1. Home
  2. Tag "forecast"

ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં ગરમીનો પારો 50 ડીગ્રી પહોંચવાની આગાહીઃ એડવાઈઝરી જાહેર કરાઈ

નવી દિલ્‍હીઃ દેશમાં ઉનાળાના આરંભ સાથે જ ઉત્તરભારતના રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. મોટાભાગના શહેરો અને નગરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીની આસપાસ પહોંચ્યો છે. લોકો કાળઝાળ ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. દરમિયાન આ વર્ષે ઉત્તર ભારતના કેટલાક નગરોમાં તાપમાનનો પારો 50 ડીગ્રી ઉપર પહોંચવાનો અંદાજ છે. દેશના વિવિધ રાજ્યોમાં વધી રહેલી ગરમીને ધ્યાનમાં રાખીને […]

રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠાની આગાહી, હવામાન વિભાગનું અનુમાન

રાજ્યમાં માવઠાની આગાહી આ જિલ્લાઓમાં આવી શકે છે વરસાદ હવામાન વિભાગે કરી આગાહી અમદાવાદ:રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે કેટલાક જિલ્લાઓમાં માવઠાની અસર જોવા મળી શકે છે અને તેના કારણે વરસાદ પડી શકે છે. નવસારીમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે અને ભેજયુક્ત વાતાવરણ સાથે વાતાવરણમાં ઠંડીનો ચમકારો પણ લોકોને થયો છે. […]

રાજયમાં હજુ બે દિવસ સામાન્ય માવઠું અને ત્યારબાદ કડકડતી ઠંડીનો શરૂ થશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, તે બીજીબાજુ વાતાવરણમાં પલટો આવતા ભર શિયાળે ચામાસા જેવો માહોલ ઊભો થયો છે. આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન 61 તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. પલટાયેલુ વાતાવરણ વાયરલ બીમારીઓ પણ વકરાવશે એવું લાગી રહ્યુ છે. રાજ્યમાં એકતરફ કોરોનાના આંકડા સતત વધી રહ્યા છે તો […]

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીને પગલે યાર્ડના સત્તાધિશો બન્યા એલર્ટ

રાજકોટ: રાજ્યમાં ભર શિયાળે પણ કમોસમી વરસાદ કેડો મુકતો નથી. થોડા દિવસ પહેલા જ  સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસીદ પડ્યો હતો.  હવે ફરીવાર આવતીકાલ તા. 5મીથી કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની આગાહીના પગલે જગતનો તાત મુશ્કેલીમાં મૂકાયો છે. કમોસમી વરસાદની આગાહીને લઈને રાજકોટ બેડી […]

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે બુધવારે બનાસકાંઠા સહિત કેટલાક વિસ્તારમાં માવઠું પડવાની આગાહી

અમદાવાદઃ તાજેતરમાં રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠું પડ્યા બાદ ઠંડીમાં સામાન્ય વધારો થયો હતો.હવે ફરીવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવવાના કારણે આગામી. તા. 5મીએ ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે. જે વિસ્તારમાં માવઠું પડવાની શક્યતા છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તથા મહિસાગરનો સમાવેશ થાય છે.  રવિ પાકની સીઝનમાં વરસાદની આગાહીથી ખેડૂતો ફરી […]

ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો છે અને હવે લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. દરમિયાન આજે 6 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠુંડુ નગર રહ્યું હતું. જ્યારે અમદાવાદ અને રાજકોટમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી જેટલું નોંધાયું હતું. જ્યારે ગુજરાતના સરહદી જિલ્લા સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી ચાર દિવસ કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન […]

ફરીપાછી કમોસમી વરસાદની આગાહી, માવઠું ગુજરાતનો પીછો છોડતું નથી

અમદાવાદઃ રાજ્યમાં ફરીવાર વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે. કારતક મહિનામાં પણ બપોરે ગરમી અને રાત્રે ઠંડી એમ બે ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે ફરી એકવાર માવઠુ ખેડૂતો માટે મુશ્કેલી લઈને આવી શકે છે. રાજ્યમાં ફરી કમોસમી વરસાદ પડે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ  રાજ્યમાં આવતીકાલ 30મીથી […]

ઉત્તર ભારતમાં આગામી દિવસોમાં ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી

દિલ્હીઃ ઉત્તર ભારતમાં હવાની દિશા બદલાઈ છે. સવારે અને શાંજના સમયે વાતાવરણમાં અચાનક બદવાય છે. ભારતમાં શિયાળાની શરૂઆત શરદ પૂર્ણિમાથી થયાનું મનાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આ વર્ષે દેશમાં ઠંડી વધારે પડશે. આ વર્ષની ઠંડી છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીમાં વધારે હશે. હવામાન વિભાગ અનુસાર ઉત્તર-પૂર્વ એશિયામાં આ વખતે કળકળતી ઠંજી પડવાની શકયતા છે. […]

ગુજરાતમાં 96 જળાશયો હાઈ એલર્ટ પર, ભારે વરસાદની આગાહીને પગલે NDRFની 17 ટીમો તૈનાત

અમદાવાદઃ ગુજરાતભરમાં ભાદરવો ભરપૂર બન્યો છે. આજે બુધવારે સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 102 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં અમરેલીના જાફરાબાદમાં પાંચ ઈંચ,ભરૂચમાં ચાર ઈંચ, અમરેલીના રાજુલામાં ચાર ઈંચ, તથા ભાવનગરના જેસર, જુનાગઢના વિસાવદરમાં પણ ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. દરિયો તાફાની બનવાની શક્યતા હોવાથી તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું […]

હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ, 21મી સુધીમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ભાદરવાને ભરપૂર બનાવવા મેઘરાજા સમયાંતરે વરસી રહ્યા છે. આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયેલા છે. ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં 24.64 ઈંચ સાથે મોસમનો સરેરાશ 74.51 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ગુજરાતમાં હજુ પણ 20 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 21 સપ્ટેમ્બર સુધી અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code