમનના બાદ ગુજરાતમાં વરસાદની આગાહી અંગે રોજ બુલેટિન અપાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં 15મી જુન આસપાસ મેઘરાજાની વાજતે ગાજતે પધરામણી થઈ જશે. આ વખતે ચોમાસું સામાન્ય રહેવાની આગાહી છે. છતાં પણ કદાચ અતિવૃષ્ટિ કે સંભવિત આફતનો સામનો કરવા માટે આગોતરૂ આયોજન કરવા ગાંધીનગર ખાતે મુખ્ય સચિવના વડપણ હેઠળ ઉચ્ચસ્તરિય બેઠક મળી હતી. આ બેઠકમાં તમામ જિલ્લાઓના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં સંભવિત તમામ પરિસ્થિતિઓને […]

ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે, દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળો આકરો બન્યો છે, દરમિયાન આજે દક્ષિણ ગુજરાતના વલસાડમાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ રહ્યો હતો. દરમિયાન રાજસ્થાનમાં સર્જાયેલા સાઈક્લોનિક સરક્યુલેશનને પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાસ શહેરો-નગરોમાં ભારે પવન સાથે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ આગામી 28 અને 29મી મેના રોજ માછીમારોને […]

દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી, તાપમાનમાં બે ડિગ્રીના ઘટાડોની શક્યતા

ગાંધીનગરઃ રાજયભરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીમાં આંશિક ઘટાડો થયો છે,  સાથે જ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 25મી મેથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે.  તેમજ હજુ આગામી 4-5 દિવસ સુધી ગરમીમાં આંશિક રાહત મળશે અને તાપમાનમાં 2-3 ડિગ્રી સુધી ઘટવાનો અંદાજ છે. રાજ્યમાં કાળઝાળ ગરમી બાદ છેલ્લા બે-ત્રણ દિવસથી […]

ગુજરાતમાં ચાર દિવસ હીટવેવની આગાહી, અમદાવાદમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને વટાવી જશે

અમદાવાદઃ ગુજરાતભરમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. જોકે બે દિવસમાં ગરમીમાં થોડો ઘટાડો થયા બાદ હવે તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. ગુજરાતમાં આગામી ચાર-પાંચ દિવસ હીટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં અમદાવાદમાં તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચે તો નવાઈ નહી, શહેરીજનોને ગરમીથી બચવા મ્યુનિ.કોર્પોરેશને  પણ ગાઈડલાઈન જારી કરી છે. રાજ્ય સરકારે પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code